- કોરોના સંક્રમણને કારણે જિલ્લા વહીવટી તંત્રના વદુ કડક આદેશ
- ભવનાથ અને વેલિંગ્ટન ડેમ સાઈટ વિસ્તારમાં મોટી સંખ્યામાં દેશ-વિદેશના યાત્રિકો આવે
- પ્રવાસીઓની આવન-જાવન પર સંપૂર્ણપણે પ્રતિબંધ જાહેર કર્યો
જૂનાગઢ : કોરોના સંક્રમણને ધ્યાને રાખીને વધુ કડક આદેશો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે જૂનાગઢ જિલ્લા કલેક્ટરે કહ્યું, ભવનાથ અને વેલિંગ્ટન ડેમ સાઈટ વિસ્તાર ખૂબ મોટી સંખ્યામાં દેશ-વિદેશના પ્રવાસીઓને યાત્રિકો આવતા હોય છે. કોરોનાનું સંક્રમણ વધુ ભયજનક રીતે આગળ ન વધે તેને ધ્યાને રાખીને જૂનાગઢ જિલ્લા કલેક્ટરે આગામી શનિ-રવિ અને જાહેર રજાના દિવસો દરમિયાન ભવનાથ અને વેલિંગ્ટન ડેમ વિસ્તારમાં તમામ પ્રકારના પ્રવાસીઓની આવન-જાવન પર સંપૂર્ણપણે પ્રતિબંધ જાહેર કર્યો છે.
આ પણ વાંચો : દેવ ઉઠી અગિયારસના દિવસે જૂનાગઢના ભવનાથમાં પરિક્રમા રૂટ જોવા મળ્યો સૂમસામ
ભવનાથ અને વેલિંગ્ટન ડેમ સાઇટ પર તમામ પ્રકારના પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ
જૂનાગઢ શહેરમાં દિવસે-દિવસે કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. તેનો આંકડો હવે ત્રણ આંકડા સુધી પહોંચવાની પણ શક્યતાઓ જોવાઈ રહી છે. આવી પરિસ્થિતિમાં કોરોનાનું સંક્રમણ વધુ આગળ ધપે તેમજ તેના પર કાબૂ મેળવવા માટે જાહેર સ્થળો કે જ્યાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જાહેર રજા અને શનિ-રવિના દિવસોમાં એકઠા થતા હોય છે. આવા તમામ સ્થળોના સંક્રમણના ફેલાવવા માટે હોટસ્પોટ બની શકે છે. આ પરિસ્થિતિમાં જૂનાગઢ જિલ્લા કલેક્ટરે ભવનાથ અને વેલિંગ્ટન ડેમ સાઇટ પર તમામ પ્રકારના પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
આ પણ વાંચો : વિક્રમ સંવતના નવા વર્ષના પ્રથમ દિવસે ભવનાથ મહાદેવને શીશ ઝૂકાવતા શ્રદ્ધાળુઓ