જૂનાગઢ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીને લઈને હવે માહોલ (assembly elections in Junagadh) ધીરે ધીરે જામતો જાય છે, ત્યારે છેલ્લા બે દસકા દરમિયાન સુષુપ્ત અવસ્થામાં ચૂંટણી પ્રચારને લઈને કોંગ્રેસ જોવા મળતી હતી. જેને લઈને આ વર્ષે વિધાનસભાની ચૂંટણી (Congress campaign in Gujarat) માટે પ્રચાર જંગમાં કોંગ્રેસ જંપલાવ્યું હોય તે પ્રકારે જુનાગઢ શહેરમાં કોંગ્રેસના બેનર અને ઝંડા જોવા મળી રહ્યા છે.
બે દસકા બાદ કોંગ્રેસ જોવા મળી પ્રચાર યુદ્ધમાં આગામી મહિને ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. તેને લઈને ભાજપ, આમ આદમી પાર્ટી દ્વારા જૂનાગઢ શહેર અને જિલ્લામાં પ્રચાર અભિયાનની શરૂઆત (Junagadh Congress preparations)કરવામાં આવી છે, ત્યારે બે દસકા બાદ પ્રથમ વખત કોંગ્રેસ ચૂંટણી જંગ માટે પ્રચાર યુદ્ધમાં જ્યોતરાયેલી જોવા મળી રહી છે. પાછલી ચૂંટણીઓમાં કોંગ્રેસ પ્રચાર યુદ્ધમાં ખૂબ પાછળ જોવા મળતી હતી, પરંતુ આ વર્ષે કોંગ્રેસે પ્રચાર યુદ્ધની શરૂઆત કરીને સૌ પ્રથમ વખત જૂનાગઢ શહેરમાં ઝંડા અને બેનરો મારફતે પક્ષના પ્રચારની શરૂઆત કરી છે. તેમ તેમ આક્રમક રીતે કોંગ્રેસ પણ જોવા મળી રહી છે. (gujarat assembly elections)
શહેરમાં ઠેર ઠેર લાગ્યા કોંગ્રેસના નિશાન જુનાગઢ શહેરના રાજમાર્ગો પર કોંગ્રેસના બેનર અને ઝંડા સતત જેવા મળી રહ્યા છે, કોંગ્રેસના સર્વોચ્ચ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના પોસ્ટર સાથેના ઝંડાઓ જુનાગઢ શહેરના મોટાભાગના માર્ગો પર જોવા મળી રહ્યા છે. આ પ્રકારનો ચૂંટણી પ્રચાર યુદ્ધ બે દસકા પછી કોંગ્રેસમાં જોવા મળી રહ્યું છે. તેને લઈને આવનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણી પ્રચાર જંગ માટે પણ આ વર્ષે ખૂબ નિર્ણાયક બનશે તેવું લાગી રહ્યું છે. gujarat assembly elections 2022, Congress preparations gujarat assembly