Birth Anniversary: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો આજે જન્મદિવસ, જૂનાગઢમાં પ્રસંશકો દ્વારા મીઠા સંભારણા - અટલ એટલે રાષ્ટ્રવાદી કવિ
આજે 25 ડિસેમ્બરના ભારતના પૂર્વ વડાપ્રધાન (Former Prime Minister Atal Bihari Vajpayee) અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસ (Atal Bihari Vajpayee's birthday)છે. અટલ એટલે પ્રખર નેતા, અટલ એટલે સ્પષ્ટ વક્તા, અટલ એટલે લોકપ્રિય જનતાના નેતા, અટલ એટલે રાષ્ટ્રવાદી કવિ, અટલ હોવું એ પોતે એક અધ્યાય છે. એક એવા નેતા જે સૌને સાથે લઈને ચાલતા હતા, જેમને ક્યારેય પાર્ટીની રાજનીતિ કરી નથી. પક્ષોને સાઈડમાં રાખી રાષ્ટ્રને સર્વોપરી રાખ્યો હતો. એટલા માટે જ એવો કોઈ પક્ષ નહીં હોય, જેમાં અટલજીના ચાહકો ન હોય.

જૂનાગઢ: આજેે ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસ (Atal Bihari Vajpayee's birthday) છે, 25 ડિસેમ્બર, 1924ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં અટલ બિહારી વાજપેયીનો જન્મ (Birth Anniversary) થયો હતો. જે તે સમયે સાંસદ અને ત્યારબાદ નેતા વિપક્ષના પદ પર રહીને વાજપેયીજી 4 વખત જૂનાગઢની મુલાકાતે આવ્યા હતા. એક વખત તેઓ નેતા વિપક્ષ હતા તે સમયે પણ જુનાગઢની મુલાકાતે (Atal Bihari Vajpayee's visit to Junagadh)આવ્યા હતા, ત્યારે જૂનાગઢના અગ્રણી કરશનભાઈ પટેલને ત્યાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ કેટલોક સમય પસાર કરીને તેમને ત્યાં ભોજન ગ્રહણ કર્યુ હતુ. આજે પણ કરસનભાઈ વાજપેયીની આ મુલાકાતને વાગોળી રહ્યા છે. અને અટલબિહારી બાજપાઈ જેવા રાષ્ટ્રીય નેતા તેમને ત્યાં આવ્યા અને તેમની આગતા સ્વાગતા કરવાની જે તક મળી તેને આજે તેમના જન્મદિવસે મીઠી યાદો વાગોળી રહ્યા છે.
અટલ બિહારી વાજપેયીની જુનાગઢ મુલાકાતને વાગોળી રહ્યા છે કરસનભાઈ પટેલ
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો આજેે જન્મદિવસ ભાજપના એક સમયના કદાવર નેતા અને જનસંઘથી ભાજપને સિંચન કરીને વટ વૃક્ષ સુધી પહોંચાડનાર કોઈ વ્યક્તિ હોય તો તે અટલ બિહારી વાજપેયી પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પાયાના સંગઠનના કાર્યકર્તાઓ તરીકે કામ કરવાની શરૂઆત કરીને દુનિયાની સૌથી મોટી લોકશાહીમાં વડાપ્રધાન પદ સુધી પહોંચવાની જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે, તે આજેે તેમના જન્મ દિવસે જૂનાગઢના તેમના સાથીઓ મીઠી યાદના સ્વરૂપમાં વાગોળી રહ્યા છે, આજેે તેમના જન્મદિવસે તેમના દ્વારા કરવામાં આવેલા કાર્યો તેમનો રમુજ સાથેનો ધિર ગંભીર સ્વભાવ અને સાચા રાજનેતાને આજે તેમની સાથે કામ કરી ચૂકેલા જુનાગઢના સાથીઓ અટલ બિહારી વાજપેયીને યાદ કરી રહ્યા છે.
અટલ બિહારી વાજપેયી 4 વખત જૂનાગઢની મુલાકાતે આવ્યા હતા
ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી તેમના રાજકીય અને સામાજિક જીવન દરમિયાન 4 વખત જુનાગઢની મુલાકાતે આવ્યા હતા, તેમની મુલાકાત દરમિયાન કરસનભાઈ પટેલને તેમની સાથે રહેવાનો અમૂલ્ય લ્હાવો મળ્યો હતો. કરસનભાઈ આજે અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે તેમની સાથેની મુલાકાત અને તેમની સાથે પસાર કરેલ સમય વિશે ETV BHARAT સમક્ષ તેમના જન્મદિવસે વાગોળીને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને યાદ કરીને કરસનભાઈ પટેલ જણાવે છે કે, રમૂજી સ્વભાવના અટલ બિહારી વાજપેયી ધીર ગંભીર પ્રકૃતિના હોવાને કારણે લોકોની પાયાની અને માળખાગત સમસ્યાઓને રમૂજના સ્વરમાં ઉજાગર કરતા હતા, અને તેઓ જૂનાગઢમાં બીજી વખત આવ્યા ત્યારે માર્ગોની ખરાબ હાલત જોઈને, તેઓ પોતાની જાતને બોલતા ન રોકી શક્યા કે માર્ગમાં ખાડા છે કે ખાડામાં માર્ગ છે, આ સ્વભાવના અટલ બિહારી વાજપેયીના જન્મદિવસે તેમને કરશનભાઈ પટેલ યાદ કરી રહ્યા છે, અને તેમની સાથેનો વિતાવેલો સમય પોતાના જીવનનો અમૂલ્ય સમય છે તેવું કહી રહ્યા છે.
આ પણ વાંચો:
‘આઓ ફિર સે દિયા જલાએ...’ PM મોદીએ શેર કરી અટલ બિહારી વાજપેયીની કવિતા