ETV Bharat / city

Fertilizer price hike 2022 : ઈફ્કો ચેરમેન દિલીપ સંઘાણીએ ભાવવધારા માટે આયાતને જવાબદાર ઠરાવી

પોટાશ ખાતરમાં થયેલા અસહ્ય ભાવવધારા પર ઈફ્કો ચેરમેન દિલીપ સંઘાણીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે પોટાશ આયાતી હોવાને કારણે ભાવમાં વધારો (Fertilizer price hike 2022) થયો છે.

Fertilizer price hike 2022 :  ઈફ્કો ચેરમેન દિલીપ સંઘાણીએ ભાવવધારા માટે આયાતને જવાબદાર ઠરાવી
Fertilizer price hike 2022 : ઈફ્કો ચેરમેન દિલીપ સંઘાણીએ ભાવવધારા માટે આયાતને જવાબદાર ઠરાવી
author img

By

Published : Jan 3, 2022, 6:56 PM IST

જૂનાગઢઃ વર્ષ 2022નો સૂર્યોદય ખેડૂતો માટે નવી ચિંતા લઈને આવ્યો છે. વર્ષના પ્રારંભના દિવસોએ રાસાયણિક ખાતર પોટાશના ભાવો અંદાજિત 600 રૂપિયા કરતાં વધુનો ભાવવધારો ઝીંકી દેવામાં આવ્યો છે. સમગ્ર મામલાને લઈને ઇફકોના ચેરમેન અને સહકારી અગ્રણી દિલીપ સંઘાણીએ માધ્યમોને ભાવ વધારાને (Fertilizer price hike 2022 ) લઇને માહિતી આપતા જણાવ્યું હતું કે આપણા દેશમાં પોટાસ 100 ટકા આયાતી ખાતર છે. જેને લઇને વૈશ્વિક બજારોના વલણો અને તેમાં થતાં ફેરફારો આધારિત આપણાં દેશમાં પોટાશની કિંમત નિર્ધારણ થતી હોય છે. ત્યારે આ ભાવવધારો આંતરરાષ્ટ્રીય પરિબળોને (Potash imports 2022) કારણે થયો છે એવું નિવેદન ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ (IFFCO chairman Dilip Sanghani) આપ્યું છે.

આંતરરાષ્ટ્રીય પરિબળો જવાબદારઃ સંઘાણી

સંઘાણીએ કહ્યું કે આપણા દેશમાં પોટાશ સંપૂર્ણપણે આયાત કરવામાં આવે છે. પોટાશનું ઉત્પાદન આપણા દેશમાં આજદિન સુધી થયું નથી. ત્યારે પોટાશમાં થઈ રહેલા ભાવવધારા પાછળ વૈશ્વિકસ્તરના બજારો અને તેના ઉત્પાદનની સાથે વિશ્વના દેશોમાં પોટાશની માગ અને તેના પુરવઠાના સમપ્રમાણમાં ભાવોમાં વધઘટ જોવા મળતી હોય છે. ત્યારે વર્તમાન સમયમાં થયેલો ભાવવધારો (Fertilizer price hike 2022 ) આંતરરાષ્ટ્રીય પરિબળોને કારણે થયો છે તેવું ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી (IFFCO chairman Dilip Sanghani) માની રહ્યાં છે.

