ETV Bharat / city

Corona vaccine for wildlife animal : સિંહ સહિત અન્ય વન્ય પ્રાણીને આપવામાં આવી શકે છે કોરોનાની રસી - Wildlife warden permission

સિંહ સહિત 15 જેટલા વન્યપ્રાણીઓને કોરોના રસી મંજૂરી મળ્યા બાદ આપવામાં આવશે. ટ્રાયલ માટે આગામી દિવસોમાં સિંહ સહિત 15 જેટલા વન્યપ્રાણીઓને (Corona vaccine for wildlife animal) કોરોના રસી આપવામાં આવી શકે છે.

Corona vaccine for wildlife animal : સિંહ સહિત અન્ય વન્ય પ્રાણીને આપવામાં આવી શકે છે કોરોનાની રસી

author img

By

Published : Jan 21, 2022, 12:43 PM IST

જૂનાગઢઃ સતત વધી રહેલા કોરોના સંક્રમણને કારણે હવે પ્રાણીઓને સુરક્ષિત કરવાને લઈને પણ ચિંતાઓ થઈ રહી છે, ત્યારે હરિયાણાના હિસાર સ્થિત અશ્વ સંસ્થા દ્વારા પશુઓની રસીનું એક ટ્રાયલ કરવામાં આવ્યું છે, જેનું પ્રાથમિક ધોરણે રસીકરણ કરીને ત્યારબાદ પ્રાણીઓમાં એન્ટીબોડી જોવા મળતા તેના હકારાત્મક પરિણામો સામે આવ્યા છે. જેને ધ્યાને લઇને આગામી દિવસોમાં હરિયાણાની હિસાર અશ્વ સંશોધન સંસ્થા દ્વારા જે રસીનું સંશોધન કરવામાં આવ્યું છે તે રસી પ્રાણી સંગ્રહાલયમાં રહેલા સિંહ સહિત અન્ય 15 જેટલા પ્રજાતિના પ્રાણીઓને રસીકરણ કરવાને લઈને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તે મુજબ દેશના પાંચ જેટલા મોટા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને રસીકરણ (Corona vaccine for wildlife animal) કરવાને લઇને પ્રાથમિક તબક્કે પસંદ કરાયા છે. જે પૈકીનું એશિયાનું એકમાત્ર સિંહોના સંવર્ધન કેન્દ્ર તરીકે સમગ્ર વિશ્વમાં જાણીતા સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયનો (Junagadh Sakkarbagh Zoo ) પણ સમાવેશ કરાયો છે.

પ્રાણી સંગ્રહાલયમાં રહેલા સિંહ સહિત અન્ય 15 જેટલા પ્રજાતિના પ્રાણીઓને રસીકરણ કરવાને લઈને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા કામગીરી શરૂ

wildlife warden દ્વારા મંજૂરી મળતા શરૂ થશે રસીકરણ

હરિયાણાના હિસાર સ્થિત અશ્વો પર સંશોધન કરતી સંસ્થા દ્વારા પશુઓ અને પ્રાણીઓ માટેની રસી સંશોધન કરાયું છે જેને અન્ય પ્રાણીઓમાં આપવાને લઇને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ પણ મંજૂરી આપી દીધી છે. ત્યારે ગુજરાતના મુખ્ય વાઇલ્ડ લાઇફ વોર્ડન (Wildlife warden permission) દ્વારા સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં રહેલા સિંહ સહિત અન્ય 15 જાતિના પ્રાણીઓને રસીકરણ કરવાને લઈને મંજૂરીની અંતિમ મહોર માર્યા બાદ સક્કરબાગ ઝૂમાં (Junagadh Sakkarbagh Zoo )પ્રાથમિક તબક્કે પ્રાણીઓમાં રસીકરણ (Corona vaccine for wildlife animal) હાથ ધરવામાં આવશે. કોરોનાની પ્રથમ અને બીજી લહેર બાદ ત્રીજી લહેર ખૂબ જ ચિંતાજનક રીતે વધી રહી છે. પરંતુ રાહતના સમાચાર એ છે કે સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને ગુજરાતના એક પણ પ્રાણી સંગ્રહાલયમાં સિહ સહિત કોઈ પ્રાણી કોરોના સંક્રમણથી સંક્રમણ થયું હોય તેવા કિસ્સાઓ સામે આવ્યા નથી જે ખૂબ રાહતના સમાચાર બને છે.

વર્ષો પહેલા શ્વાનોને આપવામાં આવતી કોરોનાની રસીનું સંશોધન થઈ ચૂક્યું છે અને સફળતાપૂર્વક પાલતુ શ્વાનોને આપવામાં આવે છે

પ્રથમ અને બીજી લહેરમાં પ્રાણી સંગ્રહાલયના સિંહ સહિત કેટલાક પ્રાણીઓ થયા હતાં સંક્રમિત

કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં પ્રાણી સંગ્રહાલયમાં પણ સંક્રમણ ફેલાતું જોવા મળ્યું હતું. દેશના અગ્રણી પ્રાણી સંગ્રહાલયોમાં સિંહ સહિત કેટલાંય વન્ય પ્રાણીઓ કોરોનાથી સંક્રમિત થયા હતાં તે પૈકીના ચેન્નાઈ પ્રાણી સંગ્રહાલયના એક સિંહનું કોરોના સંક્રમણથી મોત થયું હતું જેમાં ડેલ્ટા વેરિએન્ટની હાજરી જોવા મળી હતી. ત્યારબાદ વિદેશમાં પણ કેટલાક પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવેલા વન્ય પ્રાણીઓ પણ કોરોના સંક્રમણથી સંક્રમિત જોવા મળ્યા હતાં. એશિયામાં એક માત્ર જોવા મળતા સિંહ પર પણ કોરોનાનો ખતરો મંડરાઇ શકે છે તેને લઈને વન્યજીવ પ્રેમીઓમાં પણ ખૂબ જ ચિંતા જોવા મળતી હતી. પરંતુ સદનસીબે હજુ સુધી ગીરમાં રહેલા એક પણ સિંહમાં કોરોના સંક્રમણનાં લક્ષણો જોવા મળ્યા નથી.

ટ્રાયલ ધોરણે કરાશે રસીકરણ

સકરબાગ સંગ્રહાલયના (Junagadh Sakkarbagh Zoo ) ડાયરેક્ટર અભિષેક કુમારે જણાવ્યું હતું કે સક્કરબાગના પ્રાણીઓને રસીકરણથી સુરક્ષિત કરવાને લઈને મુખ્ય વાઇલ્ડલાઇફ વોર્ડન ગુજરાત દ્વારા જે સૂચનાઓ આપવામાં આવશે. તે મુજબ રસીકરણની પ્રારંભિક (Corona vaccine for wildlife animal) પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. હજુ સુધી આ પ્રકારની કોઇ પણ મંજૂરી મુખ્ય વાઇલ્ડ લાઇફ વોર્ડન (Wildlife warden permission) દ્વારા આપવામાં આવેલ નથી. જ્યારે મંજૂરી સાથેની અંતિમ પ્રક્રિયા મળતા જ પ્રાણી સંગ્રહાલયના સિંહ સહિત અન્ય કેટલાક વન્યપ્રાણીઓને કોરોના રસીનો ટ્રાયલ ડોઝ આપવામાં આવશે.

આ પણ વાંચોઃ કોરોના વાઇરસ પશુઓથી મનુષ્યમાં ફેલાવાની શક્યતાઓ બિલકુલ નહિવત : પશુ ડોક્ટર

કોરોના વાઈરસ વર્ષોથી જોવા મળે છે જેની રસી પણ હાલ બજારમાં ઉપલબ્ધ

કોરોના વાઈરસ વર્ષોથી શ્વાનોમાં જોવા મળે છે ત્યારે પાલતુ શ્વાનોના માલિકો દ્વારા તેમના શ્વાનોને કોરોના રસીથી સુરક્ષિત કરવામાં આવી રહ્યા છે. વર્ષો પહેલા શ્વાનોને આપવામાં આવતી કોરોનાની રસીનું સંશોધન થઈ ચૂક્યું છે અને આજે આ રસી સફળતાપૂર્વક પાલતુ શ્વાનોને આપવામાં આવે છે. જેના ખૂબ સારા પરિણામો પણ પશુ તબીબોને મળી રહ્યા છે. હવે જ્યારે સિંહ સહિત અન્ય વન્ય પ્રાણીઓને કોરોના રસીકરણ (Corona vaccine for wildlife animal) અંગે સંશોધનો ચાલી રહ્યા છે તો આ દિશામાં પણ સફળતા મળે તેવી શક્યતાઓ ખૂબ ઉજ્જવળ બની રહી છે.

સાવચેતી રાખવાની સલાહ પશુ તબીબ આપી રહ્યા છે

જૂનાગઢના પશુ તબીબ કહે છે કે કોરોના જેવો ગંભીર વાઇરસ શ્વાન જેવા પાલતુ પશુઓમાં વર્ષોથી જોવા મળી રહ્યો છે અને કેટલાક પાલતુ પશુ અને પ્રાણીઓમાં આ પ્રકારના વાઇરસને આલ્ફા કોરોના તરીકે ઓળખવામાં આવે છે. જે મોટે ભાગે પાલતુ પ્રાણીઓમાંથી કોઇપણ વ્યક્તિઓમાં ફેલાતો નથી, પરંતુ બીટા પ્રકારનો કોરોના વાઇરસ વ્યક્તિઓથી વ્યક્તિઓમાં ફેલાવા માટે કુખ્યાત છે. જેને લઇને દરેક વ્યક્તિઓએ પૂરતી કાળજી અને સાવચેતી રાખવાની સલાહ પશુ તબીબ આપી રહ્યા છે.

આ પણ વાંચોઃ ભુજના પશુ દવાખાનામાં દેશી-વિદેશી Dogs નું Health check up કરાયું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.