જૂનાગઢ વર્ષ 2009માં જૂનાગઢમાં આવેલું અને એશિયાનો સૌથી જૂનું પ્રાણી (Cheetah in Junagadh Zoo) સંગ્રહાલયમાં સિંગાપુરમાંથી નર અને માદાની બે જોડી ચિતા લાવવામાં આવ્યા હતા. પ્રાણીની અદલા બદલીના કાર્યક્રમ અંતર્ગત સિંહના બદલામાં ચિતા જુનાગઢ સક્કરબાગ ઝૂ ને મળ્યા હતા. જેનું તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ સકરબાગ ઝુ મા તેને ખુલ્લા મુક્યા હતા. પરંતુ બે જોડી પૈકી અંતિમ બચેલી એકમાત્ર માદા ચિત્તા એ પણ 2014માં સક્કરબાગ પ્રાણી (Cheetah in Gujarat) સંગ્રહાલયમાં અંતિમ શ્વાસ લીધો હતા.
સક્કરબાગમાં ચિત્તા સકરબાગ ઝુ ખાતેથી સિંગાપુર પ્રાણી સંગ્રહાલયને ત્રણ સિંહ મોકલવામાં આવ્યા હતા જેના બદલામાં સિંગાપુર ઝૂ દ્વારા જુનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં બે નર અને બે માદા મળીને બે જોડી ચિત્તાની ભેટ આપી હતી. જેને તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પ્રવાસીઓ ચિત્તાને જોઈ શકે તે માટે ખુલ્લા મુક્યા હતા. પરંતુ દુઃખની વાત એ છે કે વર્ષ 2014માં બે જોડી (Cheetah in Sakkarbaug Zoo) પૈકીની અંતિમ માદા ચિતા એ પણ અંતિમ શ્વાસ લીધા હતા, ત્યારબાદ સક્કરબાગ ઝુ માં ચિતા અદ્રશ્ય થયા છે. (cheetah project india)
ચાર એશિયન ચિત્તા છેલ્લા ઘણા વર્ષોથી વૈશ્વિક સ્તરે પ્રાણીની અદલા બદલીનો કાર્યક્રમ કેન્દ્ર સરકાર દ્વારા ચાલી રહ્યો છે. તે અંતર્ગત જૂનાગઢ સક્કરબાગ ઝૂ ને વર્ષ 2009ના મે મહિનામાં સિંગાપુર ઝૂ માંથી એશિયન પ્રજાતિના બે નર અને બે માદા ચિતા ભેટમાં મળ્યા હતા. અહીં તેને પાંજરામાં રાખવામાં આવ્યા હતા. જુનાગઢ ઝુ માં એશિયન ચિતાનું સફળ બ્રિડિંગ થાય તે માટે આંતરરાષ્ટ્રીય તજજ્ઞો દ્વારા પણ ખૂબ પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ તેમાં નિષ્ફળતા મળી હતી. (cheetah population in india)
ચિત્તામાં મળી નિષ્ફળતા આ ચાર પૈકીની અંતિમ માદા ચિત્તાએ વર્ષ 2014માં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં અંતિમ શ્વાસ લીધા હતા. આજે જે ચિતા ભારતમાં આવી રહ્યા છે તે પણ નામીબીયા ઝુ માંથી આવ્યા છે. તેને વિશેષ પાંજરું બનાવીને જંગલમાં રાખવામાં આવ્યા છે. તેની પાછળનો ધ્યેય પણ ભારતમાં ચિતાનું સંવવન થાય અને ફરી એક વખત ભારતના જંગલોમાં ચિત્તા જોવા મળે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ વર્ષ 2009માં આ પ્રકારના પ્રયાસોને જૂનાગઢ સકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં નિષ્ફળતા મળી છે. cheetah in india, cheetah at Sakkarbaug Zoo in Junagadh