જૂનાગઢ : જૂનાગઢમાં લમ્પી વાયરસ સંભાવિતના કેસનો પ્રવેશ (Lumpy Virus in Gujarat) થયો હોય તેવા ચિંતાજનક દ્રશ્યો સામે આવી રહ્યા છે. શહેરના તળાવ દરવાજા વિસ્તારમાં એક ગાય તરફડીને (Lumpy Virus in Junagadh) મૃત્યુને ભેટી છે. જે પ્રકારે ગાય પડી રહી હતી તેમજ પશુપાલન વિભાગે લમ્પી વાયરસના લક્ષણોને લઈને જે દિશા નિર્દેશો આપ્યા છે તે મુજબ આ ગાયનું મૃત્યુ થયું (Cow Death Lumpy Virus) હોવાનું એનિમલ હેલ્થ કેરના સદસ્ય હિતેશ સંઘવી જણાવી રહ્યા છે.
દવા આપ્યા બાદ પણ કોઈ અસર નહિ - જુનાગઢ શહેરમાં લમ્પી વાયરસનો પ્રવેશ થયો હોવાના ચિંતાજનક દ્રશ્યો સામે આવી રહ્યા છે. શહેરના તળાવ દરવાજા વિસ્તારમાં રામધણની ગાયો જોવા મળે છે, ત્યારે અચાનક સવારના સમયે ગાય તરફડવા લાગી હતી. તેને લઈને એનિમલ હેલ્થ કેર સેન્ટરના સંપર્ક કરાયો હતો. તાકીદે એનિમલ હેલ્થ કેરના સદસ્યોએ ઘટના સ્થળે પહોંચી જઈને ગાયને તબીબી સહાય (Animal Health Care) પૂરી પાડી હતી, પરંતુ ગાયની તબિયતમાં કોઈ સુધારો ન થતા તેને ફરી એક વખત તીરોઈડનો ડોઝ આપવામાં આવ્યો હતો. આ દવા ઉપચાર માટે અંતિમ માનવામાં આવે છે.
આ પણ વાંચો : વડોદરામાં 3 ગાયોમાં લમ્પી વાયરસના શંકાસ્પદ લક્ષણો દેખાતા તંત્ર દોડતું થયું
રખડતા ઢોરને લઈને ચિંતા - દવા આપ્યા બાદ પણ ગાય ત્યાંને ત્યાં તડફળતી હોય તેમ પડી રહેલી જોવા મળી હતી. તેને લઈને ગાયમાં સંભવિત લમ્પી વાયરસનો પ્રવેશ થયો છે તેવી શંકા એનિમલ હેલ્થ કેર સેન્ટરના સદસ્યો વ્યક્ત કરી રહ્યા છે. તાકિદે જુનાગઢ શહેરમાં પણ લમ્પી વાયરસને લઈને યુદ્ધના ધોરણે કામ શરૂ કરવામાં આવે તેવી માંગ સરકાર સમક્ષ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, જુનાગઢ શહેરમાં રખડતા ઢોરની સંખ્યા ખૂબ વધી રહી છે આવી પરિસ્થિતિમાં તળાવ દરવાજા વિસ્તારમાં તરફડીયા મારીને મૃત્યુને ભેટેલી ગાય શંકાસ્પદ લંપી વાઇરસ ગ્રસ્ત હોવાની શંકા એનિમલ (Lumpy Virus Drug) કેર સેન્ટરના સદસ્ય હિતેશ સંઘવીએ વ્યક્ત કરી છે.
આ પણ વાંચોઃ લમ્પીનો હાહાકાર : 9 દિવસમાં 571 ગાયોના મોત
પશુપાલનમાં ચિંતા - પશુપાલન વિભાગે જે દિશા નિર્દેશો લમ્પી (Junagadh Cow Death Lumpy Virus) વાયરસને લઈને આપ્યા છે. તે પ્રકારના તમામ ચિન્હો તરફડિયા મારતી ગાયમાં જોવા મળ્યા હતા. જેને લઇને શંકાસ્પદ લમ્પી વાઈરસની જુનાગઢ શહેરમાં પ્રવેશ થયો હોવાની ચિંતાઓ ઉજાગર થઈ રહી છે. જીવદયા પ્રેમીઓ પણ લોકો અને માલધારીઓને આ સંકટના સમયમાં ખૂબ જ સાવચેતી ભર્યું (Junagadh Cow Death) વલણ દાખવવાની અપીલ કરી રહ્યા છે.