ETV Bharat / city

Vidya Samiksha Kendra: PM મોદીને વિદ્યા સમીક્ષા સેન્ટરની માહિતી આપનારા જૂનાગઢના શિક્ષક તરૂણ કાટબામણા સાથે વાતચીત - PM Modi In Gandhinagar

PM મોદીને વિદ્યા સમીક્ષા સેન્ટર (Vidya Samiksha Kendra)ની માહિતી આપનારા જૂનાગઢના શિક્ષક તરૂણ કાટબામણા સાથે Etv Bharatએ વાતચીત કરી હતી. તરૂણ કાટબામણાએ PM મોદી સાથે શું વાતચીત થઈ અને તેમનો અનુભવ કેવો રહ્યો એ વિશે વાત કરી હતી.

PM મોદીને વિદ્યા સમીક્ષા સેન્ટરની માહિતી આપનારા જૂનાગઢના શિક્ષક તરૂણ કાટબામણા સાથે વાતચીત

author img

By

Published : Apr 20, 2022, 10:30 PM IST

જૂનાગઢ: વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય કક્ષાના વિદ્યા સમીક્ષા કેન્દ્ર (Vidya Samiksha Kendra)નો ગાંધીનગરમાં શુભારંભ કરાવ્યો હતો. સમગ્ર પ્રોજેક્ટને લઈને વડાપ્રધાન મોદીને વિસ્તૃત માહિતી આપવા માટે સમગ્ર રાજ્યમાંથી શિક્ષણવિદો (Academics In Gujarat)નો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં જૂનાગઢની સરકારી પ્રાથમિક શાળા (Government School Junagadh)ના આચાર્ય તરૂણ કાટબામણાનો પણ આ કમિટીમાં સમાવેશ થયો હતો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi In Gujarat)ને વિદ્યા સમીક્ષા કેન્દ્રના અમલીકરણને લઈને વિસ્તૃત માહિતી આપી હતી.

વિદ્યા સમીક્ષા કેન્દ્રના અમલીકરણને લઈને વિસ્તૃત માહિતી આપી.

સવાલ: રાષ્ટ્રીય વિદ્યા સમીક્ષા કેન્દ્રના લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન મોદી સાથે શિક્ષણના કયા મુદ્દાને લઈને વાત થઈ હતી અને આ મુદ્દા પર મોદીએ તેમનો કેવો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો?

જવાબ- રાષ્ટ્રીય વિદ્યા સમીક્ષા કેન્દ્રને લઈને શિક્ષણ વિભાગે (Department of Education In Gujarat) સમગ્ર પ્રોજેક્ટ રજૂ કર્યો હતો જેને ગુજરાતના શિક્ષણ મોડેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. સમગ્ર પ્રોજેક્ટ 6 ભાગમાં વિભાજીત કરાયો છે જે પૈકી FLM પ્રવેશોત્સવ, આંગણવાડી એકમ કસોટી સહિત અનેક મુદ્દાને લઈને નરેન્દ્ર મોદીએ વિસ્તૃત જાણકારી મેળવી હતી. આ પ્રોજેક્ટને લઈને વિષયવાર રાજ્યના જિલ્લા, તાલુકા અને સ્કૂલોનું મોનિટરિંગ (Monitoring of schools In Gujarat) થઈ શકશે. જેને કારણે શિક્ષણની ગુણવત્તા અને તેનો વ્યાપ વધારવા માટે શિક્ષણ મોડેલ ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને વિદ્યા સમીક્ષા કેન્દ્ર મારફતે આ મોડેલ સમગ્ર રાષ્ટ્રના શિક્ષણ વિભાગ માટે પણ એક નવા પથદર્શક તરીકે સામે આવશે.

