જૂનાગઢ: પરમ તત્વના સાધક અને ગુરુદત્તના ઉપાસક પુનિત આચાર્યજી મહારાજ ( Punit Acharyaji Maharaj Bhavnath) આજે 90 વર્ષની આસપાસની વયે દેવલોક (Death of Punit Acharyaji Maharaj) પામ્યા છે. છેલ્લા કેટલાક સમયથી પુનિત આચાર્યજી મહારાજ નાદુરસ્ત તબિયતને કારણે આશ્રમમાં ગુરુદત્ત મહારાજનું સતત ધ્યાન અને આરાધના કરી રહ્યા હતા. છેલ્લે તેઓ ગુરુદત્ત જયંતિના પાવન પ્રસંગે હાજરી આપવા માટે ભવનાથ મહાદેવ મંદિરે (bhavnath mahadev temple) પધાર્યા હતા. ત્યારબાદ તેઓ આશ્રમની બહાર જોવા મળતા નહોતા.
આ પણ વાંચો: Ravedi Junagadh Bhavnath: ભવનાથમાં યોજાઈ દિવ્ય રવેડી, જોવા મળી ભક્તોની ભારે ભીડ
સેવકો, સાધુ-સંતો અને ભાવિકો શોકમગ્ન
ભવનાથની ભૂમિ (junagadh bhavnath taleti)ને સિદ્ધ સંતોની ભૂમિ માનવામાં આવે છે. આ ભૂમિમાં અનેક સંતો-મહંતો પોતાની તપશ્ચર્યા માટે આવતા હોય છે અને અહીં પરમ તત્વની પ્રાપ્તિ થતાંની સાથે જ અહીં અલખને ઓટલે ધૂણી ધખાવીને પરમ તત્ત્વની આરાધના કરતા હોય છે. આજે વહેલી સવારે પુનિત આચાર્યજી મહારાજ દેવલોક પામ્યાના સમાચાર પ્રાપ્ત થતાં જ તેમના સેવકો, સાધુ-સંતો અને ગુરુદત્ત મહારાજમાં આસ્થા ધરાવનારા પ્રત્યેક ભાવિકો શોકમગ્ન બન્યા હતા.
આ પણ વાંચો: Maha shivaratri 2022: મહાશિવરાત્રી મેળામાં સાધુ અને નાગા સંન્યાસીની રવેડીમાં સામેલ થશે શિવભક્તો
11 તારીખે 11 વાગ્યે અંતિમ સંસ્કાર વિધિ
આગામી 11 તારીખ, શુક્રવારના દિવસે દેવલોક પામેલા પુનિત આચાર્યજી મહારાજની અંતિમ સંસ્કાર વિધિ (Funeral rites of Punit Acharyaji Maharaj) 11 કલાકે ગિરનાર સાધના આશ્રમ (girnar sadhana ashram)માં આયોજિત થવાની છે. આગામી 2 દિવસ સુધી ગુરુદત્ત સાધના ગિરનાર આશ્રમમાં પુનિત મહારાજનો નિષ્પ્રાણ દેહ દર્શન માટે રાખવામાં આવશે. જ્યાં તેમના સેવકો, ગુરુદત્તમાં સ્થાન ધરાવનાર પ્રત્યેક ભાવિભક્તો અંતિમ દર્શન કરશે અને 11 તારીખને શુક્રવારના દિવસે આચાર્ય પુનિત મહારાજને અગ્નિસંસ્કારની ધાર્મિક વિધિથી અંતિમ વિદાય આપવામાં આવશે.