- લોક રક્ષક દળ અને પીએસઆઈની પરીક્ષાના ઉમેદવારો સાથે ખાસ વાતચીત
- બંને કેટેગરીમાં એક જ વખત શારીરિક કસોટી
- પરીક્ષાર્થીઓએ આપ્યો પોતાનો પ્રતિભાવ
જૂનાગઢ: આગામી ડિસેમ્બર માસમાં લોક રક્ષક દળ અને પોલીસ સબ ઈન્સ્પેક્ટરની શારીરિક કસોટીઓ યોજવા માટે બોર્ડ દ્વારા આયોજન થયું છે. પ્રથમ વખત લોક રક્ષક દળ અને પી.એસ.આઇ માટે એક જ શારીરિક કસોટી (Junagadh LRD and PSI exams)નું આયોજન થયું છે. જેને લઇને ETV ભારતે જૂનાગઢના ઉમેદવારો સાથે વાતચીત કરી હતી. સમગ્ર મામલાને લઈને પરીક્ષામાં બેસનાર ઉમેદવારોએ ભરતી બોર્ડના નિર્ણયને ફિફ્ટી ફિફ્ટી ગણાવ્યો હતો.
ભરતી બોર્ડના નિર્ણયને જૂનાગઢના ઉમેદવારોએ ગણાવ્યો ફિફ્ટી-ફિફ્ટી
બે અલગ ભરતી બોર્ડ દ્વારા કરવામાં આવશે, પરંતુ આ બંને પરીક્ષાઓને લઈને ઉમેદવારોની એક જ શારીરિક કસોટી કરવાનો નિર્ણય બંને ભરતી બોર્ડ દ્વારા કરવામાં આવ્યો છે. આ નિર્ણયને લઈને ઈ ટીવી ભારતે જૂનાગઢમાં એલઆરડી અને પીએસઆઇની પરીક્ષા આપવા માટેની તૈયારી કરી રહેલા ઉમેદવારો સાથે વાતચીત કરી હતી ઉમેદવારોએ જણાવ્યું હતું કે આ પ્રકારના નિર્ણયથી ફાયદો અને નુકસાન બંને થઈ શકે છે.
બે કેટેગરીમાં એક જ શારીરિક કસોટી ફાયદો અને નુકસાન બંને કરાવી શકે
લોક રક્ષક દળ અને પી.એસ.આઇ ભરતી બોર્ડ દ્વારા જે ઉમેદવારોએ બંને કક્ષામાં પોતાની ઉમેદવારી કરી છે તેવા ઉમેદવારો માટે એક જ શારીરિક કસોટીનું આયોજન પ્રથમ વખત કર્યું છે. જેને લઇને કેટલાક ઉમેદવારો આ નિર્ણયને ન નફો નહિ નુકસાનના ધોરણે જોઈ રહ્યા છે. કેટલાક ઉમેદવારો એવું માની રહ્યા છે કે, એક જ વખત પરીક્ષા યોજવાને કારણે કેટલાક ઉમેદવારોને નુકસાન થઈ શકે છે, તો કેટલાક ઉમેદવારોને ફાયદો પણ થઈ શકે છે. કેટલાક ઉમેદવારો એવું માની રહ્યા છે કે બંને કેટેગરીમાં એક જ વખત શારીરિક કસોટી યોજાવાાને કારણે ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે વાંચવાનો પૂરતો સમય મળી રહેશે અને સાથે સાથે શારીરિક રીતે ખૂબ જ અઘરી માનવામાં આવતી પરીક્ષાઓમાંથી એક વખત ઉમેદવારને મુક્તિ મળશે. જેને કારણે ઉમેદવારોને શારીરિક રીતે ફાયદો થઈ શકશે જેની સીધી અને હકારાત્મક અસર તેમને તેની લેખિત પરીક્ષામાં થઈ શકે છે.
આ પણ વાંચો: PSI ભરતી માટે ડિસેમ્બર મહિનાથી શારીરિક કસોટી શરૂ થશે
આ પણ વાંચો: PSI અને LRDની સીધી ભરતીમાં શારીરિક કસોટીમાં પાસ થનારા ઉમેદવારો લેખિત પરીક્ષા આપી શકશેઃ ગૃહ રાજ્યપ્રધાન