ETV Bharat / city

આ વ્યક્તિ 20 વર્ષથી બાળકીઓને કરાવે છે ભોજન પ્રસાદ - ભોજન

જૂનાગઢના ડેપ્યુટી મેયર ગીરીશ કોટેચા (girls food in Junagadh) પરિવાર દ્વારા આ વર્ષે પોતાના ઘરઆંગણે 21,000 બાળકીને ભોજન કરાવશે. ભોજન બાદ પ્રત્યેક બાળકીને ભેટ આપે છે. 20 વર્ષ પહેલા આવેલો વિચાર આજે વટવૃક્ષ બન્યો છે. ત્યારે શું છે આ રસપ્રદ વાત આવો જાણીએ. (Junagadh Kotecha family)

આ વ્યક્તિ 20 વર્ષથી બાળકીઓને ભોજન પ્રસાદ કરાવે છે, આ વર્ષે 21 હજાર બાળકી

author img

By

Published : Oct 8, 2022, 12:52 PM IST

જૂનાગઢ આગામી ત્રણ દિવસ સુધી ડેપ્યુટી મેયર ગીરીશ કોટેચા પરિવાર (girls food in Junagadh) દ્વારા નવરાત્રી દરમિયાન શહેરની 210 અને ગામડાઓની 40 મળીને કુલ 250 જેટલી પ્રાચીન ગરબીઓમાં ભાગ લીધેલી બાળકીઓ ત્રણ દિવસ સુધી કોટેચા પરિવારને આંગણે ભોજન કરશે. ભોજન બાદ પ્રત્યેક બાળકીને ભેટ આપીને તેમને પ્રોત્સાહિત કરવામાં આવશે. છેલ્લા 20 વર્ષથી આ પ્રકારની પરંપરા કોટેચા પરિવારના આંગણે ચાલતી આવી છે. (Navratri girls Food)

આગામી ત્રણ દિવસ સુધી 21 હજાર બાળકીઓ જુનાગઢના ડેપ્યુટી મેયરના ઘરે ગ્રહણ કરશે ભોજન

ત્રણ દિવસ સુધી 21 હજાર બાળકીઓને ભોજન આસપાસના સ્થાનિક ગરબી મંડળોમાં ભાગ લીધેલી બાળકીઓને છેલ્લા 20 વર્ષથી નવરાત્રી પૂર્ણ થયા બાદ 21 હજાર દીકરીઓને ત્રણ દિવસ સુધી ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ તમામ દીકરીને ભેટ આપીને તેને પ્રોત્સાહિત કરવાની પરંપરા 20 વર્ષથી સતત ચાલતી જોવા મળે છે. કોરોનાના બે વર્ષ દરમિયાન આ પરંપરાને બંધ રાખવામાં આવી હતી. જે આ વર્ષે ફરી એક વખત શરૂ કરવામાં આવી છે. જેમાં જૂનાગઢ શહેર અને ગામડાઓની પ્રાચીન ગરબી મંડળની બાળકીઓ આમંત્રિત કરવામાં આવી છે. (Junagadh Deputy Mayor Girish Kotecha)

બાળકીઓને ઘરઆંગણે ભોજન
બાળકીઓને ઘરઆંગણે ભોજન

20 વર્ષ પૂર્વેનો વિચાર આજે વટવૃક્ષ આજથી વીસેક વર્ષ પૂર્વે સામાજિક અગ્રણી ગિરીશ કોટેચા મોકરીયા પરિવાર દ્વારા આયોજિત પ્રાચીન ગરબી મંડળમાં ગયા હતા અને ત્યાંથી નવરાત્રીના તહેવાર બાદ દીકરીઓને ભોજન કરાવની પરંપરા શરૂ કરાઈ હતી. પ્રથમ વર્ષે એકમાત્ર ગરબી મંડળની દીકરીઓને ભોજન પ્રસાદ અને ભેટ આપીને પ્રોત્સાહિત કરાઈ હતી, પરંતુ આસપાસના ગરબી મંડળોની માંગને ધ્યાને રાખીને જુનાગઢ શહેરની 210 અને આસપાસના 40 ગામડાઓની પ્રાચીન ગરબીઓમાં ભાગ લેતી બાળકીઓને ભોજન પ્રસાદની સાથે પ્રોત્સાહિત ભેટ સોગાત આપવાની પરંપરા શરૂ થઈ. (girls Meals by Kotecha family)

કોટેચા પરિવાર દ્વારા બાળકીઓને ભોજન
કોટેચા પરિવાર દ્વારા બાળકીઓને ભોજન

પરિવારની મહિલાઓ દ્વારા બાળકીઓને કુમકુમ તિલક આજથી 20 વર્ષ પૂર્વે આવેલો વિચાર (Junagadh Kotecha family) આજે એક વટ વૃક્ષ બનીને દીકરીઓના માન સન્માન અને તેને આદર મળે તે માટે સતત આગળ વધી રહ્યો છે. જેમાં ખૂબ મોટી સંખ્યામાં ગરબામાં ભાગ લેનાર બાળકીઓ ભોજન ગ્રહણ કરે છે. જેને કોટેચા પરિવારની મહિલાઓ દ્વારા કુમકુમ તિલક દ્વારા આવકારીને તેના ચરણસ્પર્શ કરીને તેને પ્રેમપૂર્વક ભોજન ગ્રહણ કરાવી પરત તેમના ઘેર મોકલવામાં આવે છે. (Food for girls in Junagadh)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.