જૂનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી (BKNMU Junagadh ) ના કાર્યકારી કુલપતિ ડો ચેતન ત્રિવેદી પદ પરથી રાજીનામું આપે તેવી માંગ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણ વિભાગના ડીન ( Saurashtra University Department of Education Dean ) ડો નિદિત બારોટે કરી છે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી (Narsinh Mehta University ) માં ગુણ સુધારણા અંતર્ગત જે ગેરરીતિઓ સામે આવી છે. કુલપતિ ચેતન ત્રિવેદી કુલપતિ ( BKNMU Chancellor Dr Chetan Trivedi ) પદને લાયક યોગ્યતા નહીં ધરાવતા હોવા છતાં પણ તેમની નિમણૂક કરાઈ છે ત્યારે તાકીદે તેઓ પદ પરથી રાજીનામું આપે અને સમગ્ર મામલાની તપાસ રાજ્યપાલ દ્વારા કરાવવામાં આવે તેવી માંગ ( Demand of Chancellor Dr Chetan Trivedi resignation )કરાઇ છે.
ડો ચેતન ત્રિવેદીનું રાજીનામું માગવામાં આવ્યું ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ( BKNMU Junagadh ) ગુણ સુધારણા સહિત વર્તમાન કાર્યકારી કુલપતિ ડો ચેતન ત્રિવેદી કુલપતિની લઘુત્તમ અને યોગ્ય લાયકાત નહીં ધરાવતા હોવા છતાં પણ તેમને કુલપતિ પદે કાયમ રાખવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણ વિદ્યા શાખાના ડીન ( Saurashtra University Department of Education Dean )ડો નિદિત બારોટે કુલપતિ ચેતન ત્રિવેદી તાકીદે પદ પરથી રાજીનામું આપે ( Demand of Chancellor Dr Chetan Trivedi resignation )અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના ફેર ગુણ ચકાસણીમાં સામે આવેલી ગડબડને ધ્યાને લઈને જવાબદાર કર્મચારીથી લઈ અધિકારી પ્રોફેસરો અને કુલપતિ સામે કાયદાકીય પગલા ભરવામાં આવે તેવી માંગ રાજ્યપાલ સમક્ષ ડો નિદિત બારોટે કરી છે.
નિષ્પક્ષ તપાસની માંગ ગુણ ચકાસણીમાં આવેલી અનિયમિતતાઓ તેમજ સમગ્ર યુનિવર્સિટીની જવાબદારી જેમના પર છે તે કુલપતિ ચેતન ત્રિવેદી પદની યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા ન હોવા છતાં પણ તેઓ કામ કરી રહ્યા છે. આ બંને મુદ્દામાં રાજ્યની સરકાર અને કુલાધિપતિ રાજ્યપાલ નિષ્પક્ષ તપાસ કરે તેવી માંગ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણ વિદ્યા શાખાના ડીન ( Saurashtra University Department of Education Dean ) ડો નિદિત બારોટે આજે જૂનાગઢમાં કરી છે
ડો નિદિત બારોટે ઈ ટીવી ભારત સાથે કરી વાત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણ વિદ્યા શાખાના ડીન ( Saurashtra University Department of Education Dean ) ડો નિદિત બારોટે સમગ્ર મામલાને લઈને ઈટીવી ભારત સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે 'ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડો ચેતન ત્રિવેદીની નિમણૂક શૈક્ષણિક લાયકાતને લઈને અયોગ્ય છે. તેને તાકીદે હોદા પરથી દૂર કરવા જોઈએ ( Demand of Chancellor Dr Chetan Trivedi resignation )અથવા તો રાજ્યના શિક્ષણ વિભાગે તેમને હોદ્દા પરથી દૂર કરવા જોઈએ. તાજેતરમાં જ વિદ્યાર્થીઓના ફેર ગુણ ચકાસણીમાં જે અનિયમિતતાઓ સામે આવી છે તેમાં રાજ્યનો શિક્ષણ વિભાગ અને કુલાધિપતિ રાજ્યપાલ તેમના સ્તરેથી સત્યશોધન કમિટીની રચના કરે. તેમના નિર્ણય બાદ કોઈ પણ કર્મચારી અધિકારી કે પ્રોફેસર ફેરગુણ ચકાસણીની અનિયમિતતામાં કસુરવાર થાય તો તેની સામે આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરી છે' યુનિવર્સિટી દ્વારા ફેર ગુણ ચકાસણીમાં કરવામાં આવેલી કમિટી અયોગ્ય હોવાનું જણાવીને નિદિત બારોટે આ પ્રકારની માંગણી આજે જૂનાગઢ ખાતે કરી હતી.