દિવઃ કેન્દ્રશાસિત પ્રદેશ દિવમાં આજે (ગુરુવારે) મ્યુનિસપલ કાઉન્સિલની સામાન્ય ચૂંટણી (Diu Municipal Council General Election) માટે વહેલી સવારથી જ મતદાન શરૂ થયું હતું. અહીં સવારે 8 વાગ્યાથી મતદારો વરસાદની વચ્ચે પણ મતદાન કરવા પહોંચ્યા હતા. ત્યારે હવે 8 તારીખે મતગણતરી કર્યા પછી ખબર પડશે કે, દિવવાસીઓએ 5 વર્ષ માટે કયા નગરસેવકને પસંદ કર્યા છે.
7 વોર્ડમાં મતદાન પ્રક્રિયા થઈ - કેન્દ્રશાસિતપ્રદેશ દિવ મ્યુનિસિપલ કાઉન્સિલની (Diu Municipal Council General Election) 13 વોર્ડ પૈકી 7 વોર્ડમાં આજે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. અહીં વહેલી સવારથી જ મતદારો વરસતાં વરસાદની વચ્ચે પણ લોકશાહી ઢબે મતદાન પ્રક્રિયામાં સામેલ થઈ રહ્યા છે. તો આજે સાંજે 6 વાગ્યા સુધી આ મતદાન પ્રક્રિયા ચાલુ રહેશે. ત્યારબાદ આગામી શુક્રવારે (8 જુલાઈ) મતગણતરી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો-સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં OBC સમાજ માટે ભાજપ કોર્ટમાં જવા તૈયાર
8 જુલાઈએ થશે મતગણતરી - આ મતગણતરીમાં કેન્દ્રશાસિત પ્રદેશ પ્રદેશ દિવના મ્યુનિસિપલ કાઉન્સિલના (Diu Municipal Council General Election) નવા નગરસેવકોના નામ ચૂંટાયેલા જાહેર કરવામાં આવશે. તો છેલ્લા 5 વર્ષ દરમિયાન દિવ નગરપાલિકાનું સુકાન કૉંગ્રેસ પાસે (Congress rule in Diu municipality) હતું, જેમાં આ વર્ષે સત્તાપલટો થશે તેવું લાગી રહ્યું છે.
આ પણ વાંચો- KHAM થિયરી અપનાવીને કોંગ્રેસને મળશે સત્તાની ખુરશી ? જાણો આ રાજકીય વ્યૂહરચના
કૉંગ્રેસના પૂર્વ કોર્પોરેટરો ભાજપમાં જોડાયા - દિવ કૉંગ્રેસના ચૂંટાયેલા સભ્યો નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ (Diu Municipal Council General Election) જાહેર થતા પહેલાં જ ભાજપમાં જોડાઈને કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે. ત્યારે આ વખતની ચૂંટણીમાં 13 પૈકી 6 વોર્ડમાં ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. ત્યારે આજે બાકી રહેતા 7 વોર્ડમાં ભાજપ અને અપક્ષના કોર્પોરેટર વચ્ચે ચૂંટણી જંગ ચાલી રહ્યો છે, જેનું પરિણામ આગામી 8 જુલાઈ (શુક્રવારે) જાહેર થશે. ત્યારબાદ દિવને આગામી 5 વર્ષ માટે નવા સુકાનીઓ મળશે.