ETV Bharat / city

જૂનાગઢના લોકગાયક સબીર ચોરવાડાએ ગણેશજીની સ્થાપના કરી કોમી એખલાસનું વાતાવરણ બનાવ્યું - જૂનાગઢમાં કોમી એખલાસનું વાતાવરણ

જૂનાગઢમાં વિવિધ તહેવારો ઉજવાય ત્યારે અહીં કોમી એખલાસના દ્રશ્યો પણ સામે આવે છે. જે પ્રકારે અહીંના જાણીતા લોકગાયક સબીર ચોરવાડાએ ગણેશ સ્થાપના કરીને પૂજન વગેરેમાં ભાગ લઇ રહ્યાં છે તેને લઇને આસપાસમાં કોમી એખલાસ મજબૂત બની રહ્યો છે. Ganesh Chaturthi 2022 , Junagadh Folk singer Sabir Chorwada , Ganesh Murti Sthapna by muslim

જૂનાગઢના લોકગાયક સબીર ચોરવાડાએ ગણેશજીની સ્થાપના કરી કોમી એખલાસનું વાતાવરણ બનાવ્યું

author img

By

Published : Aug 31, 2022, 3:36 PM IST

જૂનાગઢ આજે ગણેશ ચતુર્થીનું પાવન પર્વ છે ત્યારે આજના દિવસે જૂનાગઢ શહેરમાં વિવિધ સ્થળો પર ગણપતિ મહારાજની પૂજા અને સ્થાપન કરવામાં આવી રહ્યું છે. ત્યારે જૂનાગઢમાં કોમી એકતાના પ્રતીક સ્વરૂપે ગણપતિ મહારાજની સ્થાપના કરવામાં આવી છે. લોકગાયક સબીર ચોરવાડા દ્વારા ગણપતિ મહારાજનું સ્થાપન અને પૂજન કરી કોમી એકતાના દર્શન કરાવાયાં છે.

લોકગાયક સબીર ચોરવાડા દ્વારા ગણપતિ મહારાજનું સ્થાપન અને પૂજન કરી કોમી એકતાના દર્શન કરાવાયાં

જૂનાગઢમાં કોમી એખલાસનું વાતાવરણ જૂનાગઢની ઇન્દ્રપ્રસ્થ સોસાયટી અને સફલ રેસીડેન્સી દ્વારા ગણપતિ ઉત્સવનું આયોજન થયું છે. અહીં જૂનાગઢના લોકગાયક સબીર ચોરવાડાએ ગણપતિ મહારાજની પ્રતિમાનું સ્થાપન કરી કોમી એખલાસનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. સબીર ચોરવાડા મુસ્લિમ દ્વારા ગણેશ સ્થાપના જ નહીં, હિન્દુ ધર્મના તહેવારોમાં કોમી એકતાનું વાતાવરણ વધુ મજબૂત બને તે માટે ઘણાં વર્ષથી નવરાત્રી અને ગણપતિ મહોત્સવમાં ખૂબ જ ધાર્મિક આસ્થા સાથે ભાગ લેતા હોય છે. ગણપતિ પ્રતિમાના સ્થાપન બાદ સબીરભાઈ ગણપતિ મહારાજની આરતી સહિત તમામ ધાર્મિક વિધિમાં પોતે ખૂબ જ આસ્થા સાથે ભાગ લેતા જોવા મળ્યા હતાં.

આ પણ વાંચો કોમી એકતાનું આદર્શ ઉદાહરણ, જૂનાગઢના શબ્બીરભાઈએ ઘરમાં માતાજીનું સ્થાપન કરીને પૂજા કરી

6 તારીખ સુધી ધાર્મિક કાર્યક્રમનું આયોજન અહીં આગામી 6 તારીખ ને મંગળવાર સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન પણ કરાયું છે. તેમાં પણ લોકગાયક સબીરભાઈ ચોરવાડા સતત જોવા મળશે. આજથી શરૂ થયેલા ધાર્મિક કાર્યક્રમોમાં રોજ બટુક ભોજનની સાથે લોક ડાયરો હનુમાન ચાલીસા સુંદરકાંડના પાઠ જેવા અનેક ધાર્મિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો રંગબેરંગી 51થી વધુ પ્રકારના મોદકની રેસીપી વિશે જાણો

સર્વધર્મ સમભાવનું વાતાવરણ બને તેવો આશય સબીરભાઈ ચોરવાડા જૂનાગઢમાં હિન્દુ મુસ્લિમ કોમી એકતાના પ્રતીક તરીકે પણ ઓળખાઈ રહ્યા છે. વર્તમાન સમયમાં ધર્મ અને જ્ઞાતિના નામે વેરઝેર ફેલાઈ રહ્યું છે. આવી પરિસ્થિતિમાં લોકો તમામ ધર્મના જ્ઞાતિ અને જાતિના ભેદભાવો તોડીને સર્વધર્મ સમભાવ અને કોમી એકતાના વાતાવરણ તરફ પરત ફરે તેવા ઉમદા આશય સાથે આવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાઈ રહ્યું છે. Ganesh Chaturthi 2022 , Junagadh Folk singer Sabir Chorwada , Ganesh Murti Sthapna by muslim , Ganesh Chaturthi in Junagadh 2022 જૂનાગઢના લોકગાયક સબીર ચોરવાડા ,સબીર ચોરવાડાએ ગણેશજીની સ્થાપના કરી , જૂનાગઢમાં કોમી એખલાસનું વાતાવરણ , મુસ્લિમ દ્વારા ગણેશ સ્થાપના

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.