ETV Bharat / city

Constitution Day of India: આજે ભારતના બંધારણનો 73મો જન્મદિવસ

આજે ભારતીય બંધારણનો જન્મદિવસ (Constitution Day of India ) છે. 26 નવેમ્બર 1949ના દિવસે ભારત આઝાદ થયા બાદ સ્વતંત્ર ભારતના બંધારણને લઈને એક કમિટી બનાવવામાં આવી હતી. આ કમિટીની અધ્યક્ષતા કાયદાશાસ્ત્રના વિદ્વાન ડૉ.આંબેડકર (Dr.Babasaheb Ambedkar)ને સોપવામાં આવી હતી. તેમની સાથે અનેક વિદ્વાનોનો બંધારણીય કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યા હતા અને આ કમિટી દ્વારા લિખિત રૂપમાં ભારતનું સ્વતંત્ર બંધારણ, બંધારણીય સભાને સુપરત કરવામાં આવ્યું હતું. જેનો સ્વીકાર 26 જાન્યુઆરી 1950ના દિવસે કરીને ભારત સ્વતંત્ર બંધારણ ધરાવતું વિશ્વનું એક રાષ્ટ્ર બની ગયું.

Constitution Day of India: આજે ભારતના બંધારણનો 73મો જન્મદિવસ
Constitution Day of India: આજે ભારતના બંધારણનો 73મો જન્મદિવસ
author img

By

Published : Nov 25, 2021, 10:58 PM IST

  • આજે સ્વતંત્ર ભારતના બંધારણનો 73મો જન્મદિવસ
  • 26 નવેમ્બર 1949ના દિવસે બંધારણીય કમિટીને સોંપવામાં આવ્યું
  • 26 જાન્યુઆરી 1950ના દિવસે સ્વતંત્ર ભારતનું બંધારણ તરીકે સ્વીકારવામાં આવ્યું

જૂનાગઢ: આજે સ્વતંત્ર ભારતના બંધારણનો 73મો જન્મ દિવસ (73 Birthday of Indian Constitution) મનાવવામાં આવી રહ્યો છે. વર્ષ 1949ની 26 નવેમ્બરના દિવસે કાયદાના વિદ્વાન ડો.બાબાસાહેબ આંબેડકર (Dr.Babasaheb Ambedkar)ની અધ્યક્ષતામાં બનાવવામાં આવેલી કમિટી દ્વારા ભારતના બંધારણને ઘડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. બંધારણીય કમિટીમાં ભારતના વિદ્વાન કાયદા શાસ્ત્રીઓની સાથે શિક્ષણશાસ્ત્રીઓને પણ સમાવેશ કરવામાં આવ્યો હતો અને આ કમિટી દ્વારા ખૂબ જ મનોમંથન બાદ સ્વતંત્ર ભારતમાં વસતા તમામ નાગરિકો અને તમામ ધર્મો પ્રત્યે ભેદભાવ રાખ્યા વગર વાણીથી લઈને વ્યક્તિ સ્વતંત્ર અને ધર્મ સુધીના અધિકારો આપતુ બંધારણ, બંધારણીય સભાને સુપરત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્ષ 1950ની 26મી જાન્યુઆરીના દિવસે બંધારણીય સભાને સુપરત કરવામાં આવેલું લિખિત બંધારણ સ્વતંત્ર ભારતના બંધારણ તરીકે અમલમાં આવ્યું ત્યારથી 26મી નવેમ્બરના દિવસે દેશના બંધારણનો જન્મદિવસ (Constitution Day of India ) મનાવવાની શરૂઆત કરવામાં આવી.

Constitution Day of India: આજે ભારતના બંધારણનો 73મો જન્મદિવસ

પ્રત્યેક નાગરિકને વાણી વ્યક્તિ અને ધર્મ સ્વતંત્રનો અધિકાર પૂરો પાડે છે: ભારતનું બંધારણ

આજે પણ ભારતના બંધારણને વિશ્વના સર્વશ્રેષ્ઠ બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યું છે. આ બંધારણમાં વાણી વ્યક્તિ અને ધર્મ સ્વાતંત્રની અભિવ્યક્તિ કરવાનો અધિકાર દેશના પ્રત્યેક નાગરિકને આપવામાં આવ્યો છે. આ બંધારણને ભારતના પવિત્ર દસ્તાવેજ સાથે પણ તુલના કરવામાં આવે છે, ભારતનું જે લેખિત બંધારણ છે તે માનવતાવાદી બંધારણ તરીકે પણ સમગ્ર વિશ્વમાં ખ્યાતી પામેલ છે. ભારતમાં રહેતા અને વસતા પ્રત્યેક ભારતીય નાગરિકને સમાનતાના ધોરણે આ બંધારણ ફરજ અને અભિવ્યક્તિ પૂરી પાડે છે અને તેને કારણે જ ભારતનું બંધારણ આજે પણ સમગ્ર વિશ્વમાં અજોડ માનવામાં આવે છે. જે અંગ્રેજોએ ભારત પર વર્ષો સુધી શાસન કર્યું, તે લોકો પણ હજુ સુધી પોતાના દેશનું લેખિત બંધારણ રચી શક્યા નથી, ત્યારે આઝાદીના તુરંત બાદ ભારત લેખિત બંધારણ ધરાવતો વિશ્વનો એક બિનસાંપ્રદાયિક દેશ બની ગયો. આ બંધારણને લખવા અને ઘડવામાં કાયદાવિદ ડો.આંબેડકરની સાથે બંધારણીય સભાના તમામ સદસ્યોના વિચારો અને તેના મંતવ્યને એક સાથે સુમેળ કરીને ભારતના બંધારણને આખરી ઓપ આપવામાં આવ્યો. જેનો સ્વીકાર વર્ષ 1950ની 26મી જાન્યુઆરીના દિવસે કરવામાં આવ્યો અને ત્યારથી ભારત લીખીતમાં સ્વતંત્ર બંધારણ ધરાવતો દેશ બની ગયો.

ભારતના લેખિત બંધારણના મૂળભૂત આમુખમાં કોઈ ફેરફાર ન થઈ શકે એવું સર્વોચ્ચ અદાલતનું નિરીક્ષણ

ભારતના લેખિત બંધારણમાં કોઈપણ પ્રકારનો ફેરફાર ન કરી શકાય તે અંગેની ટિપ્પણી દેશની સર્વોચ્ચ અદાલતે કેશવાનંદ ભારતીના કેસમાં ચુકાદો આપતા જણાવ્યું હતું કે, બંધારણના મૂળભૂત માળખામાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરી શકાય નહીં, પરંતુ બંધારણના કાયદાને અનુરૂપ જો કોઈ સૂચન હોય તો બંધારણમાં ફેરફાર કર્યા વગર એનો અમલ કરી શકાય તે જોવાની ફરજ સંસદ અને ન્યાયતંત્રની છે. દેશના લેખિત મૂળભૂત માળખામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન કરી શકાય તેવું સુપ્રીમ કોર્ટે તેમના ચુકાદામાં જાહેર કર્યું છે. ભારતના બંધારણમાં પ્રત્યેક નાગરિકની ફરજો અધિકારોને મૂળભૂત રીતે દર્શાવેલા છે.

આ પણ વાંચો: જાણો બંધારણમાં કેટલીવાર સુધારો કરાયો, બંધારણની આશાઓ અને આકાક્ષાઓનું પ્રતિબિંબ અને બંધારણના સ્ત્રોત વિશે......

આ પણ વાંચો: ડૉ.બી આર આંબેડકરની 130મી જન્મ જયંતીની જૂનાગઢમાં સાદાઈથી ઉજવણી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.