જૂનાગઢ: શિક્ષક બનવા માટેના અભ્યાસક્રમો B.Ed અને M.Ed.માં પ્રવેશ મેળવવા માંગતા અંદાજિત સાડા ચાર હજાર જેટલા જેટલા વિદ્યાર્થીઓ માટે પ્રવેેશ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું હતું યુનિવર્સિટી હસ્તકની 19 જેટલી કોલેજોમાં આ આયોજન થયું હતું. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને દરેક પરીક્ષાર્થીઓને ફરજિયાત માસ્ક, સેનિટાઇઝર અને સામાજિક અંતર જાળવવા ફરજ પાડવામાં આવી હતી તેમજ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાનો પ્રારંભ થયો હતો.
શાળા અને કોલેજોમાં શિક્ષક બનવા માટે B.Ed અને M.Ed.ની પદવી ફરજિયાત છે. જેથી મોટાભાગના વિદ્યાર્થીઓ કે જેમણે કોલેજનું શિક્ષણ પૂરું કર્યું છે તેઓ આ પરીક્ષા આપી રહ્યા છે. આજે યોજાનારી પ્રવેશ પરીક્ષા બાદ યુનિવર્સિટી નીચે આવતી કોલેજોમાં આ વિદ્યાર્થીઓને મેરિટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. કોરોનાકાળમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા અલગ-અલગ પરીક્ષાઓનું સફળતાપૂર્વક આયોજન કરાયું હતું. જે માટે યુનિવર્સિટીના સત્તાધીશોએ કમર કસી હતી.