ETV Bharat / city

VHP Meeting In Junagadh: વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી દ્વારા અનામત મુદ્દે વિવાદિત નિવેદન, જાણો શું કહ્યું? - વિશ્વ હિન્દુ પરિષદ

જૂનાગઢમાં પાછલા ત્રણ દિવસથી વિશ્વ હિન્દુ પરિષદની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકનું આયોજન (Vishwa Hindu Parishad) કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં હિન્દુ સમુદાયો અને હિન્દુ ધર્મની વિધર્મીઓ દ્વારા જે અવમાનના કરવામાં આવે છે તેના પર રોષ વ્યક્ત કર્યો હતો. સાથે સાથે ધર્માંતરણ, લવ જેહાદ જેવી વ્યાપક બદીઓની સામે પણ વિશ્વ હિન્દુ પરિષદની ત્રણ દિવસની કાર્યકારિણીમાં ઠરાવો કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં ધર્માંતરણ કરનાર આદિવાસી કે લઘુમતી સમાજમાંથી આવતા પ્રત્યેક વ્યક્તિને અનામતનો (Statement On Reservation) લાભ ન મળી શકે તેવો બંધારણમાં સુધારો કરવામાં આવે તે પ્રકારનો ઠરાવ વિશ્વ હિન્દુ પરિષદની રાષ્ટ્રીય કાર્યકારણીમાં રજૂ કરીને તેમાં ઘટતું કરવા માટે કેન્દ્ર સરકારને મોકલી આપવા આવ્યો છે.

vhp national council
vhp national council
author img

By

Published : Dec 27, 2021, 11:11 AM IST

Updated : Dec 27, 2021, 12:44 PM IST

જૂનાગઢ: જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત વિશ્વ હિન્દુ પરિષદની રાષ્ટ્રિય કાર્યકારણીનું (VHP Meeting National Executive) આયોજન થયું હતું, જેમાં વિશ્વ હિન્દુ પરિષદના પદાધિકારીઓએ હાજર રહીને ત્રણ દિવસ સુધી હિન્દુ ધર્મ, હિન્દુસમાજ, હિન્દુ દેવસ્થાનો પર વિધર્મીઓ દ્વારા થઇ રહેલા અત્યાચારો ધર્માંતરણ, લવ જેહાદ જેવી સળગતી સમસ્યાઓ પર ગંભીરતાપૂર્વક ત્રણ દિવસ સુધી સતત મનોમંથન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં હિન્દુ ધર્મને મજબૂત કરવા હિન્દુ ધર્મની કેટલીક વિસરાયેલી પરંપરાઓને પુનઃસ્થાપિત કરવા તેમજ હિન્દુ ધર્મને નુકશાન કરનારા વિધર્મીઓ પર આકરી અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારના ઠરાવો જૂનાગઢમાં યોજાયેલી વિશ્વ હિન્દુ પરિષદની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં કરવામાં આવ્યા હતા.

VHP Meeting Junagadh: વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી દ્વારા અનામત મુદ્દે વિવાદિત નિવેદન જાણો શું કહ્યું?

ડૉ. આર.એન.સિહે હિન્દુ ધર્મ પર થઈ રહેલા અત્યાચાર અંગે વ્યક્ત કરી ચિંતા

ત્રણ દિવસની રાષ્ટ્રીય કાર્યકારિણીમા વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પદ્મશ્રી ડો. આર.એન.સિંહે (VHP International president) ત્રણ દિવસ સુધી આયોજિત થયેલી બેઠકમાં હિન્દુ ધર્મ અને હિન્દુ ધર્મનું પાલન (VHP Meeting In Junagadh 2021) કરતાં લોકો સામે પડી રહેલી મુશ્કેલીઓ તેમને મુશ્કેલીમાંથી બહાર લાવવાને લઈને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. સાથે સાથે કાર્યકારણીમાં હાજર સમગ્ર વિશ્વમાંથી આવેલા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યવાહકોના સૂચનો પણ મેળવ્યા હતા અને સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યા હતા.

આંતરરાષ્ટ્રીય અધ્યક્ષે હિન્દુ મંદિરો પર થઈ રહેલા અત્યાચારો અંગે ચિંતા વ્યક્ત કરી

ડો. સિંહે (VHP International president) લવ જેહાદ ધર્માંતરણ હિન્દુ મંદિરો પર થઈ રહેલા અત્યાચારો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, જે લોકો ધર્માંતરણ કરીને અન્ય ધર્મનો અંગીકાર કરે છે તેવા તમામ લોકોને અનામતના લાભો (Statement On Reservation) મળતા બંધ થવા જોઈએ. આ પ્રકારનો બંધારણીય સુધારો કેન્દ્ર સરકાર કરે તે પ્રકારનો ઠરાવ પર વિશ્વ હિન્દુ પરિષદની રાષ્ટ્રીય કાર્યકારિણીમા કરવામાં આવ્યો છે. ડો. સિંહે તેવી પણ માગ કરી હતી કે, જે ધર્મ હિન્દુધર્મના લોકોને અન્ય ધર્મ અંગીકાર કરવા માટે લોભ લાલચ અને ઉશ્કેરણી કરી રહ્યો છે તેવા તમામ ધર્મના વડાઓ અને તેનું સંચાલન કરતી સંસ્થાઓ પર કેન્દ્ર સરકાર આકરી અને કાયદાકીય રીતે કરશે તો આવી અધાર્મિક પ્રવૃત્તિઓમાંથી હિન્દુ સમાજને બચાવી શકાય તેમ છે.