આ પણ વાંચો: PM Modi Conversation With Students: PM મોદીએ તાપીના ઊંટાવદ ગામના શિક્ષકો અંને વિદ્યાર્થીઓ સાથે કર્યો ઈ-સંવાદ

આ મોડેલ અંતર્ગત ઓનલાઇન શિક્ષણ અને ખાસ કરીને કોરોનાકાળ (Corona In Gujarat) દરમિયાન વિદ્યાર્થીઓને આધુનિક ટેકનોલોજીના માધ્યમથી ગુજરાતમાં જે શિક્ષણ વ્યવસ્થા જાળવી રાખવાની યોજના બનાવી હતી તેને નરેન્દ્ર મોદીએ ખૂબ આવકારી હતી. વધુમાં નરેન્દ્ર મોદીએ SAS પોર્ટલ અંગે પણ જાણકારી પ્રાપ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પોર્ટલ અંગે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કર્યા બાદ આ મોડેલ સમગ્ર રાષ્ટ્રની શિક્ષણ વ્યવસ્થા (Education system Of India) માટે ખૂબ ઉપયોગી સાબિત થશે તેવો વડાપ્રધાન મોદીએ તેમનો પ્રતિભાવ આપ્યો હતો.

સવાલ: વડાપ્રધાન મોદી સાથે મુલાકાત પૂર્વે અને ત્યારબાદનો તમારો અનુભવ કેવો રહ્યો?

જવાબ- વર્ષ 2002થી 2014 ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કામ કરતા નરેન્દ્ર મોદીને અનેક પ્રસંગોમાં સાંભળવાનો મોકો મળ્યો હતો. આ સમયે મોદી સાથે મુલાકાતને લઈને એક સંકલ્પ કર્યો હતો. આ સંકલ્પ 20 વર્ષ બાદ પરિપૂર્ણ થયો છે જેની ખુબ ખુશી છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આટલી નિકટતાથી મળી શકવાની તક મળશે તેવો વિચાર આજે પણ મનમાં ઉપસ્થિત થતા ઊર્જાવાન બની જાવાય છે.

સવાલ: વડાપ્રધાન મોદી અને તમારી વચ્ચે શિક્ષણના કયા ખાસ મુદ્દાને લઈને વિચારોની આપ-લે થઇ હતી?

જવાબ: વિદ્યા સમીક્ષા સેન્ટરના લોકાર્પણ પ્રસંગે રજૂ કરવામાં આવેલા પ્રોજેક્ટને લઈને પ્રોજેક્ટ બુક ખૂબ જ ધ્યાનપૂર્વક નિહાળી રહેલા નરેન્દ્ર મોદીએ તેમાં એક ભૂલ પણ શોધી કાઢી હતી અને શિક્ષણ વિભાગે પ્રોજેક્ટ (Project Of Education Department) રજૂ કર્યો છે તેને લઈને તેમના વિચારોનું આદાન-પ્રદાન પણ ખૂબ જ સહજતાથી થયું હતું. વડાપ્રધાન મોદી શિક્ષણને લઈને ખૂબ જ પ્રયત્નશીલ છે. નાની-નાની વાતોને ખુબ જ ગંભીરતા પૂર્વક વિચારે છે અને તેનો અમલ કઈ રીતે થઈ શકે તેને લઈને સતત સવાલ-જવાબો કરતા હતા.

સવાલ: વડાપ્રધાન મોદી સાથેની મુલાકાત પૂર્વે તમારા દિલ અને દિમાગમાં શું ચાલતું હતું?

