ETV Bharat / city

જૂનાગઢમાં કોંગી કાર્યકરોએ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ આપી - Tribute paid to Rajiv Gandhi

આજે શુક્રવારે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ છે. જે અંતર્ગત આજે જૂનાગઢ જિલ્લા અને શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે રાજીવ ગાંધીના તૈલીચિત્રને કોંગી કાર્યકરો અને ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ પુષ્પો અર્પણ કરીને રાજીવ ગાંધીને આજે યાદ કર્યા હતા. શ્રદ્ધાંજલિ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કોંગ્રેસના કાર્યકરોએ શહેરમાં લોકોને વિનામૂલ્યે માસ્કનું વિતરણ પણ કર્યુ હતું.

Rajiv Gandhi News Junagadh
Rajiv Gandhi News Junagadh
author img

By

Published : May 21, 2021, 3:10 PM IST

  • રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે અપાઇ શ્રધ્ધાંજલી
  • ધારાસભ્ય ભીખાભાઈ જોશી અને કોંગી કાર્યકરોએ રાજીવ ગાંધીને આપી શ્રદ્ધાંજલિ
  • કોંગી કાર્યકરોએ જૂનાગઢ શહેરમાં વિનામૂલ્યે માસ્કનું વિતરણ કરીને રાજીવ ગાંધીને કર્યા યાદ
  • રાજીવ ગાંધીની પુણ્યતિથી નિમિત્તે જૂનાગઢ કોંગ્રેસે આપી શ્રદ્ધાંજલિ

જૂનાગઢ : આજે પૂર્વ વડાપ્રધાન દિવંગત રાજીવ ગાંધીની પુણ્યતિથિ છે. આ પ્રસંગે જૂનાગઢ શહેર અને જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના તૈલીચિત્ર પર પુષ્પ અર્પણ કરીને તેમને શ્રદ્ધાંજલી આપી હતી. રાજીવ ગાંધીની દેશ પ્રત્યેની કટિબદ્ધતાને આજે શુક્રવારે જૂનાગઢ શહેર અને જિલ્લાના કાર્યકરોએ વાગોળીને તેમની દેશ સેવાને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જૂનાગઢ શહેર અને જિલ્લાના કાર્યકરોને જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ પણ હાજરી આપી હતી અને પૂર્વ વડાપ્રધાનને યાદ કર્યા હતા.

જૂનાગઢમાં કોંગ્રેસના કાર્યકરોએ રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી

આ પણ વાંચો : આજે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 30મી પુણ્યતિથિ, રાહુલ-પ્રિયંકાએ કર્યા પિતાને યાદ

કોંગી કાર્યકરોએ વિનામૂલ્યે માસ્કનું વિતરણ કરીને પુણ્યતિથિ ઉજવી

રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ કાર્યાલય ખાતે સર્વ પ્રથમ કોરોના સંક્રમણની ગાઈડલાઈનને ધ્યાને લઇને પ્રાર્થના સભા અને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોરોના સંક્રમણમાં મોતને ભેટેલા તમામ સામાન્ય લોકો અને કોંગ્રેસના અગ્રણી નેતાઓએ પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. શ્રદ્ધાંજલિ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કોંગી કાર્યકરો અને ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ શહેરના ગાંધી ચોકમાં લોકોને વિનામૂલ્યે માસ્કનું વિતરણ કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.