જૂનાગઢઃ જો તમને પણ વીમા કંપનીના કોઈ અધિકારીનો ફોન આવે તો (Beware fake call from insurance company) સાવચેત થઈ જજો. બની શકે છે આ ફોન કોલ કોઈ છેતરપિંડી કરનાર ગેંગનો પણ હોઈ શકે છે. વીમા કંપનીના મેનેજરની ઓળખ આપીને પોરબંદરના એક વ્યક્તિને ઓનલાઈન છેતરપિંડીની (junagadh police arrested accused of fraud) જાળમાં ફસાવીને બેન્ક ખાતામાંથી ઉચાપત થઈ હોવાનું સામે આવ્યું છે. જૂનાગઢ સાઈબર ક્રાઈમ પોલીસે (Junagadh Cyber Crime Police) આ મામલે ઉત્તરપ્રદેશના 2 આરોપીની ધરપકડ કરી છે. સાથે જ 17 લાખ કરતા પણ વધુની ઓનલાઈન છેતરપિંડીના ગુનાનો પણ ભેદ (Beware fake call from insurance company) ઉકેલ્યો છે.
ઓનલાઈન છેતરપિંડીનો ભેદ ઉકેલાયો - જૂનાગઢ સાયબર ક્રાઈમ પોલીસે (Junagadh Cyber Crime Police) 17 લાખ રૂપિયાની છેતરપિંડી કરનારા ઉત્તર પ્રદેશના વિજય ગોંડ અને અમિત પંત નામના 2 ભેજાબાજની ધરપકડ કરી (junagadh police arrested accused of fraud) હતી. પોરબંદર જિલ્લાના બખરલા ગામમાં રહેતા મનીષભાઈ ચંદવાણિયાને લોન પેટે બોનસ મળતું હોવાની વાતોમાં ભેળવીને છેતરપિંડી કરી આરોપીઓએ ફરિયાદી મનીષભાઈ ચંદવાણીયા ખાતામાંથી 17 લાખ રૂપિયા કરતા વધુની છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો- ATMમાં પૈસા ઉપાડતી વખતે અજાણ્યો વ્યક્તિ મદદ કરવા આવે તો ચેતી જજો, નહીં તો...
જૂનાગઢ સાઈબર ક્રાઈમે ઉકેલ્યો ભેદ - આ સમગ્ર મામલામાં ફરિયાદી મનીષભાઈ કોઈ મોટા છેતરપિંડી આચરનારા રેકેટનો ભોગ બન્યા હોવાની જાણ થઈ હતી. એટલે તેમણે 12 જાન્યુઆરી 2021ના દિવસે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં (Junagadh Cyber Crime Police) છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવી હતી. જૂનાગઢ સાઇબર ક્રાઈમ પોલીસે (Junagadh Cyber Crime Police) સતત તપાસનો દોર ચલાવીને આરોપી વિજય ગોંડ અને અમિત પંતની ધરપકડ (junagadh police arrested accused of fraud) કરીને ઓનલાઈન છેતરપિંડી આચરતા એક ગેંગનો પર્દાફાશ કર્યો છે.
આ પણ વાંચો- Online Fraud Ahmedabad: ઓનલાઇન છેતરપિંડી કરનારાં 2 આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયાં
વીમા કંપનીના બોગસ મેનેજરની ઓળખ આપીને કરતા છેતરપિંડી - આરોપીઓ વિજય ગોંડ અને અમિત પંતે મનીષભાઈને તેમણે વીમા કંપનીની પૉલિસીના બોનસ માટે 17.50 લાખ રૂપિયા મળવાપાત્ર છે. તેવી હૈદરાબાદ સ્થિત ઈરડા વીમા કંપનીના ફંડ મેનેજરની ઓળખ આપી હતી. ત્યારબાદ તેમની સાથે અલગ-અલગ મોબાઈલ નંબર પરથી સતત વાતચીત (Beware fake call from insurance company) કરી હતી અને ફરિયાદીના બેન્ક ખાતામાંથી આરોપીઓએ તેમના સેન્ટ્રલ બેન્ક અલ્હાબાદ બેન્ક એક્સિસ બેન્ક અને આંધ્ર બેન્કના અલગ-અલગ ખાતામાં અંદાજિત 7.55 લાખ રૂપિયા ફરિયાદી મનીષભાઈ ચંદવાણિયા પાસેથી ટ્રાન્સફર કરાવી લીધા હતા.
ફરિયાદીને થઈ હતી શંકા - આ સમગ્ર મામલામાં મનીષભાઈને છેતરપિંડીની શંકા જતા આખરે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી અને આજે ઓનલાઈન છેતરપિંડી કરતા 2 ભેજાબાજ છેતરપિંડી કરનારા ભેજાબાજને જૂનાગઢ સાઈબર ક્રાઇમ પોલીસે (junagadh police arrested accused of fraud) ઝડપી પાડ્યા છે.
આરોપીઓ સફળતાપૂર્વક કરતા હતા આર્થિક છેતરપિંડી - વીમા કંપનીના બોગસ મેનેજર બનીને દેશના કોઈ પણ વ્યક્તિના મોબાઈલ નંબર યુક્તિ અને પ્રયુક્તિથી મેળવીને બંને ઉત્તર પ્રદેશના છેતરપિંડી કરનારા વિજય ગોંડ અને અમિત પંત લોકોને ખૂબ મોટી આર્થિક લાલચ બતાવીને છેતરપિંડીની જાળમાં ફસાવતા હતા. આ બંને આરોપીઓ ભોગ બનનારી વ્યક્તિ પાસેથી જે રકમ છેતરપિંડી મારફતે બેન્કના અલગ-અલગ ખાતામાં જમા કરાવતા હતા. વધુમાં પકડાયેલા આરોપીઓ તેમના બેન્ક ખાતાનો ઉપયોગ આવા છેતરપિંડી કરનારા અન્ય વ્યક્તિને આપતા હતા અને તેમની પાસેથી કમિશન મેળવીને સામાન્ય અને અણસમજુ લોકોને છેતરપિંડીની જાળમાં ફસાવીને ઓનલાઈન આર્થિક છેતરપિંડી આચરવાનો કારસો ચલાવતા હતા, જેને જૂનાગઢ પોલીસે ખૂલ્લો પડ્યો છે અને આગામી દિવસોમાં હજી પણ કેટલાક આરોપીઓ (junagadh police arrested accused of fraud) સમગ્ર મામલામાં પોલીસ પકડમાં આવશે. તે અંગેની તપાસ પણ જૂનાગઢ સાઇબર ક્રાઈમ બ્રાન્ચ ચલાવી રહી છે.