સોમનાથઃ દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો (Delhi CM Arvind Kejriwal) સોમવારે સૌરાષ્ટ્રના સોમનાથની (Arvind Kejriwal Somnath Visit) મુલાકાતે આવ્યા હતા. ગુજરાત મુલાકાત કરીને તેમણે રાજ્ય સરકાર પર (Aam Admi Party Gujarat) શાબ્દિક વાર કર્યા છે. ખાસ કરીને શિક્ષણ, વીજળી અને બેરોજગારીને લઈને તેમણે રાજ્ય સરકારને (Gujarat BJP Government) સણસણતા વાર કર્યા છે. સોમનાથ પાસે આવેલા વેરાવળમાં (Arvind Kejriwal In Veraval) આયોજિત જાહેર સભામાં કેજરીવાલે ગુજરાત સરકાર પર આરોગ્ય, શિક્ષણ, બેરોજગારી અને વીજળી જેવી પાયાની સુવિધાના અભાવ બદલ ગુજરાત સરકારને ટાર્ગેટ કરી હતી. માળખાકીય સુવિધાઓ નહીં આપવા બદલ જણાવ્યું હતું કે રાજ્યની સરકાર ખેડૂતો, બેરોજગારો, વેપારીઓ તેમજ શિક્ષિત વર્ગ સાથે ખૂબ અન્યાય કરી રહી છે.
આ પણ વાંચોઃ પુરવઠા વિભાગ દ્વારા સસ્તા અનાજના દુકાનદારોને કરોડનો દંડ ફટકાર્યો
દેવામાં ગુજરાતઃ જેને કારણે ગુજરાત જેવું સુખી અને સમૃદ્ધ રાજ્ય આજે દેવાના ડુંગર તળે દબાયેલું છે. આગામી ડિસેમ્બર મહિનામાં યોજાનાર ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં આમ આદમી પક્ષની સરકાર બનશે તો ગુજરાતને દિલ્હી કરતા પણ સવાયું રાજ્ય બનાવવામાં આવશે. તેવો ભરોસો સોમનાથમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે વ્યક્ત કર્યો હતો. લઠ્ઠાકાંડ મુદ્દે અરવિંદ કેજરીવાલે મુખ્યપ્રધાન પર આક્ષેપ કરતા કહ્યું કે, તેઓએ હજુ સુધી લઠ્ઠા કાંડના અસરગ્રસ્તોની મુલાકાત લીધી નથી આ કોઈ પણ રાજ્યના મુખ્યપ્રધાન માટે દુઃખદ ઘટના હોવી જોઈએ. પરંતુ રાજ્યના મુખ્યપ્રધાન આજ દિન સુધી અસરગ્રસ્તોની મુલાકાતે આવ્યા નથી. જેને હું ખૂબ ખેદ જનક ગણું છું. આખા ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં ખુલ્લેઆમ દેશી અને વિદેશી દારૂ મળી રહી છે. જે દારૂબંધીના નાટકને ઉઘાડું પાડે છે.
ભાજપ માટે મત માધ્યમઃ હજારો કરોડનો ગેરકાયદેસર દારૂનો ધંધો સરકારની છત્રછાયામાં થઈ રહ્યો છે. ઘટના કે દુર્ઘટના ને ભાજપ દરેકને મતના માધ્યમથી જુએ છે. જ્યારે અમે લોકોના જીવન સાથે દરેક ઘટનાને મદદના અભિગમથી જોઈ રહ્યા છે. તાજેતરમાં જ ગોંડલના શિક્ષિત બેરોજગાર યુવાને આત્મહત્યા કરી તે ઘટનાને દુઃખદ ગણાવીને અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે હવે હું આગામી દિવસોમાં ગુજરાત આવી રહ્યો છું, હવે યુવાનો અને ખાસ કરીને શિક્ષિત બેરોજગારોને આત્મહત્યા કરવાની જરૂર નહીં પડે. પાંચ મહિના બાદ ગુજરાતમાં અમારી સરકાર બનવા જઈ રહી છે ત્યારે તમામ બેરોજગાર શિક્ષિત યુવાનોને નોકરી મળી રહેશે. આ ઉપરાંત પ્રતિ મહિને 3000 રૂપિયાનું બેરોજગારી ભથ્થુ આપવાની જાહેરાત કરાઈ છે.
