જૂનાગઢઃ ગત 2 દિવસથી અદ્ભુત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં કેટલાક સિંહો નદી કાંઠે આવીને કતારબંધ બેસી પાણી પીઈ રહ્યા છે. આ વીડિયો લોકોની વાહવાહી મેળવી રહ્યો છે. જેથી સોમવારે વન વિભાગે સ્પષ્ટતા કરી છે. જેમાં તેમણે વીડિયો આફ્રિકાનો જણાવ્યો છે.

વીડિયોમાં સિંહો અને આસપાસનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, તે આફ્રિકાના કોઈ વિસ્તારમાં હોવાનું વન વિભાગ માની રહ્યું છે. આ વીડિયોમાં જોવા મળતા સિંહો આફ્રિકા તરફના હોવાનું જણાઈ આવે છે. કારણ કે, આ સિંહો એશિયાઈ સિંહો કરતાં અલગ જોવા મળે છે.