ETV Bharat / city

Foreign tour of Junagadh students: કૃષિ પદ્ધતિ અને ટેક્નોલોજીની તાલીમ લેવા કૃષિ કોલેજના 15 વિદ્યાર્થીઓ વિદેશ જશે - Training in agricultural methods and technology

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની (Junagadh Agricultural University) કૃષિ કોલેજમાં અભ્યાસ કરતા 15 જેટલા વિદ્યાર્થીઓને વિદેશ જવાની તક મળી છે. આ વિદ્યાર્થીઓ તાલીમ મેળવવા અમેરિકા, દુબઈ, ઈઝરાયેલ, જેરુસલેમ, થાઈલેન્ડ જશે. વિદ્યાર્થીઓ કૃષિલક્ષી સંશોધન અને તાલીમ માટે વિદેશમાં 3 મહિના સુધી કૃષિ ક્ષેત્રમાં આવનારી નવી ટેક્નોલોજી (Training in agricultural methods and technology) અંગે માર્ગદર્શન મેળશે. અત્યારે 15 વિદ્યાર્થીઓ વિદેશ (Foreign tour of Junagadh students) જવાની તૈયારી કરી રહ્યા છે.

Foreign tour of Junagadh students: કૃષિ પદ્ધતિ અને ટેક્નોલોજીની તાલીમ લેવા કૃષિ કોલેજના 15 વિદ્યાર્થીઓ વિદેશ જશે

author img

By

Published : Dec 1, 2021, 4:04 PM IST

  • જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના 15 વિદ્યાર્થીઓ વિદેશમાં મેળવશે તાલીમ
  • વિદ્યાર્થીઓ અમેરિકા, દુબઈ, ઈઝરાયેલ, થાઈલેન્ડ અને જેરુસલેમ દેશમાં કૃષિલક્ષી તાલીમ મેળવશે
  • વિદ્યાર્થીઓ 3 મહિના સુધી વિદેશમાં રોકાઈને ત્યાંની કૃષિ પદ્ધતિ અને ટેક્નોલોજીનું મેળવશે જ્ઞાન

જૂનાગઢઃ કૃષિ યુનિવર્સિટીના (Junagadh Agricultural University) કૃષિ કોલેજમાં અભ્યાસ કરતા 15 જેટલા વિદ્યાર્થીઓ (Foreign tour of Junagadh students) અમેરિકા, દુબઈ, ઈઝરાયલ, જેરુસલેમ, થાઈલેન્ડ જશે. અહીં તેઓ કૃષિલક્ષી સંશોધન અને તાલીમ મેળવશે.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના 15 વિદ્યાર્થીઓ વિદેશમાં મેળવશે તાલીમ

વિદ્યાર્થીઓ કૃષિ ક્ષેત્રની નવી ટેક્નોલોજીથી અવગત થશે

વિદ્યાર્થીઓ વિદેશમાં 3 મહિના સુધી અલગ-અલગ કૃષિલક્ષી સંશોધન કેન્દ્રમાં હાજરી આપીને કૃષિક્ષેત્રે થતાં સંશોધનો અને કૃષિક્ષેત્રમાં આવનારી નવી ટેક્નોલોજીને લઈને માર્ગદર્શન (Training in agricultural methods and technology) મેળવશે. 15 વિદ્યાર્થીઓ હાલ વિદેશ જવાની તૈયારી કરી રહ્યા છે અને આગામી 3 મહિના સુધી વિદેશમાં રહીને કૃષિલક્ષી તાલીમનો ગહન અભ્યાસ કરીને તેને ભારતમાં કઈ રીતે અમલમાં મૂકી શકાય. તેની વિશેષ તાલીમ મેળવીને પરત ફરશે. ત્યારબાદ તેમના દ્વારા થયેલા સંશોધનને કૃષિલક્ષી ક્ષેત્રમાં અમલવારી કરવાને લઈને નવો માર્ગ ખૂલતો જોવા મળશે.

આ પણ વાંચો- જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં વિકસાવામાં આવી રહ્યા છે નાળીયેરીના હાઈબ્રિડ બિયારણ

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના (Junagadh Agricultural University) 15 વિદ્યાર્થીઓ આગામી ત્રણ મહિના સુધી અમેરિકા, દુબઈ, ઈઝરાયેલ, થાઈલેન્ડ અને જેરુસલેમ જેવા દેશમાં જઈ તાલીમ મેળવશે. અહીં રોકાણ કરીને ત્યાંની કૃષિ પદ્ધતિ અને ખેતીક્ષેત્રે થઈ રહેલા નવા સંશોધનો અને ટેક્નોલોજી, સફળ મશીનરીનો ગહન અભ્યાસ કરશે. આ વિદ્યાર્થીઓ તેમની વિદેશ તાલીમ અંગે ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. તેમની તાલીમ પાછળનો સમગ્ર ખર્ચ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી (Junagadh Agricultural University) ઉઠાવશે. વિશ્વ બેન્ક અને આઈસીએઆર (ICAR) દિલ્હી દ્વારા વિદેશમાં વિદ્યાર્થીઓને કૃષિલક્ષી તાલીમ મેળવવા અંગે જે કાર્યક્રમ ચાલી રહ્યો છે. તેના ભાગરૂપે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના 15 વિદ્યાર્થીઓ વિદેશમાં તાલીમ મેળવવા (Training in agricultural methods and technology) માટે જઈ રહ્યા છે.