ડો. સિંહે અનામત જાતિના લોકોને આર્થિક અને ઔદ્યોગિક રીતે મજબૂત કરવાની પણ કરી માગ

આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ડો. સિંહે કહ્યું કે, અનામત જાતિના લોકો ખાસ કરીને આદિવાસી અને દલિત સમાજનું પ્રતિનિધિત્વ ખૂબ મોટો વર્ગ આપણા દેશમાં કરી રહ્યું છે. અનામત આપવાથી લઇને તેનું સામાજિક- આર્થિક કે ઔદ્યોગિક વિકાસ થઈ શકે તે વાત પર તેમણે ચિંતા વ્યક્ત કરી હતી. ડો. સિહે સ્પષ્ટ જણાવ્યું હતું કે, આદિવાસી, દલિત અને અન્ય પછાત વર્ગના વ્યક્તિઓને માત્ર અનામત આપવાથી તેમનો ઉદ્ધાર થઈ શકે છે તે પ્રકારની માન્યતા ભૂલ ભરેલી છે. પછાત વર્ગમાંથી આવતા આદિવાસી, દલિત અને અન્ય પછાત વર્ગના લોકોને શૈક્ષણિક રીતે મજબૂત કરવા જોઇએ. તેમને ઉદ્યોગસાહસિકો બનાવવા માટે પણ કેન્દ્ર અને રાજ્ય સરકાર બંધારણીય સંશોધન કરે તો જ પછાત વર્ગનો અને ખાસ કરીને દલિત અને આદિવાસી વ્યક્તિ ઔદ્યોગિક રીતે મજબૂત બનશે. તેની આર્થિક ક્ષમતા અન્ય સમાજોની સરખામણીએ સુદ્રઢ બનશે. તો જ ધર્માંતરણ જેવી અધાર્મિક પ્રવૃત્તિઓને આપણે અટકાવી શકીશું.

પ્રત્યેક હિન્દુ વ્યક્તિના દિલમાં રાષ્ટ્ર પ્રથમની ભાવનાની આજે પણ ઉણપ જોવા મળે છે: ડો. સિહ

ડો સિંહે વધુમાં જણાવ્યું હતું કે, કોઈ પણ રાષ્ટ્રની મજબૂતી તેના નાગરિકોના દિલમાં વસેલા તેના દેશ પ્રત્યેની ભાવના પર નિર્ભર બનતી હોય છે. રાષ્ટ્ર પ્રથમની ભાવના આજે પણ વિશ્વના દેશોની સરખામણીએ ભારતમાં હજુ સુધી પરિપૂર્ણ થતી હોય તેવું જોવા મળતું નથી. જો રાષ્ટ્રના પ્રત્યેક નાગરિકના દિલમાં રાષ્ટ્ર પ્રથમની ભાવના આપણે ઊભી કરવામાં સફળ થઈશું તો વિધર્મીઓની સામે આપણે ખૂબ જ મજબૂતાઈથી લડી શકીશું અને રાષ્ટ્રનું ગૌરવ ચોક્કસ વધારો કરી શકીશું. આગામી દિવસોમાં ભારત સમગ્ર વિશ્વના દેશોની સામે હિન્દુ ધર્મ અને સમાજનું મજબૂત પ્રતિનિધિત્વ કરી શકે તે અંગે ધર્મની વ્યવસ્થાઓ અને હિન્દુ ધર્મને નુકશાન કરતા કેટલાક પરિબળો સામે યોગ્ય સમયે યોગ્ય કાર્યવાહી થશે તો ભારત સમગ્ર વિશ્વમાં ગૌરવવંતુ સ્થાન પણ ચોક્કસ પ્રાપ્ત કરશે.

આ પણ વાંચો: PM Modi Visit Himachal Pradesh : PM મોદી આજે હિમાચલ પ્રદેશમાં 11,281 કરોડના પ્રોજેક્ટનું કરશે ઉદ્ઘાટન અને શિલાન્યાસ

આ પણ વાંચો: Religious Conversion in India : ધર્મ પરિવર્તનને મંજૂરી ન આપવી જોઈએઃ કર્ણાટક CM

Last Updated : Dec 27, 2021, 12:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.