ETV Bharat / city

ગિરનારમાં લીલી પરિક્રમા યોજાવાની ન હોવા છતાં પરિક્રમાર્થીઓ પહોંચ્યા તળેટી, જાણો કારણ...

ગિરનાર (Girnar)ની પાવનકારી પ્રતિકાત્મક લીલી પરિક્રમા (lili parikrama 2021) ને લઈને માહિતીના અભાવને કારણે કેટલાક પરિક્રમાર્થીઓ (Pilgrims) પાંખી સંખ્યામાં ભવનાથ તળેટી પહોંચી રહ્યા છે પરંતુ અહીં આવતાની સાથે જ તેમણે પરિક્રમા પથ પર જવા દેવાની મંજુરી નહીં આપતા ગામડાના પરિક્રમાર્થીઓ ભવનાથ (Bhavnath Taleti)માં આશરો લઈને બેઠા છે. પરિક્રમાર્થીઓ સાથે Etv Bharatએ એક્સક્લુઝિવ વાતચીત કરી હતી. પરિક્રમામાં આવેલા ભાવિકોએ જણાવ્યું હતું કે, પરિક્રમા બંધ રહેવાની છે તેને લઈને સમય રહેતાં તેમની પાસે કોઈ માહિતી નહીં હોવાથી તેઓ પરિક્રમા માટે ભવનાથ પહોંચી ગયા છે.

author img

By

Published : Nov 14, 2021, 10:38 AM IST

Updated : Nov 14, 2021, 11:14 AM IST

ભવનાથ તળેટીમાં પ્રતિકાત્મક લીલી પરિક્રમાની માહિતીના અભાવને કારણે પાંખી સંખ્યામાં આવ્યા પરિક્રમાર્થીઓ
Bhavnath Taleti
  • ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા કરવા કેટલા ગામડાના પરિક્રમાર્થીઓ પહોંચ્યા ભવનાથ
  • સમય રહેતા ગામડાના પરિક્રમાર્થીઓને પુરતી અને સચોટ માહિતી નહીં મળતા તેઓ પહોંચ્યા ભવનાથ
  • ભવનાથ પહોંચેલા ગામડાના પારંપરિક પરિક્રમાર્થીઓ સાથે Etv Bharatએ કરી એક્સક્લુઝિવ વાતચીત

જૂનાગઢ: કારતક સુદ અગિયારસ અને રવિવારની મધ્ય રાત્રીએ ગરવા ગઢ ગિરનાર (Girnar) ની પારંપરિક લીલી પ્રતિકાત્મક પરિક્રમા (lili parikrama 2021) 400 સાધુ- સંતોની હાજરી વચ્ચે યોજાવા જઈ રહી છે. ગામડાના કેટલાક પારંપરિક અને વર્ષોથી પરિક્રમા કરતાં પરિક્રમાર્થીઓ (Pilgrims) શનિવારે પાખી સંખ્યામાં પરિક્રમાના માર્ગ પર જોવા મળ્યા હતા. આ સંખ્યા ખૂબ ઓછી છે પરંતુ ચિંતાનો વિષય એ છે કે આ જ પ્રકારે જો પરિક્રમાર્થીઓ માહિતીના અભાવે ભવનાથ (Bhavnath Taleti) તરફ મુકામ કરશે તો આ સંખ્યા ખૂબ જ વધી શકે છે. શનિવારે એકલ દોકલ આઠ- દસ લોકોના સમૂહ પરિક્રમા પથ પર પરિક્રમાર્થીઓ જોવા મળ્યા હતા. આ પરિક્રમાર્થીઓ સાથે Etv Bharatએ એક્સક્લુઝિવ વાતચીત કરી હતી. જેમા પરિક્રમાર્થિઓએ પોતાની આપવીતી જણાવવાનો પ્રયાસ કર્યો હતો.

ભવનાથ તળેટીમાં પ્રતિકાત્મક લીલી પરિક્રમાની માહિતીના અભાવને કારણે પાંખી સંખ્યામાં આવ્યા પરિક્રમાર્થીઓ

1500થી 2000 પરિક્રમાર્થીને પોલીસે અટકાવ્યા

પરિક્રમા કરવા માટે આવેલા 1500થી 2000 જેટલા પરિક્રમાર્થીઓનું આગમન થતા પોલીસ દ્વારા ભવનાથનો રસ્તો બંધ રાખવામાં આવ્યો છે, તેને લઈને પોલીસ અને પરિક્રમાર્થીઓ વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે. તેમ છતાં પરિક્રમાર્થીઓ પરિક્રમા રૂટ પર જવાની જીદ કરતા પોલીસે હાલ 1500થી 200 જેટલા પરિક્રમાર્થીઓને ભવનાથ તળેટીમાં અટકાવ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદ સિવિલ મેડિસિટી કેમ્પસમાં આવેલી IKDRC કિડની ટ્રાન્સપ્લાન્ટમાં દેશમાં અવ્વલ

પૂરતી માહિતી નહીં હોવાને કારણે ગામડાના પરિક્રમાર્થીઓ ભવનાથ તરફ પહોંચ્યા

ભવનાથ પહોંચીને આઠ- દસના સમૂહમાં મુકામ કરેલા ગામડાના પરિક્રમાર્થીઓ સાથે Etv Bharatએ એક્સક્લુઝિવ વાતચીત કરી હતી અને તેઓ ભવનાથ આવવાને લઈને તેમના પ્રતિભાવો જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મોટા ભાગના પરિક્રમાર્થીઓએ તેમની પાસે માહિતીનો અભાવ હોવાને કારણે તેઓ પરિક્રમાના માર્ગ પર પહોંચ્યા હતા. જે પરિક્રમાર્થીઓ (Pilgrims) ભવનાથ (Bhavnath Taleti) પહોંચ્યા હતા તેઓનું સ્પષ્ટ માનવું છે કે, આ વર્ષે પણ પરિક્રમા પ્રતિકાત્મક રીતે માત્ર 400 સાધુ સંતોની હાજરીમાં થવાની છે. તેને લઈને તેમની પાસેથી સમય પહેલા કે સમય રહેતા કોઈ માહિતી પહોંચી ન હતી. જેને કારણે તેઓ પરિક્રમા કરવા માટે ભવનાથ તરફ પહોંચી ગયા છે.

આ પણ વાંચો: Nurses strike at SVP Hospital: 700 જેટલા કર્મચારીઓને છૂટા કરવાનો વિવાદ, યુનિયને સ્ટાફને પાછો લેવાની કરી માગ

Last Updated : Nov 14, 2021, 11:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.