જૂનાગઢઃ જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ગઢાળી ગામમાં કોઝવે તણાતા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ગઢાળી ગામમાં પુલના 14 ભુગંળા પાણીમા તણાતા ગામ બે ભાગમાં વહેચાયું છે. ત્યારે ગામ લોકોએ આગામી 24 કલાકમાં રસ્તો ફરી ચાલુ કરવાની માગ કરી છે.
મળતી વિગત પ્રમાણે હાલ ગામની મઘ્યમાથી પસાર થતી નદી જો કે તેના પર વર્ષોથી બેઠો પુલ લોકો માટે ઉપયોગમાં લેવાતો હતો પરંતુ ભારે વરસાદ હોય ત્યારે આ રસ્તો બંઘ કરી દેવામા આવતો હતો. આ બાબતે ધારાસભ્ય જવાહર ચાવડા તેમજ સાંસદ રાજેશ ચુડાસમાને રજૂઆત કરી હતી જેથી થોડા સમય પહેલા જુનો પુલ તોડી નવો પુલ બનાવવા માટે ટેન્ડર પાસ કરી ઉનાળામા કામ શરૂ થયુ હતું, પરંતુ છેલ્લા ૩ થી ૪ મહિનાથી પુલનુ કામ ટલ્લે ચડતા ગામના આગેવાનોએ ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરતા ટાઈમપરી સાઈડમાં 14 મોટા ભુગંળા ફીટ કરી મોરમ કામ સાથે ડાયવર્જન રસ્તો બનાવવામાં આવ્યો હતો.
ગામના સરપંચ, માજી સરપંચ અને લોકપ્રતિનિઘીઓ દ્વારા ત્યારે પણ રજૂઆત કરી હતી અને આ કોઝવે પ્રથમ વરસાદમાં જ પડી જશે તેવી દહેશત વ્યકત કરી હતી. આગેવાનોની કોઇ પણ રજૂઆતને તંત્રે ઘ્યાને લીધી ન હતી, તંત્ર દ્વારા એવુ કહેવામાં આવ્યું હતું કે તમારે તો રસ્તો ચાલુ રહે તે જોવાનુ છે, અમે જે કરીએ તે બરાબર છે. ઉલ્લેખનિય છે કે આ હોનારત રાત્રીના સમયે બની હતી જો કે દિવસ દરમિયાન બની હોત તો કોઈ મોટી દુર્ઘટના સર્જાત તો તેમના માટે કોણ જવાબદારી લેત તે લોક ચર્ચાનો વિષય બન્યો છે.
900 માણસની વસ્તી ઘરાવતુ ગામ અત્યારે બે ભાગમા સંપર્ક વિહોણુ વહેચાતા ગામ લોકોએ આગામી 24 કલાકમા આ રસ્તો ચાલુ કરવાની માગ સાથે તંત્રને અલ્ટીમેન્ટ આપ્યું છે. તેમજ જો રસ્તો યોગ્ય નહી કરવામા આવે તો બહેનો બાળકો સહિત તમામ દ્વારા મામલતદાર ઓફીસે ધામા નાખવામાં આવશે. સવારના સાત વાગ્યાથી તંત્રના અઘિકારીઓને ટેલીફોનીક જાણ કરવા છતાં અત્યાર સુઘી તંત્ર દ્વારા કોઈ મુલાકાત પણ લેવામાં આવી નથી.
ગુજરાતની ગતિશિલ સરકારના સરકારી બાબુઓની વિકાસને લગતી ઉડીને આખે વળગે તેવી ગતિશિલ કામગીરી અઘિકારીઓ નેતાઓની અને ગ્રામજનોની રજુઆતો જેમ પુલ પાણીમાં તણાયો તેમ રજૂઆતો પણ તણાય ગઇ હોય તેવું લોકોમાંથી રમૂજ સાભંળવા મળી છે.