ETV Bharat / city

ધીમે ધીમે સમજાવટથી પરિક્રમાર્થીઓ ભવનાથ તરફ પરત થઈ રહ્યા છે - ગિરનારની લીલી પરિક્રમા

ગિરનારની લીલી પરિક્રમા (girnar lili parikrama 2021)ને લઈને આજ સવારથી બપોરના ૨ વાગ્યા સુધી ભવનાથ તળેટી અને રૂપાયતન નજીક આવેલા પરિક્રમા પ્રવેશદ્વાર નજીક મોટી સંખ્યામાં પરિક્રમા કરવા માટે આવેલા પરિક્રમાર્થીઓનો જમાવડો જોવા મળતો હતો. વહેલી સવારથી જ પરિક્રમા કરવા માગતા ભાવિકો પરિક્રમા પથ પર જવા દેવાની જીદ પકડીને અડીંગો જમાવ્યો હતો, પરંતુ બપોરના બે કલાક સુધી મામલો થાળે પડ્યો અને ધીમે ધીમે પરિક્રમાર્થીઓ ભવનાથ તરફ પરત ફરી રહ્યા છે, જેને કારણે રૂપાયતન ગેટ નજીક પરિક્રમાર્થીઓની સંખ્યા નહીંવત્ જોવા મળી રહી છે.

ધીમે ધીમે સમજાવટથી પરિક્રમાર્થીઓ ભવનાથ તરફ પરત થઈ રહ્યા છે

author img

By

Published : Nov 14, 2021, 6:19 PM IST

Updated : Nov 14, 2021, 8:05 PM IST

  • પરિક્રમાર્થીઓ આખરે છ કલાકની સમજાવટ બાદ માન્યા
  • બે કલાક બાદ પરિક્રમાર્થીઓ પરિક્રમા રૂટ પરથી થયા રવાના
  • આજે રાત્રીના ૧૨ કલાકે પ્રતિકાત્મક પરિક્રમાનો થશે પ્રારંભ

જૂનાગઢ: ગરવા ગિરનારની લીલી પરિક્રમા (girnar lili parikrama 2021) કરવાને લઈને આજે વહેલી સવારથી જ ભવનાથ વિસ્તારમાં ભારે અફરાતફરીનું વાતાવરણ જોવા મળતુ હતું. બે હજાર કરતાં વધુ પરિક્રમાર્થી (girnar parikramarthi)ઓએ રૂપાયતન નજીક બનાવવામાં આવેલા પરિક્રમા પ્રવેશદ્વાર પર અડીંગો જમાવ્યો હતો અને પરિક્રમા પથ પર જવા દેવા માટેની જીદ પકડીને માર્ગ પર બેસી રહ્યા હતા. પરિક્રમાર્થીઓ અને પોલીસ કર્મચારીઓની વચ્ચે સતત વાટાઘાટો અને વિચાર વિમર્શ ચાલી રહ્યો હતો, ત્યારે બપોરના 2:00 કલાકે પરિક્રમાર્થીઓ ભવનાથ તરફ પરત ફરી રહ્યા છે, જેને કારણે રૂપાયતન નજીક પરિક્રમા પ્રવેશ દ્વાર હવે પરિક્રમાર્થીઓથી મુક્ત બનતો જોવા મળી રહ્યો છે.

રાત્રીના ૧૨ કલાકે પ્રતિકાત્મક પરિક્રમાનો થશે પ્રારંભ

આજે રાત્રે 12:00 પ્રતિકાત્મક પરિક્રમા કેજે માત્ર 400ની સંખ્યામાં સાધુ-સંતો દ્વારા કરવામાં આવશે તેનો શુભારંભ કરવામાં આવશે, પરંતુ જે પ્રકારે આજે વહેલી સવારથી જ પરિક્રમાર્થીઓએ પરિક્રમા રૂટ પર જવાની જીદ પકડી હતી તેમાં હવે ધીમે ધીમે સમાધાન થતું હોય તેવું લાગી રહ્યું છે અને હવે પરિક્રમા પર જવાની જીદ પકડેલા પરિક્રમાર્થીઓ ભવનાથમાં આવેલા મંદિરો અને ધાર્મિક સ્થાનોના દર્શન કરવા નીકળી પડ્યા છે જેને કારણે પરિક્રમા પ્રવેશદ્વાર જે રૂપાયતન નજીક બનાવવામાં આવ્યું છે તે હવે ધીમે ધીમે પરિક્રમાર્થિઓથી મુક્ત બનતો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: લીલી પરિક્રમાને મંજૂરી આપવા ભવનાથના સાધુસંતોએ કર્યો અનુરોધ, મુખ્યપ્રધાનને લખ્યો પત્ર

આ પણ વાંચો: માત્ર 400 સાધુ- સંતો ગિરનારની પ્રતિકાત્મક લીલી પરિક્રમામાં ભાગ લઈ શકશે, વિચાર વિમર્શ બાદ અંતે લેવાયો નિર્ણય

Last Updated : Nov 14, 2021, 8:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.