ETV Bharat / city

Bharti Ashram Controversy : ભારતી આશ્રમની સરખેજ ગાદી વિવાદ અંગે બેઠક, જાણો કોણ અને ક્યાં કરશે બેઠક

વિશ્વંભર ભારતી મહારાજ દ્વારા સ્થાપિત કરેલા સરખેજના ભારતી આશ્રમની ગાદીને લઈને વિવાદ (Bharti Ashram Controversy ) ચરમસીમાએ પહોંચ્યો છે. ત્યારે આગામી રવિવારે સરખેજ આશ્રમમાં (Bharti Ashram in Sarkhej ) ટ્રસ્ટી મંડળની બેઠકનું (Bharti Ashram Trustee Meeting) આયોજન કર્યું છે. જેમાં સરખેજ આશ્રમની ગાદીનો વિવાદ ઉકેલાય તેવી શક્યતાઓ છે.

Bharti Ashram Controversy : ભારતી આશ્રમની સરખેજ ગાદી વિવાદ અંગે બેઠક, જાણો કોણ અને ક્યાં કરશે બેઠક
Bharti Ashram Controversy : ભારતી આશ્રમની સરખેજ ગાદી વિવાદ અંગે બેઠક, જાણો કોણ અને ક્યાં કરશે બેઠક
author img

By

Published : May 6, 2022, 9:57 PM IST

જૂનાગઢઃ મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી મહારાજ દ્વારા સ્થાપવામાં આવેલા ચાર ભારતી આશ્રમ પૈકી અમદાવાદના સરખેજમાં આવેલા ભારતી આશ્રમની (Bharti Ashram in Sarkhej )ગાદીને લઈને વિવાદ (Bharti Ashram Controversy ) સામે આવ્યો હતો. આ મામલાને લઈને વર્તમાન ગાદીપતિ હરિહરાનંદ ભારતી (Hariharananda Bharti of Junagadh Bharti Ashram) ગુમ થયા હતાં. ત્યાર બાદ તેંની ભાળ નાસિક નજીકથી તેમના સેવકોને મળી હતી. ત્યારે હવે ભારતી આશ્રમના સરખેજ ગાદીના વિવાદને લઈને સંતોમહંતો અને ટ્રસ્ટી મંડળની બેઠકમાં (Bharti Ashram Trustee Meeting)આગામી દિવસોમાં કોઇ અંતિમ નિર્ણય થતો જોવા મળી શકે છે. અમદાવાદના સરખેજ સ્થિત આશ્રમની ગાદીને લઈને હરિહરાનંદ ભારતી અને ઋષિ ભારતી વચ્ચે ખટરાગ ઉભો થયો હોવાનું સામે આવ્યું હતું ત્યારબાદ કેટલાક લોકો હરિહરાનંદ ભારતીને ધમકાવતા હોવાને કારણે તેઓ આશ્રમ છોડીને અચાનક ગુમ થઈ ગયાં હતાં.

સરખેજ સ્થિત આશ્રમની ગાદીને લઈને હરિહરાનંદ ભારતી અને ઋષિ ભારતી વચ્ચે ખટરાગ

આ પણ વાંચોઃ Hariharanandji Found From Nasik : હરિહરાનંદજીને સેવકો નાસિકથી ગોતી લાવ્યાં, પોલીસે શું કર્યું જૂઓ

આગામી રવિવારે યોજાશે ટ્રસ્ટી મંડળની બેઠક - આગામી રવિવારના દિવસે સરખેજ આશ્રમના (Bharti Ashram in Sarkhej ) ટ્રસ્ટી મંડળની એક બેઠક યોજાઇ રહી છે. જેમાં ગાદીના વિવાદને (Bharti Ashram Controversy )લઈને ટ્રસ્ટીઓ અને ભારતી આશ્રમના સાધુસંતો સાથે બેઠક (Bharti Ashram Trustee Meeting)યોજાશે અને તેમાં કોઈ અંતિમ નિષ્કર્ષ નીકળે તેવી શક્યતાઓ છે. હાલ જેના પર આક્ષેપ છે તેવા ઋષિ ભારતી અને વર્તમાન ગાદીપતિ હરિહરાનંદ ભારતી બંને સરખેજ આશ્રમની ગાદી પર પોતાનો દાવો રજૂ કરી રહ્યા છે. હરિહરાનંદ ભારતી જણાવી રહ્યા છે કે દિવંગત વિશ્વંભર ભારતી મહારાજે તેમને તમામ આશ્રમોની ગાદી સોંપી છે.

સરખેજ આશ્રમના ઋષિભારતી
સરખેજ આશ્રમના ઋષિભારતી

આ પણ વાંચોઃ હરિહરાનંદજી ગુમ થવાનો મામલો : વડોદરાની આ જગ્યાએ ચાલતાં જતાં જોવા મળ્યાં જૂનાગઢ ભારતી આશ્રમના ગાદીપતિ હરિહરાનંદજી

શું કહે છે ઋષિ ભારતી- બીજી તરફ સરખેજ આશ્રમના ઋષિ ભારતીએ પણ પોતાનો દાવો રજૂ કરતા જણાવ્યું છે કે દિવંગત થતા પૂર્વે વિશ્વંભર ભારતી મહારાજે સરખેજ આશ્રમની (Bharti Ashram in Sarkhej ) ગાદી તેમને સોંપી છે જેના કાયદાકીય દસ્તાવેજો તેમની પાસે છે. તેઓ રજૂ કરવા પણ તૈયાર છે. જો તેમની કોઈ પણ ભૂલ સામે આવશે તો તેઓ સરખેજ આશ્રમ છોડીને સ્વેચ્છાએ બહાર નીકળી જશે. હરિહરાનંદ ભારતી અને ઋષિ ભારતીના સરખેજ આશ્રમની ગાદી પરના દાવાને (Bharti Ashram Controversy )લઈને આગામી રવિવારે મળવા જઇ રહેલી ભારતી આશ્રમ ટ્રસ્ટી મંડળની બેઠક (Bharti Ashram Trustee Meeting)ખૂબ મહત્વની માનવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.