- જૂનાગઢ APMCમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા શરૂ
- ખેડૂતોને પાંખી હાજરીની વચ્ચે ખરીદ પ્રક્રિયા શરૂ કરવામાં આવી
- સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા નીતિ નિયમો મુજબ થઇ ખરીદ પ્રક્રિયા
જૂનાગઢ: રાજ્ય સરકાર દ્વારા લાભપાંચમથી જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જેને એક મહિના કરતાં વધુ સમય વીતી ચૂક્યો છે. જૂનાગઢ APMCમાં મગફળીની ખરીદી પ્રક્રિયા સામાન્ય વાતાવરણમાં જોવા મળી રહી છે. પાછલા એક મહિનાથી શરૂ થયેલી ખરીદ પ્રક્રિયામાં આ વર્ષે એક પણ ફરિયાદ કે વિરોધ થયો હોય તેવી ઘટનાઓ હજુ સુધી બની નથી. સરકારે મગફળીની ખરીદીને લઈને જે ધારા ધોરણો નક્કી કર્યા છે તે મુજબ જ મગફળીની ખરીદી અને વેચાણ થઈ રહ્યું છે.
આ વર્ષે ખરીદીમાં ખેડૂતોની પાંખી હાજરી
આ વર્ષે જૂનાગઢ સેન્ટરની વાત કરીએ તો પાંચ હજાર કરતાં વધુ ખેડૂતોએ પોતાની મગફળી ટેકાના ભાવે સરકારને વહેંચવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું પરંતુ ખુલ્લી બજારમાં સારા બજાર ભાવો મળતા હોવાને કારણે જૂનાગઢ APMCમાં અત્યાર સુધી ખેડૂતોનો ખૂબ ઓછો ધસારો જોવા મળે છે. એવું કહી શકાય કે આ વર્ષે ખેડૂતો ખૂબ જૂજ માત્રામાં પોતાની મગફળી સરકારને ટેકાના ભાવે વહેંચવા માટે આવી રહ્યા છે ખેડૂતોનો પાખી હાજરી જોવા મળી રહી છે તે કોઈ અસંતોષને કારણે જોવા મળતી નથી પરંતુ ખુલ્લી બજારમાં સારા બજાર ભાવ મળી રહ્યા છે તેને કારણે ખેડૂતો હવે મર્યાદિત સંખ્યામાં સરકારને ટેકાના ભાવે મગફળી વહેંચવા માટે આવી રહ્યા છે.