સંઘાણીએ ખેડૂતોને નેનો યુરીયાનો ઉપયોગ કરવા સૂચન પણ કર્યું

પ્રતિ ટન દીઠ 980 ડોલર ભાવ

દિલીપ સંઘાણીએ (IFFCO chairman Dilip Sanghani)જણાવ્યું હતું કે ગત વર્ષ 2021માં ખાતર બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા પોટાશનો ભાવ પ્રતિ ટન દીઠ 300 ડોલર હતો. જે વર્ષ 2022માં વધીને 980 ડોલર પર (Potash imports 2022) પહોંચી ગયો છે જેને કારણે પોટાશ અને પોટાશથી બનતા રાસાયણિક ખાતરોના ભાવોમાં એકાએક અસહ્ય વધારો થયો છે. વાત પોટાશની પ્રતિ એક બોરીના ભાવોની કરીએ તો વર્ષ 2021ના એપ્રિલ મહિનામાં એક બોરીની કિંમત 850 રૂપિયા ભારતીય બજારોમાં હતી, જે વર્ષ 2022ના જાન્યુઆરી મહિનામાં તોતિંગ કહી શકાય તેવા 1700 રૂપિયા પ્રતિ બોરીના ભાવ (Fertilizer price hike 2022 ) પર પહોંચી ગઈ છે જે ખેડૂતોને કમર તોડી રહી છે. કેન્દ્ર સરકારે વર્ષ 2022માં જગતના તાતની આવક બમણી થવાનો વાયદો કર્યો હતો, પરંતુ ખેડૂતોની આવક બમણી થવાની જગ્યા પર ઊલટાનું જાવક ચાર ગણી વધી ગઈ છે. આવી પરિસ્થિતિમાં જગતનો તાત નવા વર્ષના પ્રથમ દિવસે જ ભારે વિમાસણમાં મૂકાયો છે.

આ પણ વાંચોઃ ખેડૂતોના હિતમાં જ બનેલા ત્રણેય કૃષિ કાયદાઓને આજે પણ હું આવકારું છુંઃ દિલીપ સાંઘાણી

સંઘાણીનું ખેડૂતોને સૂચનઃ નેનો યુરીયા વાપરીને કરો ઓર્ગેનિક ખેતી

પોટાશના ભાવવધારાને આંતરરાષ્ટ્રીય બજારોની દેન ગણાવીને દિલીપ સંઘાણીએ (IFFCO chairman Dilip Sanghani) દેશના ખેડૂતોને ઓર્ગેનિક ખેતી કરવા તરફ આગળ વધવાનું સૂચન કર્યું છે. ઓર્ગેનિક ખેતીથી જમીનની સાથે સાથે પાકની ગુણવત્તા અને ઉત્પાદિત થતી તમામ કૃષિ પેદાશો આરોગ્યપ્રદ હોવાનું તેઓ માની રહ્યાં છે અને જણાવી રહ્યાં છે કે iffco દ્વારા નિર્મિત નેનો યુરીયા પ્રવાહી (Nano Urea Natural Farming) પ્રત્યેક ખેડૂતો ઉપયોગ કરે તો 500 એમએલ પ્રવાહી નેનો યુરિયા 50 કિલો યુરિયા ખાતર બરાબર કામ આપે છે. સાથે સાથે તેનો વપરાશ જમીનની ગુણવત્તાની સાથે કૃષિ પેદાશોની ગુણવત્તામાં પણ કોઇ પ્રકારનું નુકસાન થતું નથી જેના કારણે ખેડૂત ખૂબ મોંઘા થઈ રહેલા રાસાયણિક ખાતરોના ભાવ વધારાથી (Fertilizer price hike 2022 ) બચી શકે છે. દિલીપ સંઘાણી એ માધ્યમોને માહિતી આપતા જણાવ્યું હતું કે હાલ યુરિયાની એક બોરી ખેડૂતોને 270 રૂપિયાની આસપાસ પડે છે. આ યુરિયાની એક બોરીનું ઉત્પાદન કેન્દ્રની સરકારને 4 હજારની આસપાસ ઉત્પાદન ખર્ચ લાગે છે. કેન્દ્ર સરકાર અને રાજ્યોની સરકારો મળીને 3700 જેટલી સબસિડી યુરિયા ખાતરની પ્રતિ એક બોરીમાં જગતના તાતને આપી ને તેમનાથી બનતી તમામ શક્ય મદદ વર્તમાન સમયમાં કરી રહી છે.

આ પણ વાંચોઃ અમરેલી જીલ્લાના ખેડૂતો વડાપ્રધાન સાથે છેઃ દિલીપ સંઘાણી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.