- જૂનાગઢમાં અમાન્ય અને ગેરકાયદે બાંધકામો દૂર કરવા કોંગ્રેસના કોર્પોરેટર આવ્યા મેદાને
- આગામી 10 દિવસમાં મનપા કામગીરી નહીં કરે તો કોર્ટમાં જવાની ચિમકી આપી
- વર્ષોથી જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં ગેરકાયદે બાંધકામને લઈને સવાલો ઉભા થયા છે
આ પણ વાંચોઃ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશને 62.30 લાખનું પુરાંતવાળુ બજેટ કર્યુ રજૂ
જૂનાગઢઃ આગામી દસ દિવસમાં જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આવેલા ગેરકાયદે બાંધકામો દૂર કરવાની માંગ કોંગ્રેસના એકમાત્ર મહિલા કોર્પોરેટર મંજુલાબેન પરસાણાએ કરી છે. તેમણે જણાવ્યું છે કે શહેરના ઝાંઝરડા ચોકડી વિસ્તારમાં આવેલી એક મિલકત અમાન્ય અને ગેરકાયદે હોવાનું તેમની જાણમાં આવ્યું છે. વર્ષોથી આ મિલકત સામે મનપા કોઇ નક્કર કાર્યવાહી કરતું નથી, તેને ધ્યાને રાખીને હવે કોંગી મહિલા કોર્પોરેટર આકરા બન્યા છે અને ગેરકાયદે મિલકતને દૂર કરવા 10 દિવસની અવધી આપી છે. જો આમ કરવામાં મ્યુનિસિપલ કોર્પોરેશન વામણું પુરવાર થશે તો કોર્ટમાં જવાની પણ મહિલા કોર્પોરેટરે ચીમકી આપી છે.
વર્ષોથી મનપા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામને લઈને અનેક વખત સવાલ ઉભા થયા છે
જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ગેરકાયદે બાંધકામોને લઈને અનેક વખત સવાલો ઉભા થયા છે. પરંતુ હજુ સુધી ગણના પ્રાપ્ત કહી શકાય તેવા એક પણ ગેરકાયદે કે અમાન્ય બાંધકામો દૂર કરાયા નથી. જેને લઇને કોંગી મહિલા કોર્પોરેટર રોષે ભરાયા છે અને આગામી 10 દિવસની અંદર તમામ ગેરકાયદે બાંધકામો દૂર કરવાની કામગીરી મનપા દ્વારા હાથ ધરવામાં આવે, નહીંતર સમગ્ર મામલાને લઈને કોર્ટનો સહારો લેશે તેવી ચીમકી પણ આપી છે.
આ પણ વાંચોઃ જૂનાગઢ મનપાએ રેગ પિકર્સ શ્રમજીવી યોજના અંગે યોજી બેઠક