ETV Bharat / city

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા કાઉન્સિલિંગ સેન્ટર શરૂ કરાયું - junagadh news

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા કોરોના કાળમાં માનસિક તાણમાંથી કઈ રીતે મુક્તિ મેળવી શકાય તેને લઈને હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. હેલ્પ લાઇનમાં યુનિવર્સિટીના અધ્યાપકો માનસિક તણાવમાં આવી ગયેલા પ્રત્યેક વ્યક્તિને હકારાત્મક વિચારો સાથે માનસિક તાણમાંથી કઈ રીતે મુક્તિ મેળવી શકાય તે માટેનું માર્ગદર્શન ટેલિફોનિક આપી રહ્યા છે. પ્રત્યેક દિવસે 100 કરતાં વધુ વ્યક્તિઓ ટેલિફોન પર માનસિક તણાવમાંથી મુક્તિ મેળવવા માટેનું માર્ગદર્શન મેળવી રહ્યા છે.

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા કાઉન્સિલિંગ સેન્ટર શરૂ કરાયું

author img

By

Published : Apr 23, 2021, 6:50 PM IST

  • ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી માનસિક તણાવમાંથી દૂર થવા હેલ્પલાઇન કરી શરુ
  • પ્રત્યેક દિવસે 100 કરતાં વધુ વ્યક્તિઓ માનસિક તણાવમાંથી મુક્તિ મેળવવાની સલાહ મેળવી રહ્યા છે
  • બાળકોથી લઈને વૃદ્ધ, મહિલાઓથી લઈને યુવાનો મેળવી રહ્યા છે માર્ગદર્શન

જૂનાગઢઃ શહેરમાં આવેલી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા કોરોના સંક્રમણ કાળમાં માનસિક તણાવ અનુભવતા પ્રત્યેક વ્યક્તિને યોગ્ય માર્ગદર્શન આપવા તથા માનસિક તણાવમાંથી મુક્તિ અપાવવા માટે હેલ્પલાઇન અભિયાન શરૂ કર્યું છે. જેમાં યુનિવર્સિટીના 10 જેટલા અધ્યાપકો પ્રત્યેક વ્યક્તિને ટેલિફોન પર માનસિક તણાવમાંથી કઈ રીતે મુક્ત રહી શકાય તેમજ માનસિક તણાવમાં આવેલા વ્યક્તિઓને ટેલિફોન પર માર્ગદર્શન આપી તણાવ મુક્ત કરવાના અભિયાનમાં જોડાયેલા છે. પ્રત્યેક દિવસે 100 કરતાં વધુ વ્યક્તિઓ માનસિક તણાવમાંથી મુક્તિ મેળવવા માટેનું માર્ગદર્શન પણ મેળવી રહ્યા છે.

ટેલિફોન પર માર્ગદર્શન
ટેલિફોન પર માર્ગદર્શન

મહિલા, યુવાન, વૃદ્ધ અને બાળકો માનસિક તણાવમાં જોવા મળી રહ્યાં છે

કોરોના કાળના કપરા સમયમાં બાળકોથી લઈને વૃદ્ધો, મહિલાથી લઈને યુવાનો, સૌ કોઈ માનસિક તણાવમાં થોડા ઘણે અંશે ફસાયેલા જોવા મળી રહ્યા છે. કોરોનાનું કાળ માનસિક તણાવ સાથે પણ હવે જોવા મળી રહ્યું છે. એક તરફ હોસ્પિટલોમાં જગ્યા નથી ઓક્સિજનની અછત સર્જાઇ છે. આવી પરિસ્થિતિ લોકોના માનસિક તણાવમાં ખૂબ મોટો વધારો કરી રહી છે ત્યારે આવી પરિસ્થિતિમાં જો વ્યક્તિને માનસિક તણાવમાંથી મુક્તિ મેળવવા માટેનું કાઉન્સિલિંગ ન કરવામાં આવે તો તેના ખૂબજ માઠાં પરિણામો પાછળના જીવનમાં પ્રત્યેક વ્યક્તિમાં જોવા મળતા હોય છે.

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી માનસિક તણાવમાંથી દૂર થવા હેલ્પલાઇન કરી શરુ

આ પણ વાંચોઃ માનસિક બિમારીથી પીડાતા લોકોની સંખ્યા 2020માં વધીને બમણી થઇ

ટેલિફોન પર માર્ગદર્શન

યુનિવર્સિટી દ્વારા પ્રત્યેક વ્યક્તિ માનસિક તણાવમાંથી બહાર નીકળે અને માનસિક તણાવમાં ન ફસાય તેને લઈને કાઉન્સેલિંગ હેલ્પલાઇન સેન્ટર શરૂ કર્યું છે. જેમાં લોકો ટેલિફોનિક સંપર્ક કરીને માનસિક તણાવમાંથી બહાર નીકળવાના ઉપાયો વિશે માર્ગદર્શન મેળવી રહ્યા છે.

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા કાઉન્સિલિંગ સેન્ટર શરૂ કરાયું

યુવાનો, વૃદ્ધો, મહિલાઓ અને બાળકો જોવા મળ્યા માનસિક તણાવમાં

કોરોના કાળમાં સૌથી મોટી સમસ્યા યુવાનોને તેમની રોજગારીને લઈને સતાવી રહી છે. આવા સમયે યુવાધન માનસિક તણાવમાં ફસાતું જોવા મળી રહ્યું છે. અત્યારે યુવાધનને માનસિક તણાવ રૂપી ખતરામાં વધુ ખેંચાવાને બદલે યોગ્ય કાઉન્સેલીંગ દ્વારા તેમાંથી મુક્તિ મળે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. વૃદ્ધો પણ કોરોના જેવું સંક્રમણ તેમના અને તેમના પરિવાર સુધી ન પહોંચી શકે તેને લઈને માનસિક તાણમાં જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચોઃ જર્મનીમાં રહેતા સુરતી યુવાને પોતાના 26માં જન્મદિવસે 26 હજાર યુવાવર્ગને માનસિક તણાવ મુક્ત કરાવવાની પ્રતિજ્ઞા લીધી

માનસિક તણાવ ખૂબ વિપરીત અસરો ઊભી કરી શકે

જીવનના અંતિમ પડાવના સમયમાં માનસિક તણાવ ખૂબ વિપરીત અસરો ઊભી કરી શકે છે ત્યારે તેમને પણ માનસિક તણાવમાંથી બહાર કાઢવાના પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. મહિલાઓ તેમના પરિવાર અને બાળકોને લઈને ખૂબ જ ચિંતિત બની રહી છે અને આ એકમાત્ર કારણને કારણે મહિલાઓ પણ હવે થોડે ઘણે અંશે માનસિક તણાવમાં જોવા મળી રહી છે. બાળકો પણ પાછલા એક વર્ષથી ઘરમાં કેદ થયેલા જોવા મળી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં બાળમાનસ પર પણ ખૂબ જ વિપરીત અસરો થઇ રહી છે. પ્રત્યેક વર્ગના વ્યક્તિને માનસિક તાણમાંથી દૂર રાખી શકાય અથવા તો માનસિક તણાવમાં આવી ગયેલા વ્યક્તિને ફરી પાછો સમાજ જીવનમાં લાવી શકાય તે માટેના પ્રયાસો ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.