- રાસાયણિક ખાતરોના ભાવવધારાથી ખેડૂતો નિરાશ
- તાકીદે આ ભાવવધારાને પાછો ખેંચવા કરી રજૂઆત
- ભાવવધારો પાછો નહીં ખેંચાય તો ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરવાની ચિમકી ઉચ્ચારી
જૂનાગઢ: તાજેતરમાં જ રાજ્ય સરકારના સીધા આદેશથી કામ કરતી અને ખેડૂતોના હિત સાથે સંકળાયેલી ઈફ્કો કંપની દ્વારા રાસાયણિક NPK ખાતરની કિંમતમાં રૂપિયા 265નો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવવધારાને જૂનાઢના ખેડૂતો કેન્દ્ર સરકારે કરેલો પ્રહાર ગણાવીને અત્યંત નિંદનીય માની રહ્યા છે. આ સાથે તેઓ સરકાર સામે માગ કરી રહ્યા છે કે, તાકીદે આ ભાવવધારાને પાછો ખેંચવામાં આવે, નહીં તો તેમના દ્વારા રસ્તા પર ઉતરીને ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરવામાં આવશે.
આવક બમણી થવાની જગ્યાએ જાવક 4 ગણી થઈ
કેન્દ્ર સરકારે થોડા સમય અગાઉ જ વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી થશે, તેવો ભરોસો અપાવ્યો હતો. જોકે, કૃષિ વિષયક વસ્તુઓ જેવી કે બિયારણો, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, ડીઝલ સહિતની વસ્તુઓની કિંમતમાં નોંધાઈ રહેલા વધારાને કારણે તેઓની આવક બમણી થવાની જગ્યાએ હાલ જાવક જ ચાર ગણી થઈ ગઈ છે. આ ઉપરાંત વધારે વરસાદને કારણે ઘણી બધી જગ્યાઓએ ખેડૂતોના પાક પણ નિષ્ફળ ગયા હોવાથી તેઓ નિરાશ થઈ રહ્યા છે.
આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સામે પાટણમાં કોંગ્રેસના ધરણા
આ પણ વાંચો: રાસાયણિક ખાતરમાં ભાવ વધારો થતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની મુશ્કેલીમાં વધારો