ETV Bharat / city

માણાવદર તાલુકાના કોઠડી ગામની ગુજરાતી યુવતીઓની ઈઝરાઈલ આર્મીમાં થઈ પસંદગી

જૂનાગઢ જિલ્લા માટે ખૂબ જ પ્રેરણા અને ગર્વ મળે તેવા સમાચાર ઈઝરાયલમાંથી મળી રહ્યા છે. મૂળ ગુજરાતી પરિવારની અને હાલ ઈઝરાઈલના તેલ અવિવ વિસ્તારમાં રહેતી મુળીયાસિયા પરીવારની 2 યુવતીઓ ઈઝરાઈલ આર્મીમાં પસંદગી પામતા જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના કોટડી ગામમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

માણાવદર તાલુકાના કોઠડી ગામની ગુજરાતી યુવતીઓની ઈઝરાઈલ આર્મીમાં થઈ પસંદગી
માણાવદર તાલુકાના કોઠડી ગામની ગુજરાતી યુવતીઓની ઈઝરાઈલ આર્મીમાં થઈ પસંદગી
author img

By

Published : May 31, 2021, 10:54 AM IST

Updated : May 31, 2021, 11:27 AM IST

  • માણાવદર તાલુકાની કોઠડી ગામની બે યુવતી ઈઝરાયલ આર્મીમાં જોડાઈ
  • નિશા અને રિયા મુળિયાસિયા ઇઝરાઈલ આર્મીમાં સૈનિક તરીકે જોડાઈ
  • વર્ષો પહેલા બન્ને યુવતીના પિતા જીવાભાઈ અને સવદાસભાઈ ઈઝરાઈલમાં થયા હતા સ્થાયી

જૂનાગઢ: માણાવદર તાલુકાના કોઠડી ગામના જીવાભાઇ ભાઈ અને સરદાર ભાઈ મૂળિયાશિયાની બે પુત્રીઓએ ઈઝરાઈલઆર્મીમાં પસંદગી પામીને કોઠડી ગામની સાથે જૂનાગઢ જિલ્લાનું પણ ગૌરવ વધારયુ છે. ઇઝરાઇલ આર્મીમાં જોડાયેલી નિશા મુડીયાસિયા ઈઝરાઈલ આર્મીમાં સામેલ થનાર પ્રથમ ગુજરાતી મહિલા હોવાનું ગર્વ પણ મેળવી જાય છે ત્યારે તેની પિતરાઈ બહેન રિયા આગામી દિવસોમાં તાલિમ પૂર્ણ કરીને ઈઝરાઈલ આર્મીમાં વિધિવત રીતે જોડાઈ જશે. ત્યારે એક સાથે બે બહેનો અને તે પણ ગુજરાતી ઈઝરાઈલ આર્મીમાં હોવાનુ ગર્વ જુનાગઢ જિલ્લો લઈ રહ્યો છે.

મુળ જૂનાગઢની 2 યુવતીઓ ઈઝરાઈલ આર્મીમાં પસંદગી પામી

જૂનાગઢ જિલ્લા માટે ખૂબ જ પ્રેરણા અને ગર્વ મળે તેવા સમાચાર ઈઝરાયલમાંથી મળી રહ્યા છે. મૂળ ગુજરાતી પરિવારની અને હાલ ઈઝરાઈલના તેલ અવિવ વિસ્તારમાં રહેતી મુળીયાસિયા પરીવારની 2 યુવતીઓ ઈઝરાઈલ આર્મીમાં પસંદગી પામતા જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના કોટડી ગામમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જીવાભાઈની પુત્રી નિશા હાલ આર્મીમાં સૈનિક તરીકે કામ કરી રહી છે. જ્યારે સવદાસભાઇ પુત્રી રિયા આર્મીમાં તાલીમ લઈ રહી છે. જે આગામી દિવસોમાં ઈઝરાઈલ આર્મીમાં સૈનિક તરીકે સેવા બજાવતી જોવા મળશે.

આ પણ વાંચો: ભારતીય સેનાએ 2 ડૉગને ‘ચીફ ઓફ આર્મી સ્ટાફ કમાન્ડેશન’ મેડલથી સન્માનિત કર્યા

વર્ષો પહેલા મૂળિયાસિયા પરિવાર ઈઝરાઈલમાં વેપારને લઈને સ્થાયી થયો હતો

આજથી 30 વર્ષ પૂર્વે મુળિયાસિયા ભાઈનો સમગ્ર પરિવાર ઇઝરાઇલના તેલ અવિવ વિસ્તારમાં વેપારને લઈને સ્થાયી થયો હતો. આ વિસ્તારમાં બન્ને ભાઈઓ કરિયાણાના વેપારી સાથે જોડાયેલા છે અને તેમનું નામ ઈઝરાઈલમાં ખૂબ મોટા ગજાના કરીયાણાના વેપારી તરીકે પણ બોલાઇ રહ્યું છે. ત્યારે નિશા અને રિયા બંને પુત્રીના જન્મ પણ ઈઝરાઈલમાં થયા છે. ઈઝરાઈલના પ્રધાનમંત્રી ભારતની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમના પ્રતિનિધિ મંડળમાં પણ મૂળિયાસિયા ભાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નિશા અને રિયાનો અભ્યાસ પણ ઈઝરાયેલમાં પૂર્ણ થયો છે. ત્યારબાદ આ બંને યુવતીઓ ઈઝરાઈલની આર્મીમાં જોડાવા માટે ઇચ્છુક બનતા નિશા ઈઝરાઈલ આર્મીમાં કમ્યુનિકેશન અને સાયબર સેલમાં ફરજ બજાવી રહી છે. જ્યારે તેની નાની બહેન રિયા આર્મીમાં શામેલ થવા માટેની તાલીમ પૂર્ણ કરવા તરફ આગળ વધી રહી છે.

આ પણ વાંચો: આર્મીના પૂર્વ જવાનો કોરોના સંક્રમણ ધ્યાને લઇને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં કરશે સેવાકાર્ય

ઈઝરાઈલ આર્મીમાં જોડાવા માટે જન્મથી ઈઝરાયલ હોવુ ફરજિયાત ગણાય છે

ઇઝરાયઈલ આર્મીમાં શામેલ થવા માટે કોઈપણ વ્યક્તિનું જન્મથી ઇઝરાઈલનું હોવું ફરજીયાત છે. આવી પરિસ્થિતિમાં જીવાભાઈ અને સવદાશભાઈનો પરિવાર વર્ષોથી ઈઝરાઈલમાં સ્થાઈ થયો છે. આ બન્ને ભાઈઓ જન્મથી માણાવદર તાલુકાના કોઠડી ગામના રહેવાસી છે, પરંતુ તેમની બંન્ને પુત્રીઓનો જન્મ ઈઝરાઈલમાં થયો હોવાને કારણે નિશા અને રીયા ઈઝરાઈલ આર્મીમાં શામેલ થવાની તમામ યોગ્યતાઓ પૂર્ણ કરતી હોવાને કારણે તેને ઈઝરાઈલ આર્મીમાં ફરજ બજાવવા માટે પસંદ કરવામાં આવી છે.

Last Updated : May 31, 2021, 11:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.