વિદ્યાર્થીઓ 3 મહિના સુધી વિદેશમાં રોકાઈને ત્યાંની કૃષિ પદ્ધતિ અને ટેક્નોલોજીનું મેળવશે જ્ઞાન

આ પણ વાંચો- જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીએ ખેડૂતો માટે યોજ્યો ઓનલાઇન સેમિનાર

વિદ્યાર્થીઓ વિશ્વમાં થતાં કૃષિ સંશોધનોની મેળવશે માહિતી

આ વિદ્યાર્થીઓ વિશ્વના 5 દેશોમાં કૃષિક્ષેત્રમાં થઈ રહેલા સંશોધનની નવીનતમ જાણકારી મેળવવા માટે જઈ રહ્યા છે. ભારત જેવા બહુવસતી ધરાવતા દેશમાં કૃષિ સંશોધનને અંગે હવે નવા આયામો ખોલવા પડે તેવી પરિસ્થિતિ છે. એક તરફ જમીન પ્રદૂષિત થઈ રહી છે. બીજી તરફ કૃષિ પેદાશોનું ઉત્પાદન ઘટી રહ્યું છે. કૃષિ પાકોમાં આવતી જીવાત પણ ખેડૂતો માટે માથાનો દુખાવો બની રહી છે. આવી પરિસ્થિતિમાં વસ્તીની દૃષ્ટિએ વિશ્વના સૌથી બીજા મોટા દેશ ભારત માટે કૃષિ સંશોધન હવે અનિવાર્ય (Agricultural research is essential for India) બનતું જાય છે. લોકોની જરૂરિયાતની સામે કૃષિ પાકોનું ઉત્પાદન ઘટતું જાય છે. ત્યારે આવી પરિસ્થિતિમાં કૃષિ સંશોધન ક્ષેત્રે વિદેશમાં જે સફળ તમામ કામગીરી થઈ છે. તેનો તલસ્પર્શી અભ્યાસ કરવા માટે આ વિદ્યાર્થીઓ વિદેશ જઈ રહ્યા છે.

વિદેશમાં કૃષિ ક્ષેત્રમાં સિંચાઇને લઈને પણ મહત્વપૂર્ણ સંશોધનો વિદ્યાર્થીઓ કરશે અભ્યાસ

ભારતમાં મોટા ભાગે ચોમાસુ ખેતી થતી હોય છે.ય ત્યારબાદ શિયાળુ અને ખૂબ જ ઓછા વાવેતર વિસ્તારમાં ઉનાળુ ખેતીનું આયોજન થતું હોય છે. તેવામાં ખેતીમાં પાણીનું સુચારૂં અને ટેક્નોલોજીના માધ્યમથી ઉપયોગ કરીને ત્રણ ઋતુ દરમિયાન ઋતુને અનુકૂળ ખેતી પાકો લઈ શકાય તેવા પાણીના સંચય અને પિયત પદ્ધતિને લઈને પણ આ વિદ્યાર્થીઓ ખાસ અભ્યાસ કરશે. ઈઝરાયેલ જેવા દેશનો આજે પણ વોટર હાર્વેસ્ટિંગને (Water harvesting in Israel) લઈને સમગ્ર વિશ્વમાં ડંકો વાગે છે ત્યારે ભારતમાં ખૂબ પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડે છે, પરંતુ વોટર હાર્વેસ્ટિંગનો યોગ્ય અભ્યાસ અને પદ્ધતિ ખાસ અમલમાં નહીં હોવાથી વરસાદી પાણી વ્યર્થ જાય છે. આવી પરિસ્થિતિમાં વરસાદી પાણીનું પડેલું એક ટીપું કૃષિ ક્ષેત્રને કઈ રીતે ઉપયોગી બની શકે. તેને લઈને પણ વિદ્યાર્થીઓ વિદેશના કૃષિ તજજ્ઞો અને ટેક્નોલોજીનો અભ્યાસ કરીને આપણા વિસ્તારમાં આ ટેક્નોલોજી અને સંશોધનનો કઈ રીતે સુચારું ઉપયોગ કરી શકાય તેને લઈને ખાસ અભ્યાસ (Training in agricultural methods and technology) કરશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.