આ પણ વાંચોઃ અમૂલની મોટી સિદ્ધિ, એનિમલ હેલ્થ અને રીપ્રોડકટિવિટી માટે કર્યું મોટું કામ
-
ભાજપવાળા કહે છે ગુજરાતમાં નશાબંધી છે.
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) August 1, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
મે સાંભળ્યું છે કે અહિયાં ગલી-ગલીમાં દારૂ વેચાઈ છે.
ગામે-ગામ અને શહેરે-શહેરમાં દારૂ મળે છે.
આ હજારો કરોડો રૂપિયાનો ધંધો કોનો છે?
લોકો: ભાજપ
- @ArvindKejriwal #KejriwalNiRojgarGuarantee pic.twitter.com/GkcLS8nl3Y
">ભાજપવાળા કહે છે ગુજરાતમાં નશાબંધી છે.
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) August 1, 2022
મે સાંભળ્યું છે કે અહિયાં ગલી-ગલીમાં દારૂ વેચાઈ છે.
ગામે-ગામ અને શહેરે-શહેરમાં દારૂ મળે છે.
આ હજારો કરોડો રૂપિયાનો ધંધો કોનો છે?
લોકો: ભાજપ
- @ArvindKejriwal #KejriwalNiRojgarGuarantee pic.twitter.com/GkcLS8nl3Yભાજપવાળા કહે છે ગુજરાતમાં નશાબંધી છે.
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) August 1, 2022
મે સાંભળ્યું છે કે અહિયાં ગલી-ગલીમાં દારૂ વેચાઈ છે.
ગામે-ગામ અને શહેરે-શહેરમાં દારૂ મળે છે.
આ હજારો કરોડો રૂપિયાનો ધંધો કોનો છે?
લોકો: ભાજપ
- @ArvindKejriwal #KejriwalNiRojgarGuarantee pic.twitter.com/GkcLS8nl3Y
10 લાખ નવી નોકરીઃ આપની સરકાર ગુજરાતમાં બન્યા બાદ રાજ્યમાં 10 લાખ નવી સરકારી નોકરીનું સર્જન કરવામાં આવશે. સાથે સાથે પરીક્ષાના પેપરો લીક થવાને મામલે નવો કાયદો લાવવામાં આવશે. આ કાયદા અંતર્ગત કોઈ પણ આરોપીને આકરી સજા કરવાની જોગવાઈ તે કાયદા તળે કરવામાં આવશે. ગુજરાતના મતદારો સમક્ષ આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં પાંચ વર્ષ સુધી રાજ્યમાં સરકાર બનાવવાની તક આપે તેવી ભાવુક માંગ પણ કરી હતી. પાંચ વર્ષના અમારી સરકારના શાસન બાદ લોકોની અપેક્ષાઓથી ઉણી ઉતરે તો અમને પણ લાત મારીને ગુજરાતની બહાર ફેંકી દેજો.
ફરી રેવડી ચર્ચામાંઃ કેજરીવાલે કહ્યું કે, ભાજપ વાળા ફ્રી ની તમામ રેવડી તેના મિત્રો ઉદ્યોગપતિઓ અને તેમના ધારાસભ્યો અને સાંસદોને વહેંચી રહ્યા છે જ્યારે અમારી સરકાર જનતાને રેવડી વહેંચતી જોવા મળશે. સારું આરોગ્ય શિક્ષણ અને લોકો તેમજ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી મળવી જોઈએ આરોગ્ય શિક્ષણ અને વીજળીના મુદ્દા પર સમગ્ર દેશમાં જનમત થવો જોઈએ તેવી માંગ પણ અરવિંદ કેજરીવાલે સોમનાથ થી કરી હતી. રાજ્યમાં સતત ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. જેના લીધે ગુજરાત પર દેવું વધી ગયું છે.