જવાબ: ભારતના સર્વ સ્વિકૃત રાજનેતા નરેન્દ્ર મોદી (PM Modi In Gandhinagar) સાથે વાત કરવાની તક સાંપડી છે તેને લઈને થોડી ચિંતા હતી. વડાપ્રધાન મોદી સાથે કઈ રીતે વાત કરીશું. એમની સાથે સવાલ-જવાબોના પૂર્વાભ્યાસ કરવાનો પણ સમય આવ્યો હતો. શિક્ષણશાસ્ત્રીઓ જોડે મુલાકાત પૂર્વે શિક્ષણના નાના-નાના મુદ્દાઓને લઈને તેમજ નરેન્દ્ર મોદી કેવા પ્રકારના સવાલો શિક્ષણ વ્યવસ્થાને લઈને પૂછી શકે છે તેને લઈને ખૂબ પૂર્વાભ્યાસ કર્યો હતો. મોદી સાથે વાત કરવાની છે અને શિક્ષણ જેવા ખૂબ જ ગંભીર મુદ્દાને લઈને આ વાતથી દિલની ધડકન પણ વધી ગઈ હતી, પરંતુ જ્યારે મોદી સાથે સીધી વાત કરવાનો સમય આવ્યો ત્યારે તમામ ડર દૂર થયા. બિલકુલ સહજતાથી વડાપ્રધાન મોદી સાથે શિક્ષણના પ્રશ્નોને લઈને ખૂબ જ હકારાત્મક ચર્ચાઓ થઈ.

આ પણ વાંચો: PM Modi At Vidya Samiksha Kendra : વડાપ્રધાન મોદીએ આજે “વિદ્યા સમીક્ષા કેન્દ્ર”ની મુલાકાત કરી, શિક્ષકો સાથે કર્યો સંવાદ

સવાલ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તમારી વચ્ચે કયા ખાસ મુદ્દાને લઈને વિચારોનું આદાન-પ્રદાન થયું?

જવાબ: ગુજરાતના શિક્ષણ મોડલ (Education model of Gujarat)માં શિક્ષણ વ્યવસ્થા સાથે સંકળાયેલા 15 કરોડ કર્મચારીઓના ડિજિટલ રિપોર્ટ કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. આ કાર્ડ થકી શિક્ષક મોટાભાગની તમામ સરકારી કામગીરી બિલકુલ થોડા જ સમયમાં કરી શકે છે. જેને કારણે પ્રત્યક્ષ શિક્ષણ અને શિક્ષકને વર્ગખંડના શિક્ષણમાં સૌથી વધારે સમય ફાળવવાની તક રિપોર્ટ કાર્ડ કે જે ડિજિટલ માધ્યમથી બનાવવામાં આવ્યું છે, તે પૂરી પાડે છે. આ યોજના વડાપ્રધાન મોદીએ ખૂબ જ આવકારી અને તેની પ્રશંસા પણ કરી હતી. આ પ્રોજેક્ટ સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવે તો શિક્ષણ સાથે સંકળાયેલા શિક્ષકોનો શિક્ષણ સિવાયની અન્ય કામગીરી અને તેની પાછળ બગડતો સમય બચાવી શકાય અને આ સમયનો સદુપયોગ વર્ગખંડના શિક્ષણ માટે જ કરી શકાય. આ યોજનાને વડાપ્રધાન મોદીએ ખૂબ જ આવકારી અને પ્રશંસાને પાત્ર ગણાવી હતી.

સવાલ: તમારી મુલાકાત વડાપ્રધાન મોદી સાથે થઈ હતી પરંતુ વ્યક્તિ તરીકે નરેન્દ્ર મોદી કેવા? તમારો અનુભવ કેવો રહ્યો?

જવાબ: મોદીજી મોદીજી છે. શક્તિના સ્તોત્રસમાં. વડાપ્રધાન મોદીની આંખો અને ચહેરો અને તમના સમગ્ર શરીરના હાવભાવ ઉર્જાથી ભરેલા હતા. તેમની વાત કરવાની છટા આજે પણ અદ્વિતીય છે. નરેન્દ્ર મોદી શક્તિના સ્ત્રોત છે તેવું કહેવામાં પણ અતિશયોક્તિ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વ્યક્તિ તરીકે સરળ અને જિજ્ઞાસુની સાથે સતત કામ કરવાની પ્રેરણા આપતા એક વ્યક્તિ છે. જે ભારતના વડાપ્રધાન તરીકે આજે કામ કરી રહ્યા છે, જેમનું વ્યક્તિત્વ આજે સૌ કોઈને એક નવી ઊર્જાની સાથે નવી દિશા આપી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.