જૂનાગઢઃ રાજ્ય સરકારે વર્ષ 2022-23ના બજેટમાં (Gujarat Budget 2022) ગૌશાળા, પાંજરાપોળ અને રખડતાં ઢોરના સમસ્યામાંથી મુક્તિ આપવા માટે અનુક્રમે 500 અને 200 કરોડ રૂપિયાની યોજનાની (Gaumata Poshan Yojana) જાહેરાત કરી હતી. આ યોજના અંગે ETV Bharatની ટીમે જૂનાગડમાં પાંજરાપોળ અને ગૌશાળામાં રિયાલિટી ચેક (ETV Bharat reality check in Junagadh) કર્યું હતું. તે દરમિયાન જાણવા મળ્યું હતું કે, ગૌશાળા અને પાજરાપોળના સંચાલકો સરકારની આ યોજનાને શંકાની નજરથી (Gaushala Provision in Budget) જોઈ રહ્યા છે.
આ પણ વાંચો- Gaumata Poshan Yojana Gujarat: કોરોનાકાળમાં દયનીય બની સુરત પાંજરાપોળની સ્થિતિ, ગૌમાતા પોષણ યોજનાથી થશે રાહત
સરકાર માત્ર જાહેરાત કરે છે મદદ નથી મળતીઃ ગૌશાળા સંચાલકો
બીજી તરફ મોટા ભાગના ગૌશાળાના સંચાલકો સરકારની જાહેરાતને (Gaushala Provision in Budget) સારી ગણાવી રહ્યા છે, પરંતુ પાછલા વર્ષોનો ઈતિહાસ જઈએ તો રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે બજેટમાં (Gujarat Budget 2022) ગૌશાળા અને પાંજરાપોળના નિભાવ માટે અનેકવિધ જાહેરાતો કરે છે, પરંતુ તે જાહેરાત પૈકીની આર્થિક સહાયના રૂપમાં સરકારી ચોપડે નોંધાયેલી ગૌશાળા અને પાંજરાપોળને એક પણ રૂપિયો મળતો નથી. તેને લઈને ગૌશાળા સંચાલકો અને પાંજરાપોળના ટ્રસ્ટીઓ આ વર્ષે રાજ્ય સરકારે જાહેર કરેલી ગૌશાળા અને પાજરાપોળ યોજનાને દર વર્ષની માફક આ વર્ષે પણ શંકાની (Gaushala Provision in Budget) નજરથી જોઈ રહ્યા છે.
રાજ્ય સરકારે જાહેર કરી છે પ્રતિ પશુદીઠ 25 રૂપિયાની આર્થિક સહાય
કેટલાક વર્ષો પૂર્વે રાજ્ય સરકારે ગૌશાળા અને પાંજરાપોળ કે જેનું રજિસ્ટ્રેશન સરકારી ચોપડે નોંધાયું છે અને આવી ગૌશાળા અને પાંજરાપોળમાં રહેલા પશુઓની સંખ્યા સરકારના હિસાબમાં છે. તેવા તમામ પશુઓને રખાવ માટે દૈનિક ધોરણે 25 રૂપિયા જેટલી આર્થિક સહાય રાજ્ય સરકાર આપી રહી છે, પરંતુ કોરોના કાળમાં રાજ્ય સરકારે ગૌશાળા અને પાંજરાપોળને પ્રતિ પશુદીઠ 25 રૂપિયાની આર્થિક સહાય ચૂકવી છે. આ સિવાયના આગળના વર્ષમાં સરકારી યોજના (Gaushala Provision in Budget) કાર્યાન્વિત હતી, પરંતુ કોઈપણ ગૌશાળા કે પાંજરાપોળને એક પણ રૂપિયાની આર્થિક સહાય પાંજરાપોળ ગૌશાળામાં રહેલા પશુઓના નિભાવ (Gaushala Provision in Budget) માટે આપી નથી.
સરકારની આર્થિક સહાય ખૂબ જ ઓછી છે
કોરોના કાળમાં પશુના નિભાવ માટે રાજ્ય સરકારે 25 રૂપિયાની આર્થિક સહાય ત્રણ મહિના પૂરતી આપી છે. હવે જ્યારે બજેટમાં ગૌશાળા અને પાંજરાપોળના વિકાસને લઈને 500 કરોડ રૂપિયાની યોજના (Gaushala Provision in Budget) બનાવી છે ત્યારે 25 રૂપિયા જેટલી જેટલી પ્રત્યેક પશુના નિભાવ સહાય ખૂબ ઓછી માનવામાં આવે છે. આજના દિવસોમાં પ્રતિ પશુદીઠ ગૌશાળા અને પાંજરાપોળને એક દિવસનો ઓછામાં ઓછો 100 રૂપિયાનો ખર્ચ થાય છે. આવી પરિસ્થિતિમાં રાજ્ય સરકાર 25 રૂપિયા પ્રતિ પશુદીઠ નિભાવ ખર્ચ આપી રહી છે. તેને બિલકુલ મામૂલી ગણાવીને પાંજરાપોળના સંચાલકો આ રકમમાં વધારો થાય તેવી માગ કરી રહ્યા છે.