ETV Bharat / city

ગુરુદત્ત જયંતીના પ્રસંગે મરાઠી લોકો ગુરુદત્તના દર્શન માટે જૂનાગઢ પધાર્યા - ગીરનારની ભૂમિ

ગુરુ દત્ત જયંતિ નિમિત્તે વર્ષોથી મરાઠી લોકો ગિરનાર પર બિરાજતા ગુરુદત્તના દર્શન માટે આવી રહ્યા છે. ત્યારે મોટી સંખ્યામાં મરાઠી દર્શનાર્થીઓ જૂનાગઢ આવ્યા હતા. ગિરનાર પર્વત પર જઈને ગુરુદત્તની ચરણપાદુકાના દર્શન કર્યા હતા.

જૂનાગઢ પધાર્યા
જૂનાગઢ પધાર્યા
author img

By

Published : Dec 30, 2020, 7:11 AM IST

  • ગુરુ દત્ત જયંતિ ને લઈને મરાઠી ભાવિકોનું જૂનાગઢમાં આગમન
  • દર વર્ષે મરાઠી લોકો દત્ત જયંતિ ને લઈને જૂનાગઢ દર્શન માટે આવવાની છે વિશેષ પરંપરા
  • મરાઠી લોકો ગુરુદત્તમાં અનન્ય શ્રદ્ધા ધરાવે છે
    ગુરુદત્ત જયંતીના પ્રસંગે મરાઠી લોકો ગુરુદત્તના દર્શન માટે જૂનાગઢ પધાર્યા

જૂનાગઢ :જેને ગુરુ દત્તાત્રેયની તપોભૂમિ તરીકે ઓળખવામાં આવે છે તેવા ગીરનારની ભૂમિમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના એકરૂપ સમાન ગુરુ દત્તાત્રેયની ચરણ પાદુકાનું પૂજન અનાદિ કાળથી કરવામાં આવી રહ્યું છે. ગીરનારની ભૂમીને ગુરુ દત્તાત્રેયની તપોભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રાચીન માન્યતા અનુસાર હજારો વર્ષો પહેલાં ભગવાન દત્તાત્રેએ ગિરનારની ભૂમિ પર તપ કર્યું હોવાને કારણે અહીંની ભૂમિને ગુરુ દત્તાત્રેયની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે.

આ પરંપરા છેલ્લા કેટલાક વર્ષોથી જોવા મળે

ગુરુ દત્ત જયંતિના અવસર પર વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ ગુરુ દત્ત જયંતિ નિમિત્તે મરાઠી લોકો મોટી સંખ્યામાં જૂનાગઢ આવ્યા હતા. ગિરનાર પર બિરાજતા ગુરુદત્ત મહારાજની ચરણપાદુકાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. વર્ષોથી મરાઠી સંપ્રદાયના લોકો ગુરુ દત્ત જયંતિના અતિ પાવન પ્રસંગે ગિરનાર પર બિરાજતા ગુરુદત્તના દર્શન કરવા અચૂક આવે છે. આ પરંપરા પાછલા કેટલાક વર્ષોથી જોવા મળે ગુરુ દત્ત જયંતિ નિમિત્તે મરાઠી સમાજના લોકો ગુરુદત્તની ચરણ પાદુકાના દર્શન માટે અચૂક પણે જુનાગઢ આવે છે તે પરંપરા આજે પણ જોવા મળી રહી છે.

મરાઠી સંપ્રદાયના લોકો દર વર્ષે ગુરુ દત્ત જયંતિ નિમિત્તે આવી રહ્યા છે ગિરનાર પર્વત પર

સમગ્ર મરાઠા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ગુરૂદતના ભાવિકો દર વર્ષે ગુરુ દત્ત જયંતિના પાવન પ્રસંગે જુનાગઢ આવતા હોય છે. મરાઠી લોકો ગુરુદત્તમા ખુબ જ શ્રધ્ધા અને આસ્થા ધરાવે છે. ગુરુદત્ત ને તેમના આરાધ્યદેવ પણ માને છે. મરાઠી લોકો સમગ્ર સૃષ્ટિનું સંચાલન કરનાર દત્ત પ્રત્યે પોતાની શ્રદ્ધા અને વિશ્વાસ વ્યક્ત કરવા માટે ગુરુ દત્ત જયંતિ ના પાવન પ્રસંગે મહારાષ્ટ્ર થી જુનાગઢ આવે છે. અહીં આવતો પ્રત્યેક ગુરુ દત્તનો ભક્ત પગપાળા સીડી પરથી કઠિન કહી શકાય તેવી ચડાઈ કરીને પણ ગુરુ દત્તના દર્શન માટે આવે છે. ગુરુદત્ત પ્રત્યેની તેમની આસ્થા અને શ્રદ્ધા આજે વર્ષો બાદ પણ અતૂટ જોવા મળે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.