ETV Bharat / city

જૂનાગઢનું ભવનાથ કોરોનાના કારણે સૂમસામ બન્યુ

કોરોના સંક્રમણને કારણે હવે લોકો પણ ચિંતિત બની રહ્યા છે તેનું સ્પષ્ટ ઉદાહરણ જૂનાગઢમાં જોવા મળી રહ્યું છે. એશિયાના સૌથી લાંબા ગિરનાર રોપ-વેમાં આજે પ્રવાસીઓની મૂલાકાતને લઈને સુમસામ માહોલ જોવા મળી રહ્યો છે. જે સ્પષ્ટ દર્શાવે છે કે, લોકો પણ હવે કોરોના સંક્રમણથી ચિંતિત બન્યા છે. ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે.

author img

By

Published : Apr 19, 2021, 4:41 PM IST

જૂનાગઢનું ભવનાથ કોરોનાના કારણે સૂમસામ બન્યુ
જૂનાગઢનું ભવનાથ કોરોનાના કારણે સૂમસામ બન્યુ
  • ભવનાથમાં આવેલો ગિરનાર રોપ-વે પ્રવાસી વિના બન્યો સૂમસામ
  • સતત વધી રહેલા કોરોના સંક્રમણને કારણે લોકો પણ બન્યાં સજાગ
  • કોરોના સંક્રમણને કારણે ભવનાથ સૂમસામ જોવા મળ્યું

જૂનાગઢઃ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં ગિરનાર રોપ-વે પ્રવાસી વિના સૂમસામ બની રહ્યો છે. ત્યારે આજે ગિરનાર રોપ-વે સાઇટની ETV Bharat એ રૂબરૂ મૂલાકાત કરી હતી. જેમાં રોપ-વે શરૂ થવાના સમય દરમિયાન બપોરના 12કલાક સુધી પ્રવાસીઓ રોપ-વેમાં જોવા મળ્યા ન હતા. આ સ્પષ્ટ છે કે, લોકો પણ હવે કોરોનાના સંક્રમણને લઈને ખૂબ ચિંતિત બન્યા છે.

આ પણ વાંચોઃ કોરોના સંક્રમણ રોકવા વહીવટી તંત્ર દ્વારા કિર્તિ મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો

લોકો પર્યટન જેવા વિસ્તારોમાં જવાનું ટાળી રહ્યા છે

લોકો જાહેર સ્થળ પર અને ખાસ કરીને પર્યટન જેવા વિસ્તારોમાં જવાનું ટાળી રહ્યા છે. લોકો ઘરની બહાર નીકળતા નથી, તે માટે ગિરનાર રોપ-વેમાં પણ પ્રવાસી બેસવા આવતા ન હતા. જે માર્ગો પર સામાન્ય દિવસોમાં ચાલવું મુશ્કેલ બનતું હોય છે, તે માર્ગ આજે બિલકુલ સૂમસામ જોવા મળી રહ્યો હતો. સ્પષ્ટ છે કે, લોકો પણ હવે કોરોના સંક્રમણને લઇને ચિંતિત બન્યા છે અને ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

આ પણ વાંચોઃ કુંભ મેળાને નિર્ધારીત સમય મર્યાદા પહેલા સમાપ્ત કરવામાં આવે તેવી સંભાવના

આજથી બે મહિના પહેલા રોપ-વેમાં જોવા મળતી હતી ગીરદી

આજથી બે મહિના પહેલા ગિરનાર રોપ-વે સાઇટ પર ખૂબ મોટી સંખ્યામાં સમગ્ર દેશમાંથી પ્રવાસી આવતા જોવા મળી રહયા હતા. અહીં ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસી આવવાના કારણે ગિરનાર રોપ-વેની સાઇટ કલાકો સુધી બંધ રાખવી પડતી હતી. ત્યારે હવે સતત વધી રહેલા કોરોનાના સંક્રમણને લઇને ગિરનાર રોપ-વે આજે પ્રવાસી વિના સૂમસામ જોવા મળ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, શનિ-રવિ અને રજાના દિવસોમાં સમગ્ર ભવનાથ વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે. તેને લઈને આ દિવસો દરમિયાન રોપ-વે સદંતર બંધ જોવા મળ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.