ETV Bharat / city

Destination Wedding At Somnath: હવે સોમનાથમાં મહાદેવની સાક્ષીએ કરી શકાશે લગ્ન, સોમનાથ ટ્રસ્ટે શરૂ કરી યોજના - સોમનાથમાં વેદોક્ત લગ્ન

સોમનાથમાં મહાદેવની સાક્ષીએ યુગલો લગ્ન (Destination Wedding At Somnath Temple) કરી શકે તે માટેની યોજના સોમનાથ ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવી છે. ફૂલહારથી માંડીને વિડીયો શૂટિંગ સુધીની તમામ વ્યવસ્થા સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા લગ્નનું સરકારી માન્યતાવાળુ પ્રમાણપત્ર પણ નવદંપતીને આપવામાં આવશે.

હવે સોમનાથમાં મહાદેવની સાક્ષીએ કરી શકાશે લગ્ન, સોમનાથ ટ્રસ્ટે શરૂ કરી યોજના

author img

By

Published : Apr 11, 2022, 10:39 PM IST

સોમનાથ: સોમનાથ મહાદેવની સાક્ષીએ હવે લગ્ન (Destination Wedding At Somnath Temple) કરવાનું શક્ય બનવા જઈ રહ્યું છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા (somnath trust marriage scheme) 11 હજાર રૂપિયાના દરે સોમનાથ મહાદેવ (somnath mahadev temple) સમિપે વેદોક્ત અને પુરાણોત્ક લગ્ન સંસ્કાર દ્વારા યુગલને લગ્ન બંધનમાં બાંધવાની યોજના શરૂ કરી છે. આગામી દિવસોમાં સોમનાથ મહાદેવ સમક્ષ લગ્ન બંધનના તાંતણે બંધાવવાની યુગલોની ઈચ્છા પરિપૂર્ણ થશે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ પ્રકારના વેદોક્ત લગ્નની યોજના પહેલા બનાવવામાં આવી હતી, પરંતુ કોરોના સંક્રમણ (Corona In Gujarat)ને કારણે આ યોજનાની અમલવારી મોકૂફ રાખી હતી.

આ પણ વાંચો: Ramnath Kovind Somnath Visit: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સહ પરિવાર સાથે કરી સોમનાથ મહાદેવની પૂજા

વેડિંગ ડેસ્ટિનેશન તરીકે ખ્યાતિ મેળવે તેવી યોજના- હવે કોરોનાનું સંક્રમણ સમગ્ર દેશમાંથી ઘટી રહ્યું છે, ત્યારે વેદોક્ત લગ્ન યોજના (Vedokt marriage In somnath) સોમનાથ ટ્રસ્ટ દ્વારા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના શરૂ થતા માત્ર ગુજરાતી પરિવારો જ નહીં, પરંતુ સોમનાથ મહાદેવમાં આસ્થા, શ્રધ્ધા અને વિશ્વાસ ધરાવનારા યુગલો સોમનાથ મહાદેવ સમીપે લગ્ન બંધનના તાંતણે બંધાવા માટેની તેમની ઇચ્છાને પરિપૂર્ણ કરતાં પણ જોવા મળશે. સોમનાથ મહાદેવ આગામી દિવસોમાં વેડિંગ ડેસ્ટિનેશન (destination wedding in gujarat) તરીકે પણ સમગ્ર વિશ્વમાં ખ્યાતિ પામે તે પ્રકારની યોજના અમલમાં લાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Somnath Amrutdhara Mahotsav: સોમનાથમાં પાંચ દિવસનો અમૃતધારા સાંસ્કૃતિક મહોત્સવ યોજાયો

સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે લગ્નની તમામ વ્યવસ્થા- આ યોજના અંતર્ગત સોમનાથ ટ્રસ્ટ દ્વારા ખાસ ઊભા કરવામાં આવેલા મંડપમાં યુગલો લગ્નગ્રંથીથી જોડાશે. સોમનાથ ટ્રસ્ટના પંડિતો અને શાસ્ત્રીઓ દ્વારા દ્વારા વેદોક્ત અને પુરાણોત્ક લગ્ન વિધિ ધાર્મિક વિધિ-વિધાન સાથે પૂર્ણ કરવામાં આવશે. વર-કન્યાના ફૂલહાર, લગ્નના 50ની સંખ્યામાં ફોટો, લગ્ન વિધિની વિડીયો કેસેટ, પ્રસાદ અને મીઠાઈ સહિત લગ્નવિધિમાં ઉપયોગમાં લેવામાં આવતી તમામ ચીજવસ્તુઓ અને વર તેમજ કન્યા પક્ષને બેસવા માટેની તમામ વ્યવસ્થા સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે. વેદોક્ત અને પુરાણોક્ત પદ્ધતિથી લગ્ન થયા બાદ સોમનાથ ટ્રસ્ટ દ્વારા લગ્નનું સરકારી માન્યતાવાળુ પ્રમાણપત્ર પણ નવદંપતીને આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.