- કોરોના સંક્રમણને કારણે વધુ કેટલાક દિવસ જૂનાગઢ APMC બંધ રહેશે
- જૂનાગઢ APMC આગામી 5મી મે સુધી રહેશે બંધ
- આગામી ૫મી મે બાદ પણ APMC પૂર્વવત થાય તેવી નહિવત શક્યતા
જૂનાગઢ: કોરોનાના વધતા કહેરને ધ્યાને લેતા ગુજરાત સરકારે રાજ્યની તમામ APMCને બંધ રાખવાનો આદેશ કર્યો છે. ત્યારે, જૂનાગઢમાં આવેલી જિલ્લાની સૌથી મોટી ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ આગામી 5મી મે સુધી સંપૂર્ણપણે બંધ જોવા મળશે. આ અગાઉ, જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના સત્તાધીશો દ્વારા કોરોના સંક્રમણને ધ્યાને લઈને આગમચેતીના ભાગરૂપે માર્કેટિંગ યાર્ડનું કામકાજ બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો.
આ પણ વાંચો: જૂનાગઢમાં રેમડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો હજુ પણ પૂરતા પ્રમાણમાં નહિ: જિલ્લા કલેક્ટર ડૉ. સૌરભ પારધી
5મી મે બાદ જૂનાગઢ APMC શરૂ થવાની નહીંવત શક્યતાઓ
જૂનાગઢમાં આવેલી જિલ્લાની સૌથી મોટી APMC સહિત માણાવદર, વિસાવદર, માળીયા સહિતની તમામ APMCને આગામી 5મી મે સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પરંતુ, જે પ્રમાણે કોરોનાનુ સંક્રમણ સતત વધી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં, માર્કેટિંગ યાર્ડનું કામકાજ 5મી મે બાદ શરૂ થઈ જશે તેવી શક્યતાઓ પણ નહિવત જોવામાં આવી રહી છે. આ સમયે જૂનાગઢ સહિત જિલ્લાની અન્ય APMCમાં શિયાળુ પાકોની જણસી જોવા મળતી હોય છે. આ ઉપરાંત, માર્કેટિંગ યાર્ડ ખેત પેદાશોના ગંજની વચ્ચે ખડકાયેલા જોવા મળતા હોય છે.
આ પણ વાંચો: કોરોના સંક્રમણને કારણે જૂનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરાઈ બંધ