- સરકાર દ્વારા આપવામાં આવેલી છૂટછાટ બાદ ગિરનાર રોપ-વે ફરી થશે શરૂ
- છૂટછાટોને પગલે આવતીકાલથી Girnar ropeway માં પ્રવાસી જોવા મળશે
- આવતીકાલથી ગિરનાર પર્વત પરનુંં અંબાજી મંદિર પણ ફરીથી ખુલશે
જૂનાગઢઃ જૂનાગઢની ભવનાથ તળેટીમાં આવેલો એશિયાનો સૌથી લાંબો Girnar ropeway (ગિરનાર રોપ-વે) ઉડન ખટોલા ફરી એક વખત પ્રવાસીઓ માટે ખોલવામાં આવશે. Corona Second Wave (કોરોના સંક્રમણની બીજી લહેર)માં રાજ્ય સરકાર દ્વારા પર્યટન સ્થળો પર તમામ પ્રકારના વ્યક્તિઓને પ્રતિબંધ મૂકવાનો આદેશ કરતાં ગિરનાર રોપ-વે પાછલા એક મહિના કરતાં વધુ સમયથી બંધ જોવા મળતો હતો. ત્યારે રાજ્ય સરકારે ફરીથી આપેલી કેટલીક છૂટછાટોને પગલે આવતીકાલથી ગિરનાર રોપ-વે તમામ યાત્રિકો માટે ફરી એક વખત શરૂ કરવામાં આવશે.
ભવનાથની ગીર તળેટીમાં આવેલો એશિયાનો સૌથી લાંબો Girnar ropeway ઉડન ખટોલા 30 દિવસ કરતા વધુ સમય સુધી બંધ રહ્યા બાદ આવતીકાલે ફરી એકવખત તમામ પ્રવાસીઓ માટે કાર્યરત બનતો જોવા મળશે.Corona Second Wave કોરોના સંક્રમણની બીજી લહેરમાં રાજ્ય સરકારે તમામ મંદિરો અને પ્રવાસન ક્ષેત્રો પર પણ પ્રવાસીઓને પ્રવેશવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. ત્યારે હવે કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે દૂર થતાં આવતી કાલથી કેટલીક તકેદારી અને સાવચેતી સાથે મંદિર સહિત તમામ પ્રવાસન ક્ષેત્રોને શરતી મંજૂરી સાથે ખોલવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. જેના ભાગરૂપે આવતી કાલે ગિરનાર રોપ-વે પણ કાર્યરત બનતો જોવા મળશે.
આ પણ વાંચોઃ 90 દિવસમાં ગિરનાર રોપ વે મારફતે બે લાખથી વધુ લોકોએ કરી સફર
30 દિવસ કરતા વધુ સમયના વિરામ બાદ પ્રવાસીઓ માણી શકશે Girnar ropeway ની મજા
કોરોના સંક્રમણની બીજી લહેરને પગલે ગિરનાર રોપ-વે પાછલા એક મહિના કરતાં વધુ સમયથી બંધ જોવા મળતો હતો. ત્યારે હવે તે આવતી કાલે ફરી એક વખત પૂર્વવત બનતો જોવા મળશે. ત્યારે યાત્રિકો પ્રવાસનની સાથે ધાર્મિક સ્થાનોના પણ દર્શન કરી શકે તે હેતુ માટે ગિરનાર રોપ-વે ફરીથી કાર્યરત થઇ રહ્યો છે. જેને લઇને યાત્રિકો પણ હવે દેવસ્થાનોનાં દર્શનની સાથે રોમાંચકારી પર્યટનની પણ મજા Girnar ropeway ઉડન ખટોલા થકી મેળવતા જોવા મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગિરનાર રોપ-વે શરૂ થયા બાદ ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ રોપ-વેની મજા માણવા માટે સમગ્ર વિશ્વમાંથી આવતા હતાં. પરંતુ કોરોના સંક્રમણને કારણે પ્રવાસન ઉદ્યોગ પર બ્રેક લાગતાં ગિરનાર રોપવે માં પણ યાત્રિકોની સંખ્યા નહિવત જોવા મળતી હતી. હવે ફરી એક વખત કોરોનાનું સંક્રમણ ધીમું પડતાં રોપવે પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવી રહ્યો છે
આ પણ વાંચોઃ શિવરાત્રીના મેળાને રદ્દ થતાં તંત્ર દ્વારા ગિરનાર રોપ-વે રહેશે બંધ