- કોરોના સંક્રમણને કારણે ભક્તોની સંખ્યામાં જોવા મળ્યો ઘટાડો
- જૂજ સંખ્યામાં શિવ ભક્તો આવી રહ્યા છે દર્શન માટે
- કોરોના સંક્રમણને કારણે ભાવિ ભક્તો પણ સાવચેત થયા
જૂનાગઢ : સતત વધી રહેલા કોરોના સંક્રમણને કારણે ભવનાથ મહાદેવ મંદિરમાં આવતા દર્શનાર્થીઓની સંખ્યામાં ધીમેધીમે ઘટાડો જોવા મળી રહ્યો છે. ગઈકાલે સોમવારે અત્યાર સુધીના સર્વોચ્ચ કોરોના સંક્રમિત કેસ સામે આવતા હવે ચિંતાનું વાતાવરણ ઊભું થઈ રહ્યું છે, ત્યારે ભવનાથ મહાદેવ મંદિરમાં પણ કોરોના સંક્રમણની અસર જોવા મળી રહી છે. અહીં ખૂબ જ જૂજ માત્રામાં ભાવિ ભક્તો દર્શન માટે આવી રહ્યા છે. જે સ્પષ્ટ બતાવી આપે છે કે કોરોના સંક્રમણનો ભય અને ચિંતા હવે શિવ ભક્તો પર પણ અસર કરી રહી છે.
આ પણ વાંચો : ક્રૂર કોરોના: સુરતમાં 13 વર્ષના બાળકનો લીધો ભોગ, 5 કલાકની સારવાર બાદ મોત
શિવ ભક્તોથી સતત ધમધમતા ભાવનાથ મહાદેવ મંદિરમાં શિવભક્તોની પાંખી હાજરી
ગિરિ તળેટીમાં આવેલું ભવનાથ મહાદેવનું મંદિર વર્ષ દરમિયાન ભાવિ ભક્તોની હાજરીથી ધમધમતું જોવા મળતું હોય છે. પરંતુ પાછલા કેટલાક દિવસોથી સતત વધી રહેલા કોરોના સંક્રમણને કારણે હવે ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે ખૂબ જૂજ માત્રામાં શિવ ભક્તો આવી રહ્યાં છે. જે સ્પષ્ટ દર્શાવી આપે છે કે, લોકો પણ હવે કોરોના સંક્રમણની સામે સ્વયં સાવચેત અને સતેજ બન્યા છે. જેને કારણે ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે. આજ કારણે ભવનાથ મહાદેવ મંદિરમાં કે જ્યાં શિવ ભક્તોની વિશેષ હાજરી જોવા મળતી હોય છે તેવા સમયે એકલ દોકલ શિવ ભક્તો ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે આવી રહ્યાં છે.