જૂનાગઢ: પાછલા કેટલાક વર્ષોથી ચોમાસા દરમિયાન ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં વાવાઝોડાની વિપરીત પરિસ્થિતિઓ ઊભી થઈ રહી છે. સૌથી મોટી અસર માછીમારી ઉદ્યોગ અને માછીમારોને (Fishermen relief package) થતી હોય છે. રાજ્ય સરકાર દ્વારા વાવાઝોડા બાદ રાહત પેકેજ જાહેર થાય છે, પરંતુ આ રાહત પેકેજ સરકારથી નીકળીને માછીમાર સુધી પહોંચતું નથી જેને લઇને (Fishing industry)વેરાવળના માછીમારોએ સરકાર સામે વેધક સવાલો ઉભા કર્યા છે.
સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં એક કરતાં વધારે વાવાઝોડાની શક્યતા - પાછલા કેટલાક વર્ષોના ઈતિહાસ પર નજર કરીએ તો બહુ સ્પષ્ટ જોવા મળે છે કે ચોમાસા દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં એક કરતાં વધારે વાવાઝોડાની શક્યતાઓ ઊભી થાય છે. જે પૈકીના કેટલાક વાવાઝોડાઓ અપેક્ષાકૃત દરિયાકાંઠાના વિસ્તારોને નુકસાન કરી જાય છે. ગત વર્ષે આવેલા તોકતે વાવાઝોડા બાદ દરિયાકાંઠાના વિસ્તારો અને ખાસ કરીને માછીમાર ઉદ્યોગ અને માછીમાર સમાજ તેમજ તેમના પરિવારને શારીરિક માનસિક અને આર્થિક રીતે ખુબજ નુકશાન પહોંચાડી રહ્યું છે.
આ પણ વાંચોઃ 500 કરોડના વાવાઝોડા કૃષિ રાહત પેકેજની જાહેરાત સામે ગીર સોમનાથના ખેડૂતોનો અસંતોષનો સૂર
વાવાઝોડા બાદ જાહેર કરાયેલું રાહત પેકેજ - વાવાઝોડું આવ્યા બાદ રાજ્ય સરકાર નુકસાનીનો સર્વે કરીને વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોને રાહત પેકેજ જાહેર કરતી હોય છે. સરકારની જાહેરાત મુજબનું રાહત પેકેજ માછીમારો સુધી હજુ પહોંચ્યું નથી આવો વેધક સવાલ વેરાવળના માછીમારો કરી રહ્યા છે અને સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે કે વાવાઝોડા બાદ જાહેર કરાયેલું માછીમાર સમાજ માટેનું રાહત પેકેજ ક્યાં ફૂંકાઇ ગયું છે તેની જાણકારી માછીમાર સમાજને આપવામાં આવે તેવી વિનંતી કરી છે.
પાછલા કેટલાક વર્ષોથી માછીમારી ઉદ્યોગ સંકટમાં - પાછલા કેટલાક વર્ષોથી માછીમારી ઉદ્યોગ ખૂબ જ સંકટમાં જોવા મળે છે. સતત વધી રહેલા ડીઝલના ભાવ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી રાહત મૃગજળ સમાન બને છે. પાકિસ્તાન દ્વારા ભારતીય માછીમારોને દરિયામાંથી પકડી પાડીને મહામૂલી બોટ અને માછીમારોને પાકિસ્તાનની જેલમાં ગોંધી રાખી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે માછલીઓની નિકાસમાં વિદેશના વેપારીઓ દ્વારા સ્થાનિક માછીમાર ઉદ્યોગકારોને સમય રહેતા ચૂકવણું થતું નથી.
સરકાર તરફ આશાની નજરે જોઈ રહ્યા - તેમજ સ્થાનિક માછીમાર ઉદ્યોગકારો કોલ્ડ સ્ટોરેજથી લઈને માછલીઓને વિદેશમાં મોકલવાના સુધીની તમામ પ્રક્રિયા મોંઘવારીને કારણે દિવસેને દિવસે ખર્ચાળ બની રહી છે. અધૂરામાં પૂરું દર વર્ષે વાવાઝોડા દરિયામાં વિનાશ કરતા જોવા મળે છે આવી વિપરીત પરિસ્થિતિ વચ્ચે માછીમાર સમાજ અને ઉદ્યોગ દરિયાના મોજાની વચ્ચે વમળમાં ફસાયેલો જોવા મળી રહ્યો છે. ગત વર્ષે પણ આજ પરિસ્થિતિ જોવા મળી જેને કારણે માછીમારી સીઝન બે મહિના કરતાં વધુ સમય પૂર્વે બંધ કરવાની ફરજ પડી આવી પરિસ્થિતિમાં ઉદ્યોગકારો રાજ્ય સરકાર તરફ ખુબ જ આશાની નજરે જોઈ રહ્યા છે.