ચાલુ વર્ષે કેશોદ તાલુકામાં 50 ઈંચથી વધુ વરસાદ થયો છે. જેથી વધુ વરસાદના પગલે અનેક વિસ્તારોમાં હાલમાં પણ ખેતરોમાં પાણી ભરાયેલાં હોવાથી મગફળીનો પાક નિષ્ફળ ગયો છે. જ્યારે અન્ય વિસ્તારોમાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદથી મોટા પ્રમાણમાં નુકશાન થયું છે.
મગફળીના તૈયાર થયેલા પાક ખેડુતોના હાથમાંથી છુટી રહ્યા છે. ખેડુતોને મગફળી તથા ઘાસ ચારામાં ફુગ બેસી જતાં આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું છે. જેથી ખેડુતોની દિવાળી બગડી ગઈ છે. હાલના સંજોગોમાં ખેડુતોને આ વિકટ પરિસ્થિતિમાં તાત્કાલિક સરકાર દ્વારા સહાય ચુકવવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.