- મગફળીમાં ટેકાના ભાવ અને કપાસમાં રોગ જીવાતની મુશ્કેલીભરી પરિસ્થિતિ
- કપાસ જેવી પરંપરાગત ખેતીની જગ્યાએ થઈ રહી છે ફળ પાકોની ખેતી
- ફળ પાકોને કૃષિ વૈજ્ઞાનિકો પણ આવકારી રહ્યાં છે
જૂનાગઢઃ જિલ્લાના કેટલાક પ્રગતિશીલ ખેડૂતો ફળ પાકની ખેતી તરફ વળી રહ્યાં છે. સામાન્ય સંજોગોમાં સોરઠ વિસ્તારમાં મગફળી, કપાસ, ધાન્ય અને કેટલાક કઠોળ પાકોનું વાવેતર થતું હોય છે. પરંતુ મગફળીમાં બજારભાવને લઈને દર વર્ષે સર્જાઈ રહેલી મુશ્કેલીઓ તેમજ કપાસમાં રોગ જીવાતના ઉપદ્રવની સામે ખૂબ ઓછું આર્થિક વળતર મળતાં હવે જૂનાગઢનો ખેડૂત ફળ પાક તરફ વિચારી શકે છે. ખેડૂતો ફળ પાક તરીકે પપૈયાનું વાવેતર કરીને સારું આર્થિક વળતર ટૂંકાગાળામાં મેળવી રહ્યાં છે.
● પરંપરાગત ખેતીમાં તેલીબીયાં અને અન્ય પાક લેવામાં પળોજણનો અનુભવ
જૂનાગઢ અને ખાસ કરીને સોરઠ પંથકમાં મગફળી કપાસ તેલીબિયા અને અન્ય ધાન્ય પાકોની ખેતી વર્ષોથી પરંપરાગત રીતે થતી જોવા મળે છે. પરંતુ મગફળીમાં બજાર ભાવોને લઇને સર્જાઈ રહેલી અનેક મુશ્કેલીઓ તેમ જ કપાસમાં રોગ જીવાતનો ઉપદ્રવ તેમજ અન્ય પાકો માટે આબોહવા અને વાતાવરણ અનુકૂળ નહીં આવતાં ખેડૂતો ખુબ મોટું આર્થિક નુકસાન કરી રહ્યાં હતાં. ત્યારે તમામ પ્રકારની પળોજણમાંથી મુક્તિ મળે તે માટે પ્રગતિશીલ ખેડૂતો ફળ તરફ આગળ વધ્યાં છે અને પપૈયાનું વાવેતર કરીને ખૂબ જ ટૂંકા ગાળામાં સારું આર્થિક વળતર પણ મેળવી રહ્યાં છે.
અન્ય પાકોમાં મળે છે તેના કરતા સારું વળતર ફળ પાકોમાં મળવાની શક્યતા ખૂબ જ પ્રબળ હોય છે ●
અતિ અને અનાવૃષ્ટિમાં ચોમાસું પાકોને નુકસાન સામે ફળ પાક ઉપયોગીપાછલા કેટલાક વર્ષોથી સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને જૂનાગઢ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ચોમાસા દરમિયાન અનિયમિત વરસાદ પડી રહ્યો છે. ક્યારેક અતિવૃષ્ટિ તો ક્યારેક અનાવૃષ્ટિ જેવો ઘાટ ઘડાય છે. આવી પરિસ્થિતિમાં મુખ્યત્વે ચોમાસું પાક તરીકે લેવામાં આવતાં મગફળી અને કપાસના પાકને પારાવાર નુકસાની થતી હોય છે, આવી પરિસ્થિતિમાં ખેડૂતોને ખેતીનો ખર્ચ કાઢવો પણ ખૂબ મુશ્કેલ બની જાય છે ત્યારે ફળ પાક તમામ મુશ્કેલીઓમાંથી ખેડૂતોને ઉગારે છે અને ખૂબ ટૂંકાગાળામાં તેમની ઇચ્છા મુજબનું આર્થિક વળતર પણ મેળવી શકે છે.●
મગફળી અને કપાસમાં ટેકાના ભાવને લઈને મડાગાંઠદર વર્ષે ટેકાના ભાવને લઈને ખૂબ જ કચકચ સરકાર અને ખેડૂત વચ્ચે જોવા મળે છે ત્યારબાદ મગફળીની ખરીદી વખતે પણ અનેક સમસ્યાઓ ઊભી થાય છે. જે ખૂબ મોટી સમસ્યા સરકાર અને ખેડૂતો માટે બને છે આવી પરિસ્થિતિમાંથી હવે ખેડૂતો પોતાની જાતે માર્ગ કાઢવા માટે આગળ આવતાં હોય તે પ્રકારે ફળ પાક તરીકે પપૈયાની ખેતી કરીને તમામ કચકચમાંથી માર્ગ શોધી રહ્યાં છે.●
જૂનાગઢમાં પારંપરિક ફળ પાકોની ખેતીજૂનાગઢ અને આસપાસના ગીર વિસ્તારોમાં ફળ પાકોની પારંપરિક ખેતી છેલ્લાં કેટલાય વર્ષોથી થઇ રહી છે. જેમાં કેરી, ચીકુ, સીતાફળ, નાળિયેર, જામફળ સહિતના પાકોને ખેતી થઈ રહી છે. કેટલાક વિસ્તારમાં હવે કેળા અને પપૈયાની ખેતી પણ થતી જોવા મળી રહી છે, ત્યારે પારંપરિક કઠોળ તેલીબિયાં અને ધાન્ય પાકોમાં જે આર્થિક વળતર મળી રહ્યું છે તેના કરતા ફળ પાકોમાં ખુબ સારું આર્થિક વળતર મળવાની ઉજળી શક્યતાઓ છે અને તેથી પણ ખેડૂતો રોકડિયા પાક તરીકે ફળ પાકની ખેતી તરફ ધીમે ધીમે વળી રહ્યાં છે
● ફળ પાકોને કૃષિ વૈજ્ઞાનિકો પણ આવકારી રહ્યાં છેખેડૂતો પારંપારિક ખેતી છોડીને ફળ પાક તરીકે અન્ય ખેતીને અપનાવી રહ્યાં છે તેને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના અધ્યાપકો પણ આવકારી રહ્યાં છે અને જણાવી રહ્યાં છે કે જે વળતર તેલીબિયાં કઠોળ અને ધાન્ય સહિત અન્ય પાકોમાં મળે છે તેના કરતા સારું વળતર ફળ પાકોમાં મળવાની શક્યતા ખૂબ જ પ્રબળ હોય છે અને તે પણ ટૂંકાગાળાની ખેતી તેમ જ ફળ પાકોની ખેતીમાં થતો ખેતી ખર્ચ પણ ખૂબ જ મામૂલી જોવા મળે છે. આવી પરિસ્થિતિમાં ખેડૂતો ફળ પાક તરફ આગળ વધે તો સારું આર્થિક વળતર ફળપાક પણ ખેડૂતોને આપી શકે છે.