- જૂનાગઢમાં રાષ્ટ્રીય મતદાર દિવસની કરાઇ ઉજવણી
- કલેક્ટર કચેરીમાં ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા અધિકારીઓ રહ્યા હાજર
- પ્રથમ વખત મત આપવા જઇ રહેલા મતદારોને માહિતગાર કરાયાજૂનાગઢમાં રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી કરાઈ
જૂનાગઢઃ આજે સોમવારે રાષ્ટ્રીય મતદાતા દિવસ છે. જેની ઉજવણી જૂનાગઢમાં કલેક્ટર કચેરીના મધ્યસ્થ સભાખંડમાં કરવામાં આવી હતી. વર્ષ 1950ની 25મી જાન્યુઆરીના દિવસે ભારતમાં સ્વતંત્ર ચૂંટણી પંચની સ્થાપના કરવામાં આવી હતી. જેની યાદમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે સોમવારે જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્રથમ વખત મતદાન માટે જઇ રહેલા યુવા મતદારોને આવકારવામાં આવ્યા હતા અને તેમનું નામ મતદાર યાદીમાં ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા અધિકારીઓની હાજરીમાં જોડવામાં આવ્યું હતું.
મતની કિંમત સમજાવવા દર વર્ષે રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી
ભારતની લોકશાહી આજે મજબૂત બની રહી છે, ત્યારે મત કેટલો કિંમતી છે અને બંધારણે આપેલી આ પ્રત્યેક વ્યક્તિની નૈતિક હક અને ફરજ પ્રત્યે આજના દિવસે મતદારોને મતદાન માટે જાગૃત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં કલેક્ટર ડૉ.સૌરભ પારધી, જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટી, નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ચેતન ત્રિવેદી અને જૂનાગઢ રેન્જ આઈ.જી.મનીદરજીત સિંગ પવારે હાજરી આપીને પ્રથમ વખત મતદાન કરવા જઈ રહેલા યુવા મતદારોને પ્રોત્સાહિત કર્યા હતા.