ETV Bharat / city

Girnar Trakking competition 2021 : કોરોના સંક્રમણ બાદ ગિરનાર ટ્રેકીંગ સ્પર્ધાનું થશે આયોજન - State and national level competition

એક વર્ષ બાદ આ વર્ષે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું (Girnar Trakking competition 2021) આયોજન કોરોના ગાઈડલાઈનને ધ્યાને રાખીને કરવામાં આવ્યું છે. 2 જાન્યુઆરીના દિવસે રાજ્યસ્તરની અને 6 ફેબ્રુઆરીના દિવસે રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 400ની મર્યાદિત સંખ્યામાં વહેલા તે પહેલાના ધોરણે સ્પર્ધકોને ઓનલાઇન પ્રવેશ આપવામાં આવશે.

Girnar Trakking competition 2021:કોરોના સંક્રમણ બાદ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું થશે આયોજન

author img

By

Published : Dec 9, 2021, 2:02 PM IST

  • એક વર્ષ બાદ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું થયું આયોજન
  • 2 જાન્યુઆરીના દિવસે રાજ્યસ્તરની અને ૬ ફેબ્રુઆરીના દિવસે રાષ્ટ્રીય સ્પર્ધાનું થશે આયોજન
  • પ્રથમ વખત 400 સ્પર્ધકોની મર્યાદામાં બંને સ્પર્ધાનું કરવામાં આવ્યું આયોજન

જૂનાગઢ: કોરોના સંક્રમણના એક વર્ષના વિરામ બાદ ગિરનારમાં યોજાતી રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની (State and national level competition) આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન (Girnar Trakking competition 2021) ઓનલાઇન પ્રવેશથી લઈને તમામ કામગીરી શરૂ કરવામાં આવશે. એક વર્ષના વિરામબાદ ફરી એક વખત સ્પર્ધા શરૂ થઇ રહી છે.

Girnar Trakking competition 2021:કોરોના સંક્રમણ બાદ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું થશે આયોજન

પ્રથમ 400 સ્પર્ધકોને સ્પર્ધામાં ભાગ લેવા માટે અનુમતિ આપવામાં આવશે

જેમાં કોરોના સંક્રમણની તમામ તકેદારીઓ અને ગાઈડલાઈનનું ચોક્કસ પાલન સાથે મર્યાદિત સંખ્યામાં ભાગ લેનાર સ્પર્ધકોને પ્રવેશ આપવામાં આવશે. જે સ્પર્ધક વહેલા તે પહેલાના ધોરણે પોતાનું રજીસ્ટ્રેશન ઓનલાઈન પૂર્ણ કરશે તેવા પ્રથમ 400 સ્પર્ધકોને સ્પર્ધામાં ભાગ લેવા માટે અનુમતિ આપવામાં આવશે.

ગિરનાર સિવાય ચોટીલા,ઓસમ અને પાવાગઢમાં સ્પર્ધા યોજાય છે

ગિરનાર બાદ રાજ્યના ચોટીલા, પાવાગઢ, ઓસમ પર્વતમાં પણ રાજ્યકક્ષાની આરોહણ અને અવરોહણ સ્પર્ધાનું આયોજન થાય છે, ત્યારબાદ 6 ફેબ્રુઆરીના દિવસે એક માત્ર ગિરનાર પર્વત પર રાષ્ટ્રીય કક્ષાની આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન થતું હોય છે. આ સ્પર્ધામાં રાજ્ય સ્તરની સ્પર્ધામાં વિજેતા બનેલા સ્પર્ધકોની સાથે કોઈ પણ સ્પર્ધક સિનિયર અને જુનિયર વિભાગમાં ભાગ લઈ શકે છે. ત્યારે રાષ્ટ્રીય ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધા સિનિયર અને જુનિયર કેટેગરીમાં 400 સ્પર્ધકોની સંખ્યા કોરોના સંક્રમણને કારણે મર્યાદિત કરવામાં આવી છે. રાષ્ટ્રીય કક્ષાની અને રાજ્ય સ્તરની (State and national level competition) આરોપણ અવરોહણ સ્પર્ધામાં સિનિયર અને જુનિયર કક્ષામાં ભાઈઓ અને બહેનો ભાગ લેતા હોય છે.

આ પણ વાંચો: ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા પાછળ રાજ્ય સરકારે 26.58 લાખનો ખર્ચ કર્યો

આ પણ વાંચો: ગિરનાર જંગલમાં રાખવામાં આવેલી સૂચનાના બોર્ડ નીચે જ સિંહણનો અદભુત પોઝ, તસવીર થઈ કેમેરામાં કેદ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.