ETV Bharat / city

જૂનાગઢના વેપારીઓનો મત: માત્ર રાત્રિ કરફ્યૂથી કોરોના વાઈરસ રોકાશે, તેવો સરકારનો તર્ક હાસ્યાસ્પદ - Night Curfew in Gujarat

કોરોના સંક્રમણને કારણે લાદવામાં આવેલા કરફ્યૂને જૂનાગઢના વેપારીઓ અયોગ્ય ગણાવી રહ્યા છે. વેપારીઓનું કહેવું છે કે, શું રાત્રિના બે કલાકમાં કોઈને કોરોના નહિ થાય? રાત્રિ કરફ્યૂથી કોરોના વાઈરસ રોકાશે, તેવો સરકારનો તર્ક હાસ્યાસ્પદ છે. સરકાર કોરોના પ્રત્યે ગંભીર હોય તો લોકડાઉન કે 24 કલાકનો કરફ્યૂ લગાવીને કોરોના પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવો જોઈએ.

રાજકોટના વેપારીઓનો મત: માત્ર રાત્રિ કરફ્યૂથી કોરોના વાઈરસ રોકાશે, તેવો સરકારનો તર્ક હાસ્યાસ્પદ

author img

By

Published : Apr 9, 2021, 1:19 PM IST

Updated : Apr 9, 2021, 3:25 PM IST

  • રાત્રિના કરફ્યૂને લઈને જૂનાગઢના વેપારીઓ સરકારના નિર્ણયની વિરુદ્ધમાં
  • સરકાર કોરોના સામે લડાઈ ઈચ્છતી હોય તો 24 કલાકનો કરફ્યૂ કે લોકડાઉન જાહેર કરે
  • કરફ્યૂને કારણે સાંજના સમયે બજારોમાં ઉમટી પડે છે ગ્રાહકો

જૂનાગઢ: રાજ્યમાં ગંભીર પરિસ્થિતિ ધારણ કરી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકારે રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂની જાહેરાત કરી છે. જેને લઇને ETV Bharat દ્વારા જૂનાગઢના વેપારીઓના રાત્રિ કરફ્યૂને લઈને પ્રતિભાવો જાણવાનો પ્રયાસ કરાયો હતો. જેમાં જૂનાગઢના વેપારીઓ સરકારના રાત્રિ કરફ્યૂના નિર્ણય સામે અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે, સરકાર જો કોરોના સામે સાચે જ લડવા માંગતી હોય તો રાત્રિ કરફ્યૂની જગ્યાએ 24 કલાકનો કરફ્યૂ કે સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી શકે છે. રાત્રિ કરફ્યૂથી કોરોના વાઈરસ રોકાશે, તેવો સરકારનો તર્ક હાસ્યાસ્પદ છે.

રાજકોટના વેપારીઓનો મત: માત્ર રાત્રિ કરફ્યૂથી કોરોના વાઈરસ રોકાશે, તેવો સરકારનો તર્ક હાસ્યાસ્પદ

આ પણ વાંચો: સરકારના સબ સલામતના દાવાની પોલ ખોલતું જૂનાગઢનું સ્મશાનગૃહ

રાત્રિ કરફ્યૂ શરૂ થાય તે અગાઉ જ બજારોમાં લોકોની ભીડ

રાત્રિ કરફ્યૂને કારણે ગ્રાહકો ભારે દ્વિધામાં હોય છે અને કેટલાક ગ્રાહકો આકસ્મિક ખરીદી માટે બજારમાં આવતા હોય છે. એવામાં સાંજના સમયે એકસાથે ગ્રાહકોની ભારે ભીડ થતી જોવા મળતી હોય છે. એમાં પણ ખાસ કરીને કરફ્યૂ શરૂ થવાના સમયની આસપાસ ગામોમાં ખૂબ પુષ્કળ પ્રમાણમાં લોકો જોવા મળતા હોય છે. જેને કારણે પણ સંક્રમણ વધવાની શક્યતાને નકારી શકાય તેમ નથી. જેને લઇને જૂનાગઢના વેપારીઓ સરકારના રાત્રિ કરફ્યૂના આ નિર્ણયને અયોગ્ય ગણાવી રહ્યા છે. રાત્રિ કરફ્યૂના નિર્ણયથી પ્રત્યેક વ્યક્તિમાં ચિંતા અને મહદઅંશે ગભરાહટ પણ જોવા મળી રહી છે. આવી પરિસ્થિતિમાં ખરીદી કરવા માટે આવતો ગ્રાહક કોરોના સંક્રમણનો વાહક કે કોરોનાગ્રસ્ત બની શકે છે.

Last Updated : Apr 9, 2021, 3:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.