જૂનાગઢઃ મંગળવારના રોજ અનંત ચતુર્થીના દિવસે દુંદાળા દેવ ગણપતિ માર ધાર્મિક આસ્થા અને પૂજન વિધિ બાદ આવતા વર્ષે વહેલા પધારવાના આમંત્રણ સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું. પ્રાચીનકાળમાં મહર્ષિ વેદ વ્યાસ દ્વારા ગણપતિને મહાભારત સંભળાવવામાં આવતી હતી. આ સમય દરમ્યાન ગણપતિ મહારાજ મહાભારત સાંભળવાની સાથે તેનો લેખિતમાં હસ્તરોપણ કરી રહ્યા હતા, દસ દિવસ સુધી સતત અને એકધારા મહાભારતના શ્રવણ અને લેખનમાં ગણપતિનું તાપમાન ખૂબ વધી ગયું હતું.
![10 દિવસ સુધી ધાર્મિક વિધિવિધાન સાથે પૂજન અર્ચન કર્યા બાદ દુંદાળા દેવને હર્ષભેર વિદાય અપાઈ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jnd-02-ganpati-vis-01-byte-01-pkg-7200745_01092020192355_0109f_02898_79.jpg)
ત્યારે તેમને રાહત મળે તેવા આશય સાથે તેમના સમગ્ર શરીર પર માટીનો લેપ કરીને તેમને પવિત્ર જળમાં સ્નાન કરાવવામાં આવ્યું હતું. જેથી ગણપતિનું તાપમાન પૂર્વવત બન્યું હતું, ત્યાંથી ગણેશ ચતુર્થીના દિવસે માટીના ગણેશ સ્થાપન કરવાની અને અનંત ચતુર્થીના દિવસે તેમને પવિત્ર જળમાં સ્નાન કરવાની પરંપરા આજે પણ જળવાઈ રહી છે.
![10 દિવસ સુધી ધાર્મિક વિધિવિધાન સાથે પૂજન અર્ચન કર્યા બાદ દુંદાળા દેવને હર્ષભેર વિદાય અપાઈ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jnd-02-ganpati-vis-01-byte-01-pkg-7200745_01092020192355_0109f_02898_245.jpg)
જૂનાગઢની કેટલીક મહિલાઓએ પણ માટીમાંથી ગણપતિનું નિર્માણ કર્યું હતું અને ગણેશ ચતુર્થીના દિવસે સ્થાપન કર્યું હતું. દસ દિવસ સુધી વિઘ્નહર્તા દેવની ભારે ધાર્મિક આસ્થા સાથે પૂજન વિધિ કરવામાં આવી હતી અને અનંત ચતુર્થીના દિવસે બાપાનું આવતા વર્ષે વહેલા પધારવાના નિમંત્રણ સાથે તેમને વિદાય આપવામાં આવી હતી.
![10 દિવસ સુધી ધાર્મિક વિધિવિધાન સાથે પૂજન અર્ચન કર્યા બાદ દુંદાળા દેવને હર્ષભેર વિદાય અપાઈ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jnd-02-ganpati-vis-01-byte-01-pkg-7200745_01092020192355_0109f_02898_791.jpg)
આ સમગ્ર કાર્યક્રમમાં મહિલાઓએ કોરોના સંક્રમણથી સમગ્ર વાતાવરણ શુદ્ધ અને સાત્વિક બને તે માટે દસ દિવસ સુધી દુંદાળા દેવને વિશેષ અરજ કરી હતી અને વિદાયના સમયે માસ્ક પહેરીને બાપાને ભાવભેર વિદાય આપી હતી.