- હરિયાણાના નાયબ મુખ્યપ્રધાન દુષ્યંત ચોટારા સૌરાષ્ટ્ર અને કચ્છની મુલાકાતે
- રણોત્સવ બાદ કિર્તિ મંદિર તેમજ દ્વારકા દર્શન કરી સાસણમાં રાત્રી રોકાણ
- વહેલી સવારે સિંહ દર્શન બાદ સોમનાથ મહાદેવના દર્શન માટે જશે
જૂનાગઢ : હરિયાણાના નાયબ મુખ્યપ્રધાન દુષ્યંત ચૌટાલા આજે સિંહ દર્શન કર્યા બાદ સોમનાથ મહાદેવના દર્શન કરશે. છેલ્લા ત્રણ દિવસથી દુષ્યંત ચૌટાલા સૌરાષ્ટ્ર અને કચ્છની મુલાકાતે આવ્યા છે. એક દિવસ કચ્છના રણોત્સવમાં પસાર કર્યા બાદ આજે પોરબંદર આવી પહોંચ્યા હતા. ત્યાંથી સીધા જગતમંદિર દ્વારકા પહોંચીને દ્વારકાધીશના દર્શન કરી પોરબંદર પરત ફર્યા હતા. અહીં તેમણે મહાત્મા ગાંધીના જન્મ સ્થળ કીર્તિ મંદિરની પણ મુલાકાત કરી હતી અને પોતાનો પ્રવાસ વધુ આગળ વધારીને આજે રાત્રિ રોકાણ સાસણ મુકામે કરી રહ્યા છે.
સિંહ દર્શન બાદ સોમનાથ મહાદેવના દર્શનાર્થે જશે દુષ્યંત ચૌટાલા
હરિયાણાના નાયબ મુખ્યપ્રધાન દુષ્યંત ચૌટાલા તેમના પરિવાર સાથે રજાઓ ગાળવા છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોવા મળી રહ્યા છે. આજે સાસણ મુકામે રાત્રી રોકાણ કરશે અને વહેલી સવારે યાત્રિકોના પ્રથમ જથ્થામાં સિંહ દર્શન કરવા માટે ગીરના જંગલમાં જશે. ત્યારબાદ સિંહ દર્શન પૂર્ણ કરીને દુષ્યંત ચૌટાલા પોતાના પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે જઈ રહ્યા છે. સાસણ અને સોમનાથમાં દુષ્યંત ચૌટાલા ના રોકાણને લઇને તેમજ સિંહ દર્શન અને સોમનાથ મહાદેવના દર્શન માટેની તમામ વ્યવસ્થાઓ સાસણ સિંહ સદન અને સોમનાથ મંદિર નજીક પૂર્ણ કરી દેવામાં આવી છે
હરિયાણાના નાયબ મુખ્યપ્રધાન દુષ્યંત ચૌટાલા સૌરાષ્ટ્રના પ્રવાસે, આજે સોમનાથ મહાદેવના કરશે દર્શન
હરિયાણાના નાયબ મુખ્યપ્રધાન દુષ્યંત ચૌટાલા છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્ર કચ્છની મુલાકાતે આવ્યા છે. કચ્છના રણોત્સવમાં રજા ગાળ્યા બાદ આજે પોરબંદર અને દ્વારકાની પણ મુલાકાત કરી ને રાત્રી રોકાણ સાસણ કર્યા બાદ વહેલી સવારે સિંહ દર્શન કરીને સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે જશે.
નાયબ મુખ્યપ્રધાન દુષ્યંત ચૌટાલા