- સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં 5 સિંહબાળનો જન્મ
- 1 નવેમ્બરથી 16 નવેમ્બર સુધીમાં 6 સિંહબાળનો થયો જન્મ
- આ વર્ષે તમામ વર્ષો કરતા સૌથી વધુ સિંહબાળનો જન્મ થવાની શક્યતા
જુનાગઢ: આ વર્ષ દરમિયાન કુલ 24 જેટલા સિંહબાળનો સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય (Junagadh Sakkarbaug Zoo)માં જન્મ થયો છે. આગામી દિવસોમાં હજુ પણ વધુ સિંહબાળ (Lion cub)નો જન્મ થશે, જેને લઇને આ વર્ષે સૌથી વધુ પ્રમાણમાં સિંહબાળનો જન્મ થશે તેવી શક્યતા પ્રાણી સંગ્રહાલય અધિકારીઓ (Zoo officials) વ્યક્ત કરી રહ્યા છે.
1 નવેમ્બરથી 16 નવેમ્બર દરમિયાન 6 સિંહબાળનો જન્મ થયો
જુનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં વધુ એક સિંહણે 5 જેટલા તંદુરસ્ત સિંહબાળને જન્મ આપતા પ્રાણી સંગ્રહાલયના અધિકારીઓમાં ભારે ખુશી જોવા મળી રહી છે. 1 નવેમ્બરથી આજ દિન સુધી એટલે કે 16 નવેમ્બર દરમિયાન સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં આવેલા બ્રીડિંગ સેન્ટર (Breeding Center)માં 6 જેટલા સિંહબાળનો જન્મ થયો છે. સમગ્ર એશિયા (Asia)માં એક માત્ર ગીર વિસ્તાર (Gir)માં જોવા મળતા સિંહોના સંરક્ષણ અને સંવર્ધન (Conservation and breeding of lions)ને કારણે આ શક્ય બન્યું હોવાનું વન વિભાગના અધિકારીઓ પણ માની રહ્યા છે.
આ વર્ષે કેટલાક વધુ સિંહબાળનો જન્મ થાય તેવી શક્યતા
ઉલ્લેખનીય છે કે 8 નવેમ્બરના દિવસે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં એક સિંહણે એક બચ્ચાને જન્મ આપ્યો હતો. ત્યારબાદ એક સાથે 5 બચ્ચાનો જન્મ થતા સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય સિંહબાળની કિલકિલાટથી ગુંજી ઉઠ્યું હતું. આ વર્ષે વધુ કેટલાક સિંહબાળનો જન્મ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરતા વન વિભાગના અધિકારીઓ આજે થયેલા સિંહબાળના જન્મને લઈને Etv ભારત સાથે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના રેન્જ ઓફિસર નિરવકુમારે વાત કરી હતી.
અત્યાર સુધીમાં 24 જેટલા સિંહબાળનો જન્મ થયો
તેમણે જણાવ્યું હતું કે, સિંહણ 1થી લઈને 6 જેટલા સિંહબાળને જન્મ આપી શકે છે. 6 જેટલા સિંહબાળના જન્મના કિસ્સાઓ પણ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના બ્રિડિંગ સેન્ટરમાં નોંધાયા છે. અત્યાર સુધીમાં 24 જેટલા સિંહબાળનો જન્મ થયો છે. હજુ 45 દિવસ જેટલો સમય વર્ષ પૂર્ણ થવામાં બાકી છે, ત્યારે વધુ કેટલીક સિંહણ સિંહબાળને જન્મ આપી શકે છે. જો આ શક્ય બને તો આ વર્ષે ગત વર્ષની સરખામણીએ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સિંહબાળની જન્મ સંખ્યા સર્વોત્તમ જોવા મળશે.
આ પણ વાંચો: સુરતના પાંડેસરામાં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા મામલે પોલીસે 7 દિવસમાં રજૂ કરી ચાર્જશીટ
આ પણ વાંચો: PIL In Gujarat High Court: IIMA માં MPH ના પ્રવેશમાં અનામત ન આપતા હાઇકોર્ટમાં થઇ અરજી