ETV Bharat / city

BJP Corporator Protest: જૂનાગઢ કોર્પોરેશનમાં વાગી ઉઠ્યા મંજીરા, કોણે અને કેમ વગાડ્યા જાણો - કોર્પોરેટર કોર્પોરેશનમાં કર્યો વિરોધ

જૂનાગઢમાં પીવાના પાણીની પરિસ્થિતિ એટલી ગંભીર છે કે, એ એક ચિંતાનો વિષય બની ગયો છે. એવામાં ભાજપના કોર્પોરેટર (BJP Corporator Protes) હિતેશ ઉદાણીએ અલગ કીમિયો અપનાવીને કોર્પોરેશનમાં પાણી પુરવઠા વિભાગના ઇજનેર પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

BJP Corporator Protest: જૂનાગઢ કોર્પોરેશનમાં વાગી ઉઠ્યા મંજીરા, કોણે અને કેમ વગાડ્યા જાણો

author img

By

Published : Apr 28, 2022, 9:09 PM IST

જૂનાગઢ: જૂનાગઢના મનપા (Junagadh municipal corporation) બોર્ડ નંબર 10ના ભાજપના કોર્પોરેટર હિતેશ ઉદાણીએ આજે(ગુરુવારે) કોર્પોરેશનમાં(Corporator protested against Corporation) પાણી પુરવઠા વિભાગના ઇજનેર સામે અનોખી રીતે મંજીરા વગાડીને વિનોદ સાથે વિરોધ કર્યો હતો. કોર્પોરેટરનો વિરોધનો આ કિમીયો જૂનાગઢ શહેરમાં ટોક ઓફ ધ ટાઉનનો કિસ્સો પણ બની રહ્યો છે. જે રીતે સત્તાધારી પક્ષ ભાજપના એક કોર્પોરેટરે પીવાના પાણીની સમસ્યાને (Drinking water problem Junagadh) લઈને કોર્પોરેશનના પાણી પુરવઠા (Water Supply Department Junagadh) ઈજનેરની ઓફિસ બહાર મંજીરા વગાડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ભાજપના કોર્પોરેટર હિતેશ ઉદાણીએ અલગ કીમિયો અપનાવીને વિરોધ પ્રદર્શન કોર્પોરેશનમાં પાણી પુરવઠા વિભાગના ઇજનેર પાસે કર્યું હતું.

આ પણ વાંચો: Water Problem in Junagadh: જૂનાગઢ મહાનગરપાલિકા આ ગામને આજે 15 વર્ષે પણ નથી આપી શકી પાણી...

પીવાના પાણીલી સમસ્યાને લઈને વિરાધ -જૂનાગઢમાં પીવાં પાણી ની પરિસ્થિતિ આટલી ગામ્ભીર થઇ પડશે એ જૂનાગઢવાસીઓ માટે એક ચિંતાનો વિષય(Drinking water situation Junagadh) બની ગયો છે. હાલ તો કોર્પોરેટર હિતેશ ઉદાણીનો અનોખા વિરોધનો વિડીયો વ્યંગની સાથે કોર્પોરેટરની મુશ્કેલીને ઉજાગર કરી રહ્યો છે. હવે જુનાગઢ મનપાનું તંત્ર પીવાના પાણીને લઇને કેટલું જાગૃત થશે અને હિતેશ ઉદાણીના આ અનોખા વિરાધને કારણે જુનાગઢમાં પીવાના પાણીની સમસ્યાનું ક્યારે સમાધાન(Drinking water solution Junagadh) આવશે તે તો આગામી સમય જ કહેશે.

આ પણ વાંચો: Water condition in Kutch : કચ્છના જળાશયોમાં માત્ર 23.60 ટકા જ પાણી, ખેડૂતોની ચિંતામાં થયો વધારો

મનપાના સત્તાધીશોની ખાસ નજર ખેચવા આ અલગ પ્રયાસ - ભાજપના કોર્પોરેટર હિતેશ ઉદાણી સાથે કરી ETV Bharatએ વાતચીત: ETV Bharat સાથે વોર્ડ નંબર 10ના ભાજપના કોર્પોરેટર હિતેશ ઉદાણીએ મંજીરા વગાડતા ખુલાસો કરતાં જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં પાછલા કેટલાક સમયથી પીવાના પાણીની સમસ્યા છે. હેન્ડપંપ હતો તે પણ બગડી ગયો હોવાથી આ વિસ્તારના પચાસ કરતાં વધુ ઘરોને પાછલા એક અઠવાડિયાથી પીવાનું પાણી મળ્યું નથી. આવી પરિસ્થિતિમાં જુનાગઢ મનપાના સત્તાધીશો દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહીં આવતા તેમણે પાણી પૂરવઠા(Water Supply Department Junagadh0 ઈજનેરની ઓફિસ સામે વ્યંગ સાથે વિરોધ કરીને મંજીરા વગાડી લોકોની સમસ્યા ઉપર મનપાના સત્તાધીશોની ખાસ નજર ખેચવા આ અલગ પ્રયાસ કર્યો હતો. મનપા સત્તાધીશોને ચીમકી આપી હતી કે જો આગામી થોડા દિવસોમાં આ સમસ્યાનું સંપૂર્ણ નિરાકરણ નહીં થાય તો તેઓ વોર્ડના લોકોની સાથે મનપા કચેરીમાં આંદોલન પર પણ ઉતરી જશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.