- ચૂંટણી લડવા મોટી સંખ્યામાં મુરતિયાઓ પહોંચ્યા દાવો કરવા
- સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસ હાથ ધરી સેન્સ પ્રક્રિયા
- પુંજાભાઈ વંશની બનેલી કમિટી ચુંટણી લડવા ઇચ્છુક મુરતિયાઓને આજે સાંભળશે
- સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા ઇચ્છુક મુરતિયા ને સાંભળવા માટે કોંગ્રેસે હાથ ધરી સેન્સ પ્રક્રિયા
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જૂનાગઢ કોંગ્રેસે યોજી સેન્સ પ્રક્રિયા
જૂનાગઢ :આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ અને નગરપાલિકાઓની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી શકે છે. જેને ધ્યાને રાખીને આજે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ દ્વારા સેન્સ પ્રક્રિયા લેવામાં આવી હતી. સમગ્ર પ્રક્રિયાનું પ્રમુખપદ પ્રદેશ કોંગ્રેસમાંથી નિયુક્તિ થયેલા ઉનાના ધારાસભ્ય પુંજાભાઈ વંશ સંભાળી રહ્યા છે. સાથે જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયા માંગરોળના ધારાસભ્ય બાબુભાઇ વાજા અને જામનગરના ધારાસભ્ય વિક્રમ માડમની હાજરીમાં આજે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં આગામી સ્થાનિક સ્વરાજ અને નગરપાલિકાની ચૂંટણી લડવા ઇચ્છુક મુરતિયાઓ ખુબ મોટી સંખ્યામાં સેન્સ લેવાના સ્થળ પર હાજર રહ્યા હતા.પોતાનો દાવો તેમના વિસ્તારમાં આવતી જિલ્લા-તાલુકા અને નગરપાલિકાનાની સીટ પર કરી રહ્યા છે.
5 વર્ષ પૂર્વે કોંગ્રેસને મળેલી સફળતા આજે સેન્સ પ્રક્રિયામાં પણ જોવા મળી રહી


આગામી દિવસોમાં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત

પાંચ વર્ષ પહેલાનો જે ઉત્સાહ અને ચૂંટણી જંગ જીતવાનો જુસ્સો છે. તે આજે પણ કોંગ્રેસી કાર્યકરોમાં જોવા મળી રહ્યો છે, પરંતુ પાંચ વર્ષ પહેલાનું જે વાતાવરણ છે. તે આજે કેટલી હદે કોંગ્રેસમાં જળવાય રહે છે. તે પણ એક ચર્ચાનો મુદ્દો આજની બેઠકમા બની રહેશે. તમામ પાસાઓને ધ્યાને રાખીને આજે આવેલા નિરીક્ષકો તમામ ચૂંટણી લડવા માંગતા ઉમેદવારો ને સાંભળીને આગામી દિવસોમાં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત થશે. ત્યારબાદ પસંદ કરેલા ઉમેદવારોના નામ પણ જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો :