- જૂનાગઢ જિલ્લામાં ગત રાત્રિથી ફરી એક વખત વાતાવરણમાં જોવા મળ્યો છે પલટો
- જિલ્લાના તમામ નવ તાલુકામાં એક થી લઈને બે ઇંચ સુધીનો વરસાદ
- માંગરોળ અને માળિયા પંથકમાં સ વિશેષ વરસાદ નોળી નદીમાં પૂર વ્રજમી ડેમ થયો ઓવરફ્લો
જૂનાગઢ: જિલ્લામાં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગત રાત્રીના સમયથી જ જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ સહિત તમામ નવ તાલુકાના વાતાવરણમાં ધીમીધારે વરસાદનું આગમન થયું છે. જૂનાગઢના માંગરોળ અને માળીયા તાલુકામાં સવિશેષ વરસાદ નોંધાયો છે. જેના કારણે માંગરોળમાં થી વહેતી નોળી નદીમાં ઘોડાપૂર આવ્યું છે તો બીજી તરફ માળીયા નજીક બનાવવામાં આવેલો વ્રજમી ડેમ અતિભારે વરસાદને કારણે ચોમાસામાં ત્રીજી વખત ઓવરફલો થયો છે.
આ પણ વાંચો : વલસાડ જિલ્લામાં વર્ષ 2021માં 3 હજાર હડકવાના કેસ નોંધાયા
હજુ બે દિવસ જૂનાગઢ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે હજુ પણ આગામી 24 કલાક સુધી જૂનાગઢ સહિત જિલ્લાના તમામ 9 તાલુકાઓમાં અને ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારમાં અતિભારે વરસાદ પડવાની આગાહી ઓ વ્યક્ત કરી છે જેને કારણે હજુ પણ વરસાદનું આગમન થઈ શકે છે હવે વરસાદ ધીમે ધીમે મુસીબતનો વરસાદ બની રહ્યો છે આ સમયગાળા દરમિયાન વરસાદની વિદાય ના દિવસો હોય છે તેવા સમયે ભર ચોમાસા જેવો માહોલ જૂનાગઢ જિલ્લામાં જોવા મળી રહ્યો છે જેને કારણે લોકો પણ ચિંતીત બન્યા છે તો બીજી તરફ માળિયા માંગરોળ પંથકમાં પડેલા વરસાદને કારણે વરસાદી પાણી ખેતરોમાં ફરી વળ્યા છે જેને કારણે આ વિસ્તારમાં મગફળીના પાકને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
આ પણ વાંચો : પંજાબ બાદ છત્તીસગઢ કોંગ્રેસમાં ભડકો, 15 થી વધુ ધારાસભ્યો દિલ્હી જવા